ટૂંક સમયમાં બ્લડ શુગર ચેક કરવા માટે દર્દીઓને સોયની પીડા સહન નહીં કરવી પડે. ઓસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ એવી સ્ટ્રિપ બનાવી છે કે મનુષ્યની લાળ ચેક કરીને જણાવશે કે શુગરનું લેવલ વધારે છે કે ઓછું. હાલ સોયથી આંગળીનું બ્લડ લઈને ગ્લુકોઝ મોનિટરમાં તપાસ થાય છે. માર્કેટમાં નવી સ્ટ્રિપ આવી હતા દર્દીઓને દુખાવો સહન નહીં કરવો પડે.
આ વર્ષે પ્રોડક્શન શરુ થશે
આ ખાસ સ્ટ્રિપ ઓસ્ટ્રેલિયાની ન્યૂકેસલ યુનિવર્સીટીએ બનાવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી તેમને કુલ 35 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. ફંડ મોટું હોવાથી વધારે ટેસ્ટિંગ કિટ બનાવવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ પૂરું થયા પછી કિટ બનાવવાની પ્રોસેસ શરુ થઈ જશે. વર્ષ 2023 સુધીમાં સ્ટ્રિપ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સ્ટ્રિપ ફાર્મસી સ્ટોર પરથી ખરીદી શકાશે.
સ્ટ્રિપ આ રીતે કામ કરશે
બાળકોમાં બ્લડ શુગરનાં ટેસ્ટ પરથી આવો આઈડિયા આવ્યો
સંશોધક પોલ દસ્તુરે કહ્યું, આ સ્ટ્રિપ રેડી કરવાની પ્રેરણા મને મારી પત્ની પાસેથી મળે, તે એક સ્કૂલ ટીચર છે અને બાળકોની બ્લડ શુગર મોનિટર કરે છે. લંચ બ્રેક વાગતા જ બાળકો મેદાનમાં રમવા ભાગે છે, પરંતુ અમુક બાળકો પરત આવે ત્યારે બ્લડ સેમ્પલ લઈને શુગરનું લેવલ ચેક કરવામાં આવે છે. અમે ઇચ્છતા હતા કે ટેસ્ટિંગની રીત એવી હોય જે જેનાથી થોડો પણ દુખાવો ના થાય. આ નવી રીત લો-કોસ્ટ છે
સ્ટ્રિપનો આકાર ચ્યુઇંગ ગમ જેવો છે
સંશોધકે કહ્યું, સ્ટ્રિપમાં બાયોસેન્સર લગાવેલા છે. તેને લીધે કેમિકલ રિએક્શન થતા સિગ્નલ જનરેટ થાય છે. આ ચિપનો આકાર ચ્યુઇંગ ગમ જેટલો હોય છે અને તે સ્લિમ છે. તેમાં એક ટ્રાન્ઝિસ્ટર મૂકેલું છે. તેમાં ગ્લુકોઝ ઓક્સિડેઝ ઇન્ઝાઈમ હાજર રહે છે. તે લાળમાં હાજર ગ્લુકોઝ સાથે મળીને રિએક્શન કરે છે અને હાઈડ્રોજન પર ઓક્સાઈડ બનાવે છે. તે સિગ્નલ મોકલવાનું કામ કરે છે અને એપ પર પરિણામ આવી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.