તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ સંક્રમણ એટલે વધારે એન્ટિબોડીઝ:ગંભીર અને લાંબું સંક્રમણ ધરાવતાં કોરોના દર્દીઓમાં વધારે એન્ટિબોડિઝ બને છે, અમેરિકાના સંશોધકોનો દાવો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરરિકાની રુટગર્સ રોબર્ટ વુડ જોન્સન મેડિકલ સ્કૂલે રિસર્ચ કર્યું
  • રિસર્ચમાં 830 કોરોના દર્દીઓના લક્ષણો અને એન્ટિબોડીઝ રિસ્પોન્સનું મોનિટરિંગ કરવામાં આવ્યું

કોરોનાના ગંભીર સંક્રમણથી પીડાઈ ચૂકેલા અને લાંબા સમય સુધી બીમાર રહેનારા લોકોને રાહત પહોંચાડનારા સમાચાર સામે આવ્યા છે. જર્નલ ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, કોરોનાના ગંભીર સંક્રમણથી પીડાતાં લોકોમાં વધારે એન્ટિબોડીઝ બની છે. તેનાથી તેમને રી ઈન્ફેક્શન સામે રક્ષણ મળશે.

સંશોધકોએ 830 લોકો પર રિસર્ચ કર્યું. તેમાં 548 હેલ્થકેર વર્કર અને 283 સામાન્ય લોકો સામેલ હતા. રિસર્ચનું લક્ષ્ય સંક્રમિત થયેલાં આ તમામ લોકોનો એન્ટિબોડીઝ રિસ્પોન્સ, લક્ષણો અને સંક્રમણનું રિસ્ક ફેક્ટરનું મોનિટરિંગ કરવાનું હતું.

રિસર્ચ દરમિયાન 6 મહિનામાં 93 લોકો સંક્રમિત થયા તેમાંથી 24ને ગંભીર ઈન્ફેક્શન થયું અને 14 દર્દી એસિમ્પ્ટોમેટિક હતા. એક તૃતિયાંશ દર્દીઓને 1 મહિના સુધી લક્ષણો રહ્યા. 10% દર્દી એવા હતા જેમનામાં 4-4 મહિના સુધી કોરોનાના લક્ષણો જોવાં મળ્યાં.

રિસર્ચ કરનાર રુટગર્સ રોબર્ટ વુડ જોન્સન મેડિકલ સ્કૂલના સંશોધક ડેનિયલ બી હોર્ટનનું કહેવું છે કે, કોરોનાથી રિકવર થનાર દર્દીઓમાં એન્ટિબોડીઝ 6 મહિના સુધી રહી હતી. ગંભીર લક્ષણો ધરાવતાં 96% દર્દીઓમાં વધારે એન્ટિબોડીઝ બની. જે લોકોમાં લક્ષણો જણાતાં નહોતા તેમનામાં પણ સમય જતાં વધુ એન્ટિબોડીઝ બની.

સંક્રમણના 9 મહિના સુધી એન્ટિબોડીઝની હાજરી
કોવિડ થયા બાદ એન્ટિબોડીઝ કેટલા મહિના સુધી રહે છે તેના પર ઈટાલીની પડુઆ યુનિવર્સિટી અને લંડનની ઈમ્પિરિયલ કોલેજે મળીને રિસર્ચ કર્યું છે. સંશોધકોએ ગત વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં 3 હજાર કોરોના પીડિતોના ડેટાનું એનાલિસિસ કર્યું. તેમાં 85% દર્દીઓની તપાસ કરવામાં આવી. મે અને નવેમ્બર મહિનામાં ફરી તપાસ કરતાં માલુમ પડ્યું કે તેમનામાં એન્ટિબોડીઝ હાજર છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સંક્રમિત થનારા 98.8% દર્દીઓમાં નવેમ્બર મહિનામાં પણ એન્ટિબોડીઝ જોવા મળી.

સિમ્પ્ટોમેટિક અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં એકસરખી એન્ટિબોડીઝ
ઈમ્પિરિયલ કોલેજના સંશોધક ઈલેરિયા ડોરિગાટીનું કહેવું છે કે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે, સિમ્પ્ટોમેટિક અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં એન્ટિબોડીઝનું લેવલ એકસરખું હતું. એ વાત સ્પષ્ટ થઈ કે કોરોનાના લક્ષણ અને સંક્રમણ કેટલું ગંભીર હતું તે વાતની અસર એન્ટિબોડીઝ પર ન થઈ.

અન્ય સમાચારો પણ છે...