ડાયટ ટિપ્સ:ડાયાબિટીસના દર્દીઓએ Keto Diet ફોલો કરવું જોઈએ નહીં, જાણો કેમ?

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વજન ઘટાડવું એ વર્તમાન સમયમાં એક ટ્રેન્ડ બની ગયો છે. વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રકારની દેશી-વિદેશી યુક્તિઓ અજમાવે છે અને તેના કારણે કેટલીકવાર તે તેમના શરીરને જાણતાં-અજાણતાં નુકસાન પણ પહોંચાડે છે. નિષ્ણાતોના મતે યોગ્ય રીતે વજન ના ઘટાડવાના કારણે શરીરમાં પોષકતત્ત્વોની ઉણપ થવા લાગે છે અને આ સ્થિતિમાં તમને ચક્કર, ઉલટી, ઉબકા અને નબળાઈ વગેરે અનુભવાય છે. વર્તમાન સમયમાં લોકો વજન ઘટાડવા માટે Keto Diet રૂટિન ફોલો કરવા લાગ્યા છે. ટ્રેન્ડમાં ચાલી રહેલી Keto Diet હાઈ ફેટ અને ઓછા કાર્બોહાઇડ્રેટ્સના નિયમ પર આધારિત છે. નિષ્ણાતોના મતે તેમાં લગભગ 75 ટકા ચરબી, 20 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ સમાવિષ્ટ હોય છે. કાર્બ્સનું પ્રમાણ ઓછું હોવાના કારણે શરીરમાં ઉર્જાનું ઉત્પાદન ફેટ પર આધાર રાખે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આ ડાયટમાં વધુ ફેટવાળું ભોજનનું સેવન કરવાથી કીટોન્સનું નિર્માણ થાય છે, જે ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. જોકે, આ ભોજન વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ અમુક લોકોએ તેને અનુસરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મન મુજબની Keto Dietની દિનચર્યા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો ક્યા લોકોએ Keto Dietની રૂટિન ફોલો ના કરવી જોઈએ.

ડાયાબિટીસ
જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય અને તેનું બ્લડશુગર લેવલ વધી ગયું હોય તો તેને નિયંત્રિત કરવા માટે ઈન્સ્યુલિન લેવાની સલાહ આપવામાં આવે છે. ઇન્સ્યુલિન લેનારાઓએ Keto Diet ફોલો ના કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ લો કાર્બ્સ આહાર લેવો જોઈએ, પરંતુ શરીર માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. જો ડાયાબિટીસથી પીડિત લોકો આ ડાયટ ફોલો કરે છે તો તેમણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે શકે છે.

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો
બાળકો 18 વર્ષની ઉંમરે એ તબક્કામાં હોય છે, કે જ્યારે શરીરનો ઝડપથી વિકાસ થાય છે અને તેથી જ તેમને આ સમયે એવો આહાર લેવાની સલાહ આપવામાં આવે છે, જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને અન્ય પોષકતત્વો ભરપૂર માત્રામાં મળી રહે. Keto Diet એટલે કે લો કાર્બ્સ આહાર તેમના વિકાસમાં અવરોધ લાવી શકે છે. જો બાળકનું વજન વધારે હોય તો પણ તેણે લો કાર્બ્સ ડાયટ ફોલો ના કરવું જોઈએ. જોકે, વજન નિયંત્રણમાં રાખવા માટે ઓછી કેલરી આધારિત આહાર લઈ શકાય છે.

ગર્ભવતી મહિલા
જો તમે ગર્ભવતી હોવ અથવા નવજાત શિશુને ખવડાવતા હોવ તો આ સ્થિતિમાં ભૂલથી પણ Keto Dietની રૂટિનનું પાલન ના કરો. આ પ્રકારનું ભોજન વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ સ્થિતિમાં તમારું વજન ઘટશે. આ સાથે જ બાળકના વિકાસ પર પણ અસર પડી શકે છે.