ફોન ફોબિયા:શું તમને પણ ક્યારેક ફોનની રિંગ કે વાઈબ્રેશનનો અહેસાસ થાય છે? જો આવું વાંરવાર થતું હોય તો મોડું કર્યા વગર ડૉક્ટરને મળો

શ્વેતા કુમારી7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એન્ટરટેઈનમેન્ટ માટે ફોનને બદલે ફેમિલી-ફ્રેન્ડ્સ અને આઉટડોર એક્ટિવિટી કરો
 • જ્યારે પણ તમે વર્કઆઉટ કરો છો અને ગેમ રમો છો તો તમારું મગજથી દૂર રહે છે

શું તમને ક્યારેય એવું થયું છે કે, પરિવાર અને મિત્ર સાથે બેઠા હો અને અચાનક તમને ભાસ થાય કે પોકેટમાં બેઠેલો ફોન વાઈબ્રેટ થઈ રહ્યો છે અને ફોન જોવો તો ના મેસેજ, ના કોઈનો કોલ હોય. આવો અનુભવ થાય તેને ફેન્ટમ વાઈબ્રેશન સિન્ડ્રોમ હોય શકે છે. આ તકલીફ સતત વધી રહી છે, કારણકે મોબાઈલના ઉપયોગનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. આ માટે અમે બત્રા હોસ્પિટલનાં સીનિયર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ધમેન્દ્ર સિંહ સાથે વાત કરી.

ડૉ. ધર્મેન્દ્ર સિંહે કહ્યું, એક રિપોર્ટમાં ચિંતાજનક વાત સામે આવી છે. 10માંથી 9 લોકોને ઘણી વાર ભ્રમ થાય છે તેમના ફોનમાં કોઈ નોટિફિકેશન આવી. જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના અસિસ્ટન્ટ પ્રોફેસર અને ફિલોસોફર ડૉક્ટર રોબર્ટ રોસેનબર્જરે માન્યું કે, આ ‘લંર્ડ બૉડીલી હેબિટ્સ’ છે.

ફેન્ટમ વાઈબ્રેશન સિન્ડ્રોમનું કારણ શું છે?
ડૉ. ધમેન્દ્રએ કહ્યું, બ્રેનમાં રિ-વાયરિંગ થાય છે. વ્યક્તિ જો વારંવાર તેનો ફોન વાપરતો હોય અને સતત મોબાઈલ વાઈબ્રેશન મોડમાં હોય તો આ તકલીફ થઈ શકે છે. ફોન પર વધારે ડિપેન્ડન્સીને લીધે આવું થાય છે. આ એક ઇમર્જિંગ સાઈકિયાટ્રિક કન્ડિશન છે.

 • ટેક્ટાઈલ હેલુસિનેશન: કોઈ એવું વસ્તુનો અનુભવ થાય છે, રિયલમાં નથી.
 • એન્ઝાયટી/ડિપ્રેશન: જેને કોઈ પણ પ્રકારની ચિંતા કે સ્ટ્રેસ હોય.
 • ગેજેટ એડિક્શન: જેમને ગેજેટ સાથે વધારે લગાવ હોય.
 • અટેંશન કન્સન્ટ્રેશન ડેફિસિટ: કોઈ પણ વાતમાં સારું ધ્યાન ના રહે.
 • ઈમોશનલ ડિસ્ટર્બન્સ: હંમેશાં પોતાના ગેજેટ વિશે વિચારતા રહેવું.
 • ઓવર વિજિલન્સ: ધીમા અવાજ પણ સંભળાય. (કેમ કે, ઘડિયાળ, ફ્રિજનો અવાજ કે પછી વાઈબ્રેશન સંભળાય)

આ તકલીફથી છૂટકારો કેવી રીતે મેળવવો?

 • ટાઈમ સ્પેન્ડ ઓછો કરો: બિન્જ વૉચિંગથી બચો. સતત મોબાઈલ ઉપયોગ કરવાને બદલે બીજા ઓપ્શન સિલેક્ટ કરો.
 • ફોન વાઈબ્રેટ પર ના રાખો: સ્માર્ટફોન વાઈબ્રેશન પર રાખવાને બદલે રિંગ પર રાખો.
 • એક્સર્સાઈઝ અને ગેમ્સ: જ્યારે પણ તમે વર્કઆઉટ કરો છો અને ગેમ રમો છો તો તમારું મગજથી દૂર રહે છે.
 • ફોન ડિપેન્ડન્સી ઓછી કરવી: એન્ટરટેઈનમેન્ટ માટે ફોનને બદલે ફેમિલી-ફ્રેન્ડ્સ અને આઉટડોર એક્ટિવિટી કરો.
 • ડૉક્ટરને મળો: જો તમને લાગી રહ્યું હોય કે સ્થિતિ કન્ટ્રોલ બહાર જતી રહી છે તો થોડું પણ માપદું કર્યા વગર ડૉક્ટરને મળો.