તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

90% અસરકારક વેક્સિનની સાઇડ ઇફેક્ટ:ફાઇઝરની વેક્સિન લીધા બાદ વોલન્ટિયર્સમાં માથાનો દુખાવો, તાવ અને માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા જોવા મળી

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6 દેશમાં 43,500થી વધારે લોકોએ વેક્સિનની ત્રીજી ટ્રાયલમાં ભાગ લીધો
 • વોલન્ટિયરના જણાવ્યા પ્રમાણે, બીજો ડોઝ લીધા બાદ સાઇડ ઇફેક્ટ વધુ ગંભીર થઈ

અમેરિકાની કંપની ફાઈઝરની વેક્સિનની ટ્રાયલમાં સામેલ વોલન્ટિયર્સમાં આડઅસરો જોવા મળી છે. ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, વેક્સિનના પ્રથમ ડોઝ બાદ ઘણા વોલન્ટિયર્સને હેન્ગઓવર જેવી અનુભૂતિ થઈ હતી. તેમને માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને તાવની સમસ્યા થઈ હતી.

કંપનીનો દાવો- વેક્સિન 90% અસરકારક
આ પહેલાં કંપનીએ દાવો કર્યો હતો કે કંપનીની વેક્સિન કોરોના વાઈરસ પર 90% સુધી અસરકારક છે. રિપોર્ટ પ્રમાણે, 6 દેશમાં 43,500થી વધારે લોકોએ આ વેક્સિનની ત્રીજી ટ્રાયલમાં ભાગ લીધો છે. એ ડબલ બ્લાઈન્ડ ટ્રાયલ હતી અર્થાત ટ્રાયલમાં ભાગ લેનારા વોલન્ટિયર્સને જણાવવામાં આવ્યું નહોતું કે તેમને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે કે નહિ.

બીજા ડોઝ બાદ સાઇડ ઇફેક્ટ વધી
ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, ટ્રાયલમાં સામેલ 50% લોકોને જ વેક્સિનનો ડોઝ અપાયો હતો. એવું એટલા માટે કરવામાં આવ્યું કે કયા ગ્રુપના લોકોને સંક્રમણનું કેટલું જોખમ છે એ જાણી શકાય. તેનાથી જાણી શકાય કે વેક્સિન કેટલી અસરકારક છે.

વેક્સિનની ડિલિવરી પણ પડકાર
વેક્સિનની ડિલિવરી પણ એક પડકાર છે. કંપની આ વર્ષના અંત સુધીમાં 1 કરોડ ડોઝ બ્રિટન સરકારને ઉપલબ્ધ કરાવશે. ઉત્પાદનથી લઈને દરેક વ્યક્તિ સુધી એને પહોંચાડવા માટે વેક્સિનને માઈનસ 70 ડિગ્રી તાપમાને રાખવાની જરૂરત પડશે. તેવામાં મોટો પડકાર એ છે કે હોસ્પિટલ સુધી વેક્સિન પહોંચાડવા માટે આ તાપમાન જાળવી રાખવામાં આવે.

વેક્સિનને ઠંડી રાખવાનો પડકાર:વેક્સિનને લોકો સુધી પહોંચાડવા માટે એટલી માત્રામાં ડ્રાય આઈસ જોઈશે કે ફ્રોઝન પ્રોડક્ટ રાખવાનું સંકટ આવી જશે

કોરોનાનું જોખમ ઘટાડવા માટે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેવું જરૂરી, કસરત કરો અને આહારમાં વધારે પ્રોટીન લો

ચોંકાવનારો કિસ્સો:બ્લડ કેન્સરના દર્દીમાં 70 દિવસ સુધી કોરોના જીવંત રહ્યો, પરંતુ એકપણ લક્ષણ જોવા ન મળ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો