તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • People Who Do Not Get The Vaccine Have A 29% Higher Risk Of Covidosis And A 29.2 Times Higher Risk Of Hospitalization, A CDC Study Claims.

હેલ્થ અલર્ટ:વેક્સિન ન લેનારા લોકોમાં કોવિડ થવાનું જોખમ 29% વધારે તો હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 29.2ગણું વધારે, CDCની સ્ટડીમાં દાવો કરાયો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDCએ લૉસ એન્જલસ અને કેલિફોર્નિયાના 43,127 સંક્રમિત દર્દીઓ પર સ્ટડી કરી
  • નિષ્ણાતાનો જણાવ્યા પ્રમાણે સંક્રમણથી બચવાં વેક્સિન જ સુરક્ષિત ઉપાય

જો તમે હજુ સુધી વેક્સિન નથી લગાવી તો તમારે હવે અલર્ટ થવાની જરૂર છે. અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી CDCના રિસર્ચ પ્રમાણે, વેક્સિન ન લગાવનાર લોકોમાં કોરોના થવાનું જોખમ 29% સુધી વધારે છે. સંક્રમણ થવા પર આવા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 29.2% જેટલું વધી જાય છે.

રિસર્ચ પ્રમાણે, સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના આંકડા જણાવે છે કે કોવિડથી બચવા માટે વેક્સિનનું સુરક્ષા કવચ કેટલું જરૂરી છે. હાલ ફેલાતા ડેલ્ટા વેરિઅન્ટ દરમિયાન વેક્સિનની આવશ્યકતા વધારે છે.

CDCએ લૉસ એન્જલસ અને કેલિફોર્નિયાના 43,127 સંક્રમિત દર્દીઓ પર સ્ટડી કરી. આ દર્દી 1 મેથી 25 જુલાઈ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા હતા. રિસર્ચ પ્રમાણે, સામાન્ય રીતે કોરોના સંક્રમણ થયાના 14 દિવસની અંદર દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે.

જૂન મહિનામાં હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
લૉસ એન્જલસ અને કેલિફોર્નિયાના વેક્સિન ન લેનારા લોકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધારે હતી. CDCના ડાયરેક્ટર ડૉ. રોશેલ વૉલેંસ્કાય કહે છે કે, આંકડા જણાવે છે કે જો વેક્સિન ન લીધી તો તમે હાઈ રિસ્ક ધરાવતા લોકોની શ્રેણીમાં આવી શકો છો. કોવિડનાં જોખમ અને તેનાં પરિણામની અવગણના ન કરો. આ મહામારીથી બચવા માટે વેક્સિન જ ઉપાય છે.

ઈંગ્લેન્ડની ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડન અને માર્કેટ રિસર્ચ ફર્મ ઈપ્સોસ મોરીની સ્ટડી પ્રમાણે, જે લોકોએ વેક્સિન નથી લીધી તેમની સરખામણીએ વેક્સિનેટેડ લોકોમાં ઈન્ફેક્શનનું જોખમ 60% સુધી ઓછું થાય છે. તેમાં એસિમ્પ્ટોમેટિક ઈન્ફેક્શન સામેલ છે.

વેક્સિન આ રીતે અસરકારક

  • વેક્સિન કેટલી જરૂરી છે તેનો જવાબ PHE (પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ)નો ડેટા આપે છે. જેમને બંને ડોઝ લાગ્યા છે તેમને હોસ્પિટલમાંથી દાખલ થતાં બચાવવા ફાઈઝરની વેક્સિન 96% અને એસ્ટ્રાઝેનેકા (ભારતની કોવિશીલ્ડ) 92% ઈફેક્ટિવ સાબિત થઈ છે.
  • PHEનું અનુમાન છે કે વેક્સિનેશન પ્રોગ્રામને કારણે ઈંગ્લેન્ડમાં 2.2 કરોડ ઈન્ફેક્શન રોકવામાં સફળતા મળી છે. કહી શકાય કે વેક્સિને 52,600 હોસ્પિટલાઈઝેશન અને 35,200થી 60 હજાર મૃત્યુ થતાં બચાવ્યા છે.
  • 21 જૂનથી 19 જુલાઈ દરમિયાન PHE હોસ્પિટલાઈઝેશન ડેટા પ્રમાણે, 1788 લોકોને ડેલ્ટા વેરિઅન્ટનાં ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમાંથી 970 અર્થાત 54.3% એવા હતા કે જેમણે વેક્સિન લીધી નહોતી. તો 530 અર્થાત 29.6% લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા.
અન્ય સમાચારો પણ છે...