તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • People With Obesity Have A Higher Risk Of Coronary Heart Disease, As They Already Have Many Illnesses, So Be Extra Careful: Expert

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Q&A:મેદસ્વિતાથી પીડાતા લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે, કેમ કે, તેમને પહેલાથી જ ઘણી બીમારીઓ હોય છે, તેથી વધુ સાવચેતી રાખોઃ એક્સપર્ટ

એક વર્ષ પહેલા
 • બદલાતી ઋતુમાં સામાન્ય શરદી -ઉધરસથી ડરવાની જરૂર નથી, કારણ કે જેમને ચેપ લાગ્યો છે તે પણ દવા વગર સ્વસ્થ થઈ રહ્યા છે
 • જો કોરોના સંક્રમણના લક્ષણ જેમ કે, સૂકી ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો

મોસમી ઉધરસ અને શરદીની સમસ્યાથી કેવી રીતે છૂટકારો મેળવવો, શું કોરોનાવાઈરસનું સંક્રમણ મેદસ્વી લોકોને વધારે હોય છે અને અન્ય બીમારીઓ માટે હોસ્પિટલમાં જવું જોઈએ કે નહીં, આવા ઘણા સવાલોના જવાબ લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, નવી દિલ્હીના નિષ્ણાત ડો. તન્મય તાલુકદારે આકાશવાણીને આપ્યા છે. જાણો નિષ્ણાત પાસેથી કોરોનાથી સંબંધિત સવાલોના જવાબ...

1) ગર્ભવતી મહિલા અથવા જેમણે તાજેતરમાં નવજાતને શિશુને જન્મ આપ્યો છે તેઓએ શું સાવધાની રાખવી?
ગર્ભવતી મહિલાઓ અથવા નાના બાળકોને લઈને ઘણી શંકાઓ હતી કે રસી કેવી રીતે આપવામાં આવશે પરંતુ હવે બાળકો અને મહિલાઓ માટે આવી તમામ સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ગર્ભવતી મહિલાઓએ ફક્ત પોતાનું વધારે ધ્યાન રાખવાનું છે .બ્રેસ્ટ ફીડિંગ કરાવતા પહેલાં સારી રીતે હેન્ડવોશ કરીને પછી બાળકને લો. 
2) શું અન્ય બીમારી માટે હોસ્પિટલમાં જઈ શકાય છે?
જો કોઈ જૂની બીમારી છે અથવા તેની દવા ચાલી રહી છે તો તે દવાઓ નિયમિતપણે લો. અત્યારે હોસ્પિટલમાં જવાનું ટાળો. જો કોઈ સમસ્યા હોય તો હોસ્પિટલમાં જવું. અત્યારે ટેલીમેડિસિનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફોન પર તમે ડોક્ટરનો સંપર્ક કરી શકો છો અથવા સલાહ લઈ શકો છો. જો તેઓ જરૂરી જણાવે તો જ હોસ્પિટલમાં જવું.

3) બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ થઈ જાય તો શું કરવું?
જ્યારે સિઝન બદલાઈ છે ત્યારે સામાન્ય શરદી-ઉધરસ થાય છે. એટલા માટે ડરવાની જરૂર નથી કેમ કે, જે લોકોને વાઈરસનો ચેપ લાગ્યો છે તેમાંથી મોટાભાગના લોકો દવા વગર સાજા થઈ રહ્યા છે. સામાન્ય શરદી ઉધરસ છે  તો માર્ગદર્શિકાનું પાલન કરો. જો કોરોના સંક્રમણના લક્ષણ જેમ કે, ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ડોક્ટરનો તરત સંપર્ક કરવો. 

4) શું સેનિટાઈઝરથી હાથ સાફ કરીને દવા અથવા ખોરાક લઈ શકીએ છીએ?
સેનિટાઈઝરમાં 70 ટકા આલ્કોહોલ હોય છે, જો તમે હાથ સાફ કરવા માટે લગાવી રહ્યા છો હાથ સૂકાય જાય ત્યારબાદ તમે ખાઈ શકો છો, તેનાથી કોઈ સમસ્યા નથી. 

5) લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે તો બહાર જતા સમયે શું સાવચેતી રાખવી જોઈએ?
બને ત્યાં સુધી ભીડવાળા વિસ્તારમાં ન જવું. જેમની ઉંમર 60 વર્ષ કરતા વધારે છે તો તે લોકોએ બહાર જવાનું ટાળવું. માસ્ક વિના બહાર ન જશો. દુકાન પર પહોંચ્યા બાદ સામાજિક અંતર જાળવવું અને જ્યાં સુધી લાઈનમાં ઉભી રહેલી વ્યક્તિ સામાન લઈને ન જાય ત્યાં સુધી લાઈનમાં ઉભા રહેવું. પાછા આવીને સાબુ-પાણીથી હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

6) શું વાઈરસની અસર મેદસ્વી લોકો પર થાય છે?
ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં મેદસ્વી લોકોની સંખ્યા 5 કરોડથી વધારે છે. મેદસ્વિતાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. અત્યારે કોરોનાવાઈરસની ઝપેટમાં મેદસ્વિતાથી પીડાતા લોકો આવી રહ્યા છે તેવી ચર્ચા થઈ રહી છે કેમ કે, તેમને પહેલાથી જ અન્ય બીમારીઓ હોય છે, જેના કારણે ઝડપથી વાઈરસનો ચેપ લાગે છે. એટલા માટે હવે વધારે સાવચેત રહેવાની જરૂર છે. 

7) હવે આપણી જીવનશૈલીમાં કેવા બદલવાની જરૂર છે?
પહેલા આપણા દેશમાં ગમે ત્યાં થૂંકવું તે સામાન્ય હતું. હાથ ધોવાની આદત પણ ઓછી હતી જ્યારે જૂના જમાનામાં બહારથી આવતા ત્યારે હંમેશાં હાથ-પગ ધોવા કહેવામાં આવતું હતું. તે ઉપરાંત ખાંસી અને શરદીમાં સાવધાની રાખવામાં નહોતી આવતી. હવે વધારે સાવધાન રહેવું પડશે. ફક્ત બહાર જ નહીં, ઘરે પણ છીંક અને ખાંસી વખતે દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો