તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Patients With COVID 19 Are SEVEN TIMES More Likely To Suffer Bell's Palsy Which Causes Facial Paralysis Than Those Who Receive The Vaccine, Study Finds

કોરોના વાઈરસથી વધુ એક જોખમ:કોરોના દર્દીઓમાં ચહેરા પર લકવો થવાનું જોખમ 7ગણું વધારે; ચહેરો લટકી પડે છે અને એક આંખ બંધ થઈ શકતી નથી, જાણો શું છે 'બેલ્સ પોલ્સી' બીમારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેલ્સ પોલ્સી માંશપેશીઓમાં નબળાઈ અને પેરાલિસિસ (લકવા) સંબંધિત બીમારી છે. તેની અસર દર્દીના ચહેરા પર દેખાય છે. દર્દીના અડધા ચહેરાની સ્માઈલ પર અસર થાય છે અને એક આંખ બંધ નથી થઈ શકતી. ચહેરાની માંસપેશીઓ નબળી પડી જાય છે અને અડધા ચહેરાની ચામડી લટકેલી નજર પડે છે. - Divya Bhaskar
બેલ્સ પોલ્સી માંશપેશીઓમાં નબળાઈ અને પેરાલિસિસ (લકવા) સંબંધિત બીમારી છે. તેની અસર દર્દીના ચહેરા પર દેખાય છે. દર્દીના અડધા ચહેરાની સ્માઈલ પર અસર થાય છે અને એક આંખ બંધ નથી થઈ શકતી. ચહેરાની માંસપેશીઓ નબળી પડી જાય છે અને અડધા ચહેરાની ચામડી લટકેલી નજર પડે છે.
  • બેલ્સ પોલ્સી માંશપેશીઓમાં નબળાઈ અને પેરાલિસિસ સંબંધિત બીમારી છે
  • નવાં રિસર્ચ પ્રમાણે, સંશોધકોને 3,48,000 કોરોના પીડિતોમાં 284 બેલ્સ પોલ્સીના દર્દીઓ મળ્યા

વેકિસન લગાવતા લોકોની સરખામણીએ કોરોના દર્દીઓમાં ચહેરા પર લકવા થવાનું જોખમ 7 ગણું વધારે છે. વૈજ્ઞાનિક ભાષામાં આ બીમારીને 'બેલ્સ પોલ્સી' કહેવાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વેક્સિન લેનારા લોકોમાં પણ બેલ્સ પોલ્સીનું જોખમ છે, પરંતુ તે ઓછાં પ્રમાણમાં છે. આ દાવો યુનિવર્સિટી હોસ્પિટલ ક્લીવલેન્ડ મેડિકલ સેન્ટર અને કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

1 લાખ દર્દીઓમાં 82 કેસ
રિસર્ચ પ્રમાણે, 1 લાખ કોરોના દર્દીઓ પર બેલ્સ પોલ્સીના 82 કેસ સામે આવ્યા છે. વેક્સિન લેનારા 1 લાખ લોકોમાંથી તેના માત્ર 19 કેસ હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લકવાથી બચવા માટે પણ વેક્સિન જરૂરી છે.

નવાં રિસર્ચ પ્રમાણે, સંશોધકોને 3,48,000 કોરોના પીડિતોમાં 284 બેલ્સ પોલ્સીના દર્દીઓ મળ્યા. તેમાંથી 54% દર્દીઓમાં બેલ્સ પોલ્સીની હિસ્ટ્રી નહોતી. 46% દર્દી પહેલાંથી જ આ બીમારીથી પીડિત હતા.

શું છે બેલ્સ પોલ્સી
બેલ્સ પોલ્સી માંશપેશીઓમાં નબળાઈ અને પેરાલિસિસ (લકવા) સંબંધિત બીમારી છે. તેની અસર દર્દીના ચહેરા પર દેખાય છે. દર્દીના અડધા ચહેરાની સ્માઈલ પર અસર થાય છે અને એક આંખ બંધ નથી થઈ શકતી. ચહેરાની માંસપેશીઓ નબળી પડી જાય છે અને અડધા ચહેરાની ચામડી લટકેલી નજર પડે છે.

  • આવાં લક્ષણ કેટલાક સમય સુધી રહે છે, સારવાર સાથે તે ધીરે ધીરે રિકવર થવા લાગે છે. 6 મહિનામાં રિકવરી થઈ જાય છે. કેટલાક દર્દીઓમાં તેનાં લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે છે.
  • ચહેરા પર લકવા થવાનું કારણ શું છે તે અત્યાર સુધી માલુમ કરી શકાયું નથી. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, શરીરમાં રોગોથી બચવા માટે ઈમ્યુન સિસ્ટમમાં ઓવર રિએક્શન થવાથી સોજો થાય છે અને નર્વ ડેમેજ થાય છે. તેને કારણે ચહેરાની મૂવમેન્ટ પર ખરાબ અસર થાય છે.
  • જોન્સ હોપ્કિન્સ હોસ્પિટલના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, બેલ્સ પોલ્સીનુંકનેક્શન ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઈન્જરી અથવા સંક્રમણ થઈ શકે છે.
  • અમેરિકામાં દર વર્ષે 1 હજાર લોકોમાં તેના 15થી 30 કેસ સામે આવે છે.

વેક્સિન ટ્રાયલમાં કેસ સામે આવ્યા
ફાઈઝર અને મૉડર્નાની કોવિડ વેક્સિનના ટ્રાયલમાં બેલ્સ પોલ્સીના કેસ સામે આવ્યા. કોરોનાના આશરે 74,000 દર્દીઓમાંથી 37 હજાર લોકોએ વેક્સિન લીધી હતી. તેમાંથી 8ને બેલ્સ પોલ્સીની બીમારી હતી.

અન્ય સમાચારો પણ છે...