હેલ્થ અલર્ટ:કોવિડથી રિકવર થયેલાં દર્દીઓએ દિવાળીના પ્રદૂષણથી બચવું જરૂરી, એક્સપર્ટ પાસેથી જાણો હેલ્ધી રહેવાની ટિપ્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાણાયામ કરી ફેફસાંની ક્ષમતા વધારો
  • પલ્સ ઓક્સીમીટરથી દિવસમાં એક વાર ઓક્સીજન લેવલ ચેક કરો

રિસર્ચમાં સાબિત થયું છે કે કોરોનાથી રિકવર થઈ ગયા બાદ પણ દર્દીઓના ફેફસાં સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેતા નથી. ફેફસાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં ઘણો ટાઈમ લાગે છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે તેમણે ફેફસાંનાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ગ્લોબલી દર વર્ષે 40 લાખ લોકો શ્વાસની બીમારીને કારણે અકાળે મૃત્યુ પામે છે. કોવિડ બાદ ફેફસાંની બીમારીના કેસ વધ્યા છે. મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના પલ્મોનોલોજી એન્ડ ક્રિટિકલ કેર વિભાગના સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. હરીશ ચાફલે પાસેથી જાણો કોવિડ બાદ ફેફસાં કેવી રીતે સ્વસ્થ રાખવા જોઈએ અને દિવાળીના પ્રદૂષણથી કેવી રીતે બચશો.

ખુલ્લી જગ્યાએ એક્સર્સાઈઝથી બચો

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, શિયાળામાં સવારે અને સાંજે પ્રદૂષણનું લેવલ વધારે હોય છે. એક્સર્સાઈઝ કરવી હોય તો બંધ રૂમમાં એક્સર્સાઈઝ કરો. રૂમમાં વેન્ટિલેશન હોય તેનું ખાસ ધ્યાન રાખો. એક્સર્સાઈઝ કરી તરત ઘરની બહાર નીકળવાનું ટાળો.

સ્પાઈરોમેટ્રીનો ઉપયોગ કરો
સ્પાઈરોમેટ્રીથી ફેફસાં મજબૂત કરો. આ એક ફેફસાંની એક્સર્સાઈઝ છે. વારંવાર શ્વાસ ફૂલી જવાની તકલીફ થતી હોય તો સ્પાઈરોમેટ્રીનો ઓપ્શન સારો છે. સ્પાઈરોમેટ્રી એક ડિવાઈસ હોય છે જેમાં ફૂંક મારી ફેફસાંની કાર્યક્ષમતા વધારવામાં આવે છે.

માસ્ક જરૂર પહેરો
કોરોના બાદ ફેફસાંની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો માસ્ક જરૂર લગાવો. તે પ્રદૂષણ સાથે વાઈરસ સામે પણ રક્ષણ આપશે.

પલ્સ ઓક્સીમીટરનો ઉપયોગ
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, શિયાળામાં ઠંડીને કારણે શ્વાસનળી સંકોચાઈ જવાથી ઓક્સીજન લેવલ તપાસવું જરૂરી છે. ચોક્કસ લેવલ જાણવા માટે પલ્સ ઓક્સીમીટરનો ઉપયોગ કરો. દિવસમાં મિનિમમ એક વાર જરૂર પલ્સ ઓક્સીમીટરથી ઓક્સીજન લેવલ ચકાસો.

ડીપ બ્રિધિંગ એક્સર્સાઈઝ કરો

ફેફસાં મજબૂત કરવા માટે ડીપ બ્રિધિંગ એક્સર્સાઈઝ ઘણી કામની છે. પ્રાણાયામમાં અનુલોમ વિલોમ સામેલ કરો. તેનાથી ફેફસાંની કેપેસિટી વધે છે. હંમેશાં ખાલી પેટ પ્રાણાયામ કરો. મિનિમમ 10 મિનિટ પ્રાણાયામ કરો. અનુલોમ વિલોમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે.