• Home
  • Lifestyle
  • Health
  • People who have a large social circle live longer, make a group of 6 to 7 friends to avoid depression and anxiety

ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ / જે લોકોનું સોશિયલ સર્કલ મોટું હોય તેઓ લાંબુ જીવન જીવે છે, ડિપ્રેશન અને એંક્ઝાઈટીથી બચવા માટે 6થી 7 મિત્રોનું ગ્રુપ બનાવો

People who have a large social circle live longer, make a group of 6 to 7 friends to avoid depression and anxiety
X
People who have a large social circle live longer, make a group of 6 to 7 friends to avoid depression and anxiety

  • સ્ટ્રેસ સંબંધિત બીમારી, ડાયાબિટીસ, થાઇરોઇડ અને હૃદયની બીમારી થવાની સંભાવના ઘટી જાય છે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 12:55 PM IST

જીવનમાં મિત્રો હોવાથી આપણે ખુશ રહીએ છીએ સાથે તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. એટલા માટે લાંબા આયુષ્ય માટે મિત્રો બનાવવા જોઈએ. તે પણ એક કે બે નહીં પરંતુ એક મોટું ગ્રુપ હોવું જોઈએ. મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી કરવામાં આવેલા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકોનું સોશિયલ સર્કલ મોટું અને સારું હોય છે તેઓ એકલા રહેતા લોકોની સરખામણીએ વધારે લાબું જીવન જીવે છે.

એક્સર્સાઈઝની સરખામણીએ પણ આયુષ્ય બે ગણુ વધી જાય છે. તેવી જ રીતે સારા મિત્રો મળવા પર સ્મોકિંગ છોડવાની સાથે સાથે વધારે સોશિયલ બનવાની સાથે તંદુરસ્ત થવાની સંભાવના પણ વધી જાય છે. સર્કલમાં 6થી 7 મિત્રોને સામેલ કરો. જયપુરના એસએમએસ હોસ્પિટલના સાયકોલોજીસ્ટ ડો. અનિલ તાંબી આ વિશે જણાવી રહ્યા છે...

હેલ્થ પેરામીટર સારું રહે છે
ફ્રેન્ડ સર્કલ સારું અને મોટું હોવાથી ડિમેન્શિયા (ઉંમરની સાથે યાદશક્તિ ઓછી થવી)નું જોખમ ઓછું થાય છે. વ્યક્તિ સ્વસ્થ રહે છે, હોર્મોન સંતુલિત રહેવાની સાથે બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે. તેનાથી હૃદય અને મગજ બંને સ્વસ્થ રહે છે. જેમને વધારે મિત્ર અને સોશિયલ સર્કલ મોટું નથી હોતું, તેમનું હેલ્થ પેરામીટર જેમ કે, બ્લડ પ્રેશર, બોડી માસ ઈન્ડેક્સ, વેસ્ટ સાઈઝ અને ઈન્ફ્લેમેન્શનથી બહાર થઈ જાય છે. હંમેશાં જોવા મળે છે કે, મેદસ્વિતાથી પીડાતા લોકોની મિત્રતા મોટાભાગે મેદસ્વિ લોકો સાથે થાય છે, જો તેઓ પાતળા લોકો સાથે મિત્રતા કરે છે, તો તેઓ તેમને પાતળા બનવા માટે પ્રોત્સાહિત કરશે. તેમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે, તેમની સાથે જીમમાં જાય છે, તેમની ફિટનેસ મેઈન્ટેન કરવામાં મદદ કરે છે.

એંક્ઝાઈટી અને ડિપ્રેશન ઓછું થઈ જાય છે
મિત્રોની સાથે રહેવાથી જીવનમાં ઈકોનોમિક અને સોશિયલ સિક્યોરિટી રહે છે. સેન્સ ઓફ સિક્યોરિટી રહે છે. જ્યારે આપણે મિત્રોને વારંવાર મળીએ છીએ, ત્યારે આપણે આપણા મનની વાત શેર કરીએ છીએ. મિત્રોની સાથે દલીલ કરવાથી રાહત થાય છે. તેનાથી મેન્ટલ ગ્રોથ વધે છે. વારંવાર મળવાથી એંક્ઝાઈટી અને ડિપ્રેશન ઓછું થઈ જાય છે. તેનાથી આયુષ્ય વધી જાય છે. સ્ટ્રેસ સંબંધિત બીમારી, ડાયાબિટીસ, થાઇરોઇડ અને હૃદયની બીમારી થવાની સંભાવના ઘટી જાય છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે.

ગ્રુપમાં બનાવો મિત્ર
કિશોરોએ ગ્રુપમાં મિત્રતા કરવી. ઘણા બધા મિત્રો બનાવો જેથી કરીને તમે કોઈની પણ સાથે તમારા મનની વાત શેર કરી શકો અને જરૂર પડવા પર તમે તેમની પાસેથી મદદ માગી શકો. મદદ માગવાથી અને મદદ કરવાથી સંબંધો મજબૂત બને છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી