• Gujarati News
  • Lifestyle
  • Health
  • Patients Are Getting Severe Back Pain Even After Recovery From Omicron, Know The Reason And Treatment From The Doctor

ઓમિક્રોન આફ્ટર ઈફેક્ટ:નવાં વેરિઅન્ટથી રિકવરી પછી પણ પીઠ અને કમરના દુખાવાની ગંભીર સમસ્યા, જાણો તેના કારણો અને ઉપાય

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો સમય જતા આ પીઠનો દુખાવો લોન્ગ ટર્મ માટે રહી શકે છે
  • વિટામિન-D3 અને કેલ્શિયમની ઊણપને કારણે પણ પીઠમાં દુખાવો રહે છે

કોરોનાના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનને દુનિયાભરના નિષ્ણાતો માઈલ્ડ ઈન્ફેક્શન ગણાવી રહ્યા છે, પરંતુ તેનાથી રિકવર થયા બાદ લોકોના શરીરમાં દુખાવો રહી જાય છે. મોટાભાગના લોકોમાં પીઠ અને કમરના દુખાવાની સમસ્યા રહે છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે આવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પીઠનો દુખાવો કેટલો જોખમી?
ફિઝિશિયન ડૉ. હેમંત ઠાકર જણાવે છે કે, જે રીતે ડેન્ગ્યુ થાય ત્યારે શરીરમાં અસહનીય દુખાવો થાય છે તેમ ઓમિક્રોનની રિકવરી પછી પણ પીઠમાં તીવ્ર દુખાવાની સમસ્યા રહે છે.
જે જે હોસ્પ્ટિલના ડૉ. હેમંત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, જે લોકોને પહેલાંથી પીઠ અને કમરનો દુખાવો હોય તેમને ઓમિક્રોન થાય તો સમસ્યા વધુ વણસી જાય છે. સંક્રમણથી રિકવર થયા પછી પણ આ દુખવાથી જલ્દી છૂટકારો મળતો નથી.

મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના ડૉ. હરીશ ચાફલે જણાવે છે કે, વાઈરલ ઈન્ફેક્શન દરમિયાન શરીરમાં દુખાવો અને તાવ સામાન્ય વાત છે. જોકે ઓમિક્રોનથી રિકવરી પછી પણ લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. મોટા ભાગના દર્દીઓ આ સમસ્યાને નબળાઈ ગણી લેતા હોય છે.

ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનમાં દુખાવો ગંભીર
ડૉ. ચાફલે જણાવે છે કે, ઓમિક્રોન રિકવરી પછી પીઠમાં દુખાવાની ઓળખ જીનોમ સીક્વન્સિંગથી કરી શકાય છે. આ પ્રક્રિયા ઘણી મોંઘી હોવાથી ઓમિક્રોન પોસ્ટ રિકવરી સમસ્યા વિશે વઘારે માહિતી બહાર આવી નથી. બની શકે આ વેરિઅન્ટને કારણે શરીરની માાંસપેશીઓમાં વધારે સોજા આવતા હોય પરંતુ હજુ તેની પુષ્ટિ ન થઈ હોય.

ડૉ. ચાફલેના જણાવ્યા પ્રમાણે, યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો સમય જતા આ દુખાવો લોન્ગ ટર્મ બની શકે છે. ભવિષ્યમાં પોશ્ચર સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી કોવિડથી રિકવર થયા બાદ થતા પીઠના દુખાવાની અવગણના ન કરવી જોઈએ.

ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીએ ઓમિક્રોનના કેસમાં શારીરિક દુખાવો વધારે જોવા મળી રહ્યો છે. આ વેરિઅન્ટ માંસપેશીઓની રચનામાં નકારાત્મક અસર કરે છે, પરંતુ આ વેરિઅન્ટ વિશે કશું પણ કહેવું ઉતાવળ ગણાશે.

ઓમિક્રોનથી રિકવરી પછી પીઠના દુખાવાથી આ રીતે છૂટકારો મેળવો
કોરોનાની એન્ટ્રી થયા બાદ મોટા ભાગનો સમય ઘરે જ પસાર કરવાને કારણે શરીરમાં વિટામિન D3ની ઊણપ સર્જાઈ રહી છે. તેને કારણે કમરમાં દુખાવો થઈ શકે છે. ડૉ. ચાફલે જણાવે છે કે, સૌ પ્રથમ શરીરમાં વિટામિન-D3ની માત્રાની તપાસ થવી જોઈએ. ઊણપ જણાય તો સપ્લિમેન્ટ્સ લઈ શકો છો. શરીરમાં કેલ્શિયમની માત્રા પણ પૂરી કરો. ઝડપી રિકવરી માટે આ ટિપ્સ ફોલો કરો

  • ક્વૉરન્ટીન પીરિયડમાં સૂતેલા ન રહો. શરીરનું રેગ્યુલર સ્ટ્રેચિંગ કરો.
  • પીઠની માંસપેશીઓ મજબૂત થાય તે માટે ઘરે જ હળવી એક્સર્સાઈઝ કરો.
  • બેસો ત્યારે યોગ્ય પોશ્ચરનું ધ્યાન રાખો.
  • દુખાવો થાય તો મસાજ કરો.
  • ઓનલાઈન ફિઝિયોથેરપિસ્ટની મદદ લો.
  • શરીરને આરામ આપો. ઉતાવળે કોઈ કામ ન કરો.
  • શરીરને હાઈડ્રેટ કરવા પાણી, સૂપ અને જ્યૂસનું સેવન કરો.
  • વધારે દુખાવો થાય તો આપમેળે સારવાર કરવાને બદલે ડૉક્ટરની સલાહ લો.
અન્ય સમાચારો પણ છે...