તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના વૈજ્ઞાનિકોનું રિસર્ચ:મોટી કીકી ધરાવતા લોકો વધારે ચપળ હોય છે, તેમની યાદશક્તિ અને IQ લેવલ નાની કીકી ધરાવતા લોકો કરતાં વધારે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ 500 લોકો પર રિસર્ચ કર્યું
  • આઈ ટ્રેકિંગ ડિવાઈસથી રિસર્ચમાં સામેલ લોકોની કીકીનું અવલોકન કરવામાં આવ્યું
  • રિસર્ચમાં સાબિત થયું કે મોટી કીકી ધરાવતા લોકોની યાદશક્તિ વધારે હોય છે

શું તમે જાણો છો તમારાં ઈન્ટેલિજન્સ લેવલ અને તમારી કીકીની સાઈઝ સાથે કનેક્શન છે. જી હા નવાં રિસર્ચ પ્રમાણે મોટી કીકી ધરાવતાં લોકો નાની કીકીવાળા લોકોની સરખામણીએ વધારે ઈન્ટેલિજન્ટ હોય છે. આ દાવો અમેરિકાની જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના રિસર્ચર્સે કર્યો છે.

સંશોધકોનું કહેવું છે કે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે જે લોકોની આંખોની કીકી આકારમાં મોટી હતી તેમનું IQ લેવલ વધારે હતું.

મોટી કીકી ધરાવતાં લોકો શા માટે ઈન્ટેલિજન્ટ
સંશોધકોનું કહેવું છે કે, મોટી કીકી ધરાવતાં લોકોની ચપળતાંનું કારણ તેમનું મગજ છે. આકારમાં મોટી કીકી ધરાવતા લોકોના મગજમાં એ ભાગમાં વધારે એક્ટિવિટી હોય છે જેનો સંબંધ યાદશક્તિ અને ચપળતા સાથે હોય છે. તેથી તેમને IQ લેવલ વધારે હોઈ શકે છે.

આ રીતે રિસર્ચ થયું

  • કીકીનો આકાર અને બુદ્ધિક્ષમતા વચ્ચેનું કનેક્શન સમજવા માટે રિસર્ચર્સે એટલાન્ટાના 500 લોકો પર રિસર્ચ કર્યું.
  • રિસર્ચમાં 18થી 35 વર્ષના લોકોને સામેલ કરાયા. આઈ ટ્રેકિંગ ડિવાઈસથી રિસર્ચમાં સામેલ લોકોની કીકીના આકારનું મોનિટરિંગ કરવામાં આવ્યું.
  • રિસર્ચમાં સામેલ લોકોને 4 મિનિટ સુધી એક બ્લેન્ક સ્ક્રીન સામે જોવા માટે કહેવામાં આવ્યું. આ દરમિયાન આઈ ટ્રેકિંગ ડિવાઈસથી તેમની કીકીનું અવલોકન કરવામાં આવ્યું.
  • તપાસ બાદ તેમનો બ્રેન ટેસ્ટ કરવામાં આવ્યો. સાથે જ તેમને અલગ અલગ એક્ટિવિટીઝમાં સામેલ કરવામાં આવ્યા.

મોટી કીકી ધરાવતા લોકોની યાદશક્તિ વધુ સારી
રિસર્ચમાં સામેલ લોકોના ટેસ્ટ અને એક્ટિવિટી સ્કોર સાથે કીકીના આકારનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો. રિસર્ચમાં સાબિત થયું કે મોટી કીકી ધરાવતા લોકોની યાદશક્તિ વધારે હોય છે. આવા લોકો બ્રેન એક્ટિવિટી ટેસ્ટમાં પણ સારું પર્ફોર્મ કરે છે. આ સિવાય આવા લોકો વધારે ફોકસ્ડ રહે છે.

કીકી અને ઉંમરનું કનેક્શન પણ મળ્યું
સંશોધકોનું કહેવું છે કે, રિસર્ચ દરમિયાન કીકીના આકાર વચ્ચે વધુ એક કનેક્શન સામે આવ્યું. વડીલોના કીકીનો આકાર નાનો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કીકી અને બ્રેન પાવર વચ્ચેનું કનેક્શન સમજવા માટે ભવિષ્યમાં વધારે રિસર્ચ કરવાની જરૂર છે.