સેક્સ્યુઅલ રિલેશન પર રિસર્ચ:ટોક્સોપ્લાઝ્મા પેરાસાઈટથી સંક્રમિત લોકો વધારે આકર્ષક અને સુંદર દેખાય છે; પરંતુ મગજ માટે જોખમી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોક્સોપ્લાઝ્મા ગોંડી પેરાસાઈટ લગભગ 50% વસ્તીમાં જોવા મળે છે

સેક્સ્યુઅલ રિલેશનથી ફેલાતા ટોક્સોપ્લાઝ્મા ગોંડી પેરાસાઈટ લગભગ 50% વસ્તીમાં જોવા મળે છે. તે મનુષ્યમાં સ્કીઝોફ્રેનિયા અને બીજી ગંભીર માનસિક બીમારીઓ માટે જવાબદાર હોય છે, પરંતુ હવે ફિનલેન્ડના સંશોધકોએ આ વિશે અજીબોગરીબ દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પેરાસાઈટથી સંક્રમિત લોકો બીજા લોકોની તુલનામાં વધારે સુંદર દેખાય છે.

ટોક્સોપ્લાઝ્મા ગોંડી પેરાસાઈટ શું છે?
આ જીવ આખી દુનિયામાં જોવા મળે છે. હંમેશાં પાલતુ બિલાડીના મળમાં મળતા ટોક્સોપ્લાઝ્મા પેરાસાઈટ લોકોમાં હળવા ફ્લૂ જેવાં લક્ષણો પેદા કરી શકે છે. અગાઉના સંશોધનમાં આ પેરાસાઈટને કાર એક્સિડન્ટ અને આત્મહત્યાની સાથે સાથે હિંમત અને સફળતાની ભાવના સાથે જોડવામાં આવ્યા હતાં.

ટોક્સોપ્લાઝ્મા પેરાસાઈટ લોકોમાં હળવા ફ્લૂ જેવા લક્ષણો પેદા કરી શકે છે.
ટોક્સોપ્લાઝ્મા પેરાસાઈટ લોકોમાં હળવા ફ્લૂ જેવા લક્ષણો પેદા કરી શકે છે.

સંક્રમિત લોકો દેખાવમાં વધારે આકર્ષક અને સ્વસ્થ હોય છે
આ રિસર્ચ ફિનલેન્ડની તુર્કુ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે. તેમનું કહેવું છે કે ટોક્સોપ્લાઝ્મા પેરાસાઈટથી સંક્રમિત લોકો બીજાની તુલનામાં વધારે આકર્ષક અને સ્વસ્થ દેખાય છે. તેમને ખાસ કરીને વિજાતીય લોકો વધુ સુંદર લાગે છે. મહિલાઓ અને પુરુષો બંનેમાં જ પેરાસાઈટની અસર સમાન જોવા મળી.

આ સ્ટ્રેટેજીથી પેરાસાઈટના ફાયદા થાય છે
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પોતાના શિકારને આકર્ષક બનાવવાથી ટોક્સોપ્લાઝ્માને જ ફાયદો થાય છે. પેરાસાઈટથી સંક્રમિત દર્દી અન્ય લોકોને સુંદર લાગે છે, જેના કારણે તેને વધુ સેક્સ્યુઅલ પાર્ટનર્સ મળવાની સંભાવના રહે છે. આ રીતે પેરાસાઈટ બીજા લોકોને સંક્રમિત કરવામાં સફળ થાય છે. સંશોધકોનું કહેવું છે કે, તેમની આ સ્ટ્રેટજી સદીઓના ઈવોલ્યુશનથી વિકસિત થઈ છે.

રિસર્ચમાં સામેલ બાયોલોજિસ્ટ ઝેવિયર બોરાજ-લિયોને જણાવ્યું કે, એક બીજી સ્ટડીમાં ઉંદરો પર કરવામાં આવેલા એક્સપરિમેન્ટમાં એ વાત સામે આવી કે ટોક્સોપ્લાઝ્માથી સંક્રમિત થવા પર માદા ઉંદરો માટે એક નર ઉંદર વધારે સેક્સ્યુઅલી અટ્રેક્ટિવ થઈ જાય છે. તેઓ સેક્સ્યુઅલ રિલેશન માટે તેમણે જ પ્રિફર કરે છે.

(a) 10 મળતા આવતા ફોટોઝમાં ટોક્સોપ્લાઝ્મા ગોંડી પેરાસાઈટથી સંક્રમિત મહિલા અને પુરુષ. (b) 10 મળતા આવતા ફોટોઝમાં બિન સંક્રમિત મહિલા અને પુરુષ.
(a) 10 મળતા આવતા ફોટોઝમાં ટોક્સોપ્લાઝ્મા ગોંડી પેરાસાઈટથી સંક્રમિત મહિલા અને પુરુષ. (b) 10 મળતા આવતા ફોટોઝમાં બિન સંક્રમિત મહિલા અને પુરુષ.

ટોક્સોપ્લાઝ્મા કેવી રીતે ચહેરામાં ફેરફાર કરે છે?
આ વાતના કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કદાચ પેરાસાઈટ મનુષ્યના હોર્મોન્સમાં ફેરફાર કરે છે. તેનાથી તેના ચહેરાની સુંદરતા પર અસર પડે છે. ઉદાહરણ તરીકે, કેટલાક કિસ્સામાં જોવા મળ્યું છે કે, સંક્રમિત પુરુષોમાં બીજાની સરખામણીએ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે.

વૈજ્ઞાનિકોની બીજી થિયરી અનુસાર, પેરાસાઈટ મનુષ્યના શરીરમાં કેમિકલ્સ અને ન્યુરોટ્રાન્સમિટર્સમાં હેરફેર કરી તેણે પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. આ હેરફેરની સાઈડ ઈફેક્ટ ચહેરાની સુંદરતા હોઈ શકે છે.

213 લોકો પર રિસર્ચ થયું
વૈજ્ઞાનિકોએ પોતાની થિયરીને ટેસ્ટ કરવા માટે પેરાસાઈટથી સંક્રમિત 35 લોકો (22 પુરુષ, 13 મહિલાઓ)ની તુલના 178 નોર્મલ લોકો (86 પુરુષ, 92 મહિલાઓ) સાથે કરી. ઘણા ટેસ્ટ્સ પછી સંક્રમિત લોકોના ચહેરામાં ફેરફાર જોવા મળ્યા. તેમનો ચહેરો બીજા કરતાં વધારે સિમેટ્રિકલ દેખાતો હતો. સાથે જ સંક્રમિત મહિલાઓનું વજન નોર્મલ મહિલાઓની તુલનામાં ઓછું હતું. આ તમામ વસ્તુઓ એક વ્યક્તિને આકર્ષક બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...