• Gujarati News
  • Lifestyle
  • Health
  • People Enjoy Sex In Cemetery, Car And Bunker, Know Whether There Is A Hormone Game Behind Taking Couples To Such Places

સેક્સ ફેન્ટસી:ઘણા લોકો કબ્રસ્તાન, બંકર અને કારમાં સેક્સ એન્જોય કરે છે, ઇન્ટિમેટ થવા મોટાભાગના કપલ્સની ફેવરિટ જગ્યા બીચ અને થિયેટર

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 93% લોકોએ માન્યું કે, જો તમને પાર્ટનર પર ટ્રસ્ટ હોય તો તમે ગમે ત્યાં ઇન્ટિમેટ થઈ શકો છો

સેક્સ મામલે દરેક કપલની ઈચ્છાઓ અલગ-અલગ હોય છે. લાઈબ્રેરી, વિમાન કે પછી બીચ પર સેક્સ કરવાના વિચારો મગજમાં ફરતા રહેત હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કબ્રસ્તાન અને બંકરમાં પણ લોકો સેક્સ એન્જોય કરે છે?

ડ્યુરેક્સ કોન્ડમની કંપનીના સર્વે પ્રમાણે, દરેક દેશમાં લોકોની સેક્સ ફેન્ટસી નિરાળી હોય છે. કોઈને દરિયાકિનારે સેક્સ ગમે છે તો કોઈને કાર, લિફ્ટ કે એલિવેટરમાં. કિચન, બાલ્કની, બાથરૂમ, ક્લબ, થિયેટર, રેસ્ટોરાં, પાર્ક અને ઓફિસમાં સેક્સ મામલે ઘણા લોકોની ફેવરિટ જગ્યા હોય છે.

જર્નલ ઓફ સેક્સ રિસર્ચમાં પબ્લિશ સ્ટડી પ્રમાણે, હાલના ટાઈમમાં સેક્સને લઈને કપલ્સ અલગ-અલગ પ્રયોગો કરી રહ્યા છે અને સેક્સ લાઈફને નેક્સ્ટ લેવલ સુધી લઇ જવા પ્રયત્નો કરે છે. સેક્સ્યુઅલ લાઈફને સારી બનાવવા માટે કોઈ કસર છોડતા નથી. અમેરિકામાં 38,747 મેરિડ કપલમાંથી મોટાભાગનાએ કહ્યું કે, અમને બીચ અને થિયેટરમાં સેક્સ કરવું ગમે છે. 23% લોકોએ કહ્યું અમને કારમાં અંગત પળો માણવી ગમે છે. 36% લોકોએ કહ્યું કે, અમે પરિસ્થિતિ પ્રમાણે મૂડ બનાવી લઈએ છીએ.

કપલ્સનું ડેસ્ટિનેશન બંકર હોય છે
બ્રિટિશ ટ્રાવેલ રાઇટર ટોની વ્હીલરે કહ્યું કે, અમરિકામાં લોકો બેક સીટ પર પાર્ટનર સાથે સેક્સ એન્જોય કરે છે અને ઍલ્બાનિયાના લોકોને બંકર જોઈને સેક્સના વિચારો આવવા લાગે છે. ત્યાંના મોટાભાગના લોકો બંકરમાં વર્જિનિટી ખોઈ દે છે. અહીં બીજા વિશ્વ યુદ્ધ પછી તાનાશાહ ઇન્વર હોક્સહાએ પોતાના ડરને લીધે બંકર બનાવડાવવાના શરૂ કર્યા. આ કામ 20 વર્ષ સુધી ચાલુ રહ્યું તેમાં દેશ ગરીબ થઈ ગયો. આજની તારીખમાં પણ ત્યાં લોકો ગરીબીમાં જીવી રહ્યા છે. વધારે સંખ્યામાં બંકર હોવાને લીધે અહીંના કપલ્સ તેનાથી આકર્ષાય છે.

ઓફિસ અને લિફ્ટમાં સેક્સ
એક કૉલ સેન્ટરમાં કામ કરતા અમિત(નામ બદલ્યું છે) અને શુભિ(નામ બદલ્યું છે)ને લિફ્ટમાં ઇન્ટિમેટ થવું ગમે છે. અમિતે કહ્યું, તે એક્સપિરિયન્સ ક્યારેય ના ભૂલી શકાય તેવો છે. લિફ્ટમાં 5 મિનિટની ઇન્ટિમસી સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. જ્યારે તમે રાતે ઉજાગરા કરી રહ્યા હો ત્યારે આ હેલ્પફુલ થઈ શકે છે. સ્ટડી પ્રમાણે, 28% લોકો ઓફિસ કે લિફ્ટમાં સેક્સ કરવાનું પસંદ કરે છે.

કબ્રસ્તાનમાં સેક્સ
ડ્યુરેક્સ કોન્ડમના સર્વેમાં એક ચોંકાવનારી વાત ખબર પડી. 8% લોકો કબ્રસ્તાનમાં સેક્સ કરે છે અને 3% લોકોને કબ્રસ્તાનમાં સેક્સ કરવાની ફેન્ટસી હોય છે.

મૂવી થિયેટરમાં સેક્સનું ક્લાઈમેક્સ
એક વિદ્યાર્થીએ કહ્યું કે, બોયફ્રેન્ડની સાથે સેક્સ કરવા માટે થિયેટર બેસ્ટ જગ્યા છે. જ્યારે થિયેટરમાં ઓછા લોકો હોય ત્યારે મને અને મારા બોયફ્રેન્ડને લાસ્ટ સીટમાં ઇન્ટિમેટ થવું ગમે છે. મૂવી હોલમાં અમે જે પણ કર્યું તે વિશે વિચારીને દિલ ખુશ થઈ જાય છે. બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક સોન્ગ માહોલમાં ચાર ચાંદ લગાવી દે છે. આ વિશે મનોચિકિત્સક હર્ષિકા જયસ્વાલે કહ્યું કે, થિયેટરમાં એકબીજાને સ્પર્શ કરવા કે કિસ કરવા સુધી યોગ્ય છે, પણ તેનાથી વધારે આગળ વધવાથી તમે શરમજનક સ્થિતિમાં મૂકાઈ શકો છો કારણકે સિનેમાઘરમાં પ્રાઇવેસીની કોઈ ગેરંટી હોતી નથી.

બાથરૂમ અને કિચન કપલ્સની ફેવરિટ પ્લેસ
સર્વે પ્રમાણે, ન્હાતી વખતે 54% લોકો સેક્સ એન્જોય કરે છે. 35% લોકો કિચનમાં કરે છે. 93% લોકોએ માન્યું કે, જો તમને પાર્ટનર પર ટ્રસ્ટ હોય તો તમે ગમે ત્યાં ઇન્ટિમેટ થઈ શકો છો.

રેસ્ટોરાં અને ક્લબમાં સેક્સનો સ્વાદ
​​​​​​​સેક્સમાં ફેન્ટસી એન્જોય કરતા લોકોને રેસ્ટોરાં અને નાઈટ ક્લબમાં ઇન્ટિમેટ થવું ગમે છે. રજતે(નામ બદલ્યું છે) કહ્યું કે, હું ઘણીવાર મારી વાઈફ સાથે ક્લબમાં ઇન્ટિમેટ થઉં છું. પત્ની સાથે રેસ્ટોરાંની સીડી અને ક્લબના અંધારામાં ઇન્ટિમેટ થવાની વાત જ અલગ છે.

ફ્લાઈટમાં સેક્સની ઉડાન
સ્ટડી પ્રમાણે, 30%થી વધારે લોકોએ કહ્યું કે અમને પ્લેનમાં સેક્સ કરવું આરામદાયક લાગે છે.ચાલુ ફ્લાઈટમાં સેક્સ કરવાનો આનંદ જ અલગ છે. આ આનંદ શબ્દોમાં વ્યક્ત ના કરી શકાય. 22% લોકોને ગ્રીન રૂમ કે પછી કપડાંના સ્ટોરમાં સેક્સ કરવું ગમે છે. 20% લોકોને બાલ્કની અને 15% લોકોએ લાઈબ્રેરીમાં ઇન્ટિમેટ થવું ગમે છે.

લાઈફસ્ટાઈલ અને ફીલિંગ્સની રમત
​​​​​​​સેક્સોલોજીસ્ટ ડૉ. સી બી સિંહે કહ્યું કે,આ પ્રકારની સેક્સ ફેન્ટસી લોકોની લાઈફસ્ટાઈલ અને ફીલિંગ્સને લીધે હોય છે. તેમાં હોર્મોન્સને કોઈ લેવા-દેવા નથી. હોર્મોનથી સેક્સ ડ્રાઈવ ઓછી કે વધુ હોય શકે છે.

થોડું સાચવીને, બેદરકારી જેલ પહોંચાડી શકે છે
ભારત સહિત ઘણા દેશોમાં જાહેર જગ્યા પર સેક્સ કરવું ગેરકાયદે છે. આપણે ત્યાં તેને પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન કહેવાય છે. તેમાં કલમ 294 હેઠળ કપલ્સને ત્રણ મહિનાની જેલ થઈ શકે છે. પણ આ સજા તો જ મળશે, જ્યારે લોકો ગુસ્સામાં હોય કે પછી પોલીસમાં ફરિયાદ કરે.