કેન્સર પછી હવે વૈજ્ઞાનિકોએ HIV/AIDS જેવી જીવલેણ બીમારીની સારવાર શોધી કાઢી છે. ઈઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટીના સંશોધકોને એક એવી વેક્સિન બનાવવામાં સફળતા મળી છે, જેના માત્ર એક ડોઝથી જ શરીરમાં વાઇરસ નષ્ટ થઈ જશે.
એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ(AIDS) હ્યુમન ઇમ્યુન ડેફિશિયન્સી વાઈરસથી થતી એક બીમારી છે. માનવામાં આવે છે કે આ વાઈરસ ચિમ્પાન્ઝીમાંથી મનુષ્યમાં 20મી સદીમાં ટ્રાન્સફર થયો હતો. આ એક સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ રોગ છે અને દર્દીના સીમેન, વજાઇનલ ફ્લુઈડ અને લોહીના સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. અત્યારે એની કોઈ કાયમી સારવાર ઉપલબ્ધ નથી.
કેવી રીતે બનાવવામાં આવી વેક્સિન?
વૈજ્ઞાનિકોએ જીન એડિટિંગ ટેક્નોલોજીની મદદથી આ વેક્સિનને બનાવી છે. હાલમાં એની ટ્રાયલ ઉંદરો પર કરવામાં આવી છે. વેક્સિનમાં ટાઈપ બી વ્હાઈટ બ્લડ સેલ્સ (શ્વેત રક્ત કોશિકાઓ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ એન્ટિબોડીઝ વિકસિત કરે છે, જે ઈમ્યુન સિસ્ટમમાં HIV વાઈરસની સામે લડે છે. ઉલ્લેખનીય છે કે આ બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓની ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે અને વાઈરસ સામે લડવામાં સક્ષમ નથી હોતી.
સંશોધકોનું કહેવું છે કે આ દવામાંથી બનેલી એન્ટિબોડીઝ સુરક્ષિત અને શક્તિશાળી છે. તે સંક્રમણ બીમારીઓ સિવાય કેન્સર અને અન્ય ઓટોઈમ્યુન બીમારીથી છુટકારો મેળવવા માટે મનુષ્યના કામમાં આવી શકે છે.
વેક્સિન કેવી રીતે કામ કરે છે?
ટાઈપ બી વ્હાઈટ બ્લડ સેલ્સ જ આપણા શરીરમાં વાઈરસ અને બેક્ટેરિયા વિરુદ્ધ ઈમ્યુનિટી વધારે છે. એ નસો દ્વારા વિવિધ અંગો સુધી પહોંચે છે. હવે વૈજ્ઞાનિકોએ જીન એડિટિંગ ટેક્નોલોજી CRISPRની મદદથી એમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે.
CRISPR ટેક્નોલોજી શું છે?
CRISPR એક જીન એડિટિંગ ટેક્નોલોજી છે, જેની મદદથી વાઈરસ, બેક્ટેરિયા અથવા મનુષ્યના સેલ્સને જિનેટિકલી ફેરફાર કરી શકાય છે. સંશોધકોનું માનવું છે કે આવનારાં થોડાં વર્ષોમાં AIDS અને કેન્સરની કાયમી સારવાર માર્કેટમાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.