જોખમ / શારીરિક રીતે સક્રિય વૃદ્ધોમાં મૃત્યુ થવાનું જોખમ ઓછું હોય છે

Physically active elderly have a lower risk of death

  • રિસર્ચમાં તમામ લોકોને તેમની રૂટિન એક્ટિવિટીને આધારે રેટિંગ આપવામાં આવ્યું હતું
  • શારીરિક રીતે સક્રિય લોકોમાં વિવિધ કારણોસર રહેલાં મૃત્યુનું જોખમ ઓછું રહેલું હોય છે

Divyabhaskar.com

Nov 05, 2019, 09:31 AM IST

હેલ્થ ડેસ્ક: શારીરિક રીતે સક્રિય રહેવું એ આમ તો તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે, પરંતુ વૃદ્ધો માટે તે વધુ ફાયદાકરક ગણાય છે. વૃદ્ધાવસ્થામાં શારીરિક રીતે સક્રિય રહેવાથી મૃત્યુ થવાનું જોખમ ઘટે છે. 'અમેરિકન જિરિઆટ્રિક્સ સોસાયટી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે.

વર્ષ 2014માં બ્રાઝિલનાં કેટલાંક વૃદ્ધો પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં 60થી ઉંમર ધરાવતા 1451 વૃ્દ્ધોને સામેલ કરાયા હતા. આ તમામ લોકોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. તેમાં તેમની શારીરિક એક્ટિવિટી તેમજ તેમને રહેલાં વ્યસન વિશે પૂછવામાં આવ્યું હતું.

આ તમામ લોકોનાં હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ સહિતની બીમારીઓ વિશે નોંધ લેવામાં આવી હતી.

રિસર્ચર્સે તમામ લોકોને નાહવું, તૈયાર થવું, પથારીમાંથી ઊભા થઈને ચાલવા જવું જેવી રૂટિન એક્ટિવિટીની ક્ષમતાને આધારે રેટિંગ આપ્યું હતું.

રિસર્ચમાં સામે આવ્યું કે શારીરિક રીતે સક્રિય લોકોમાં વિવધ કારણોસર રહેલાં મૃત્યુનું જોખમ ઓછું રહેલું હોય છે.

X
Physically active elderly have a lower risk of death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી