બાળકને સમયાંતરે વેક્સિન અપાવો:આંશિક રીતે વેક્સિન લેનારા 8 મહિનાનાં બાળકનું મોત, જાણો બાળકો માટેની સૌથી મહત્વની વેક્સિનનાં નામ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આંશિક રીતે વેક્સિન લેનારા 8 મહિનાનાં બાળકનું બુધવારનાં રોજ ઓરીનો ચેપ લાગવાનાં કારણે મોત નીપજ્યું હતું. એક દિવસ પહેલાં મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં વાઈરલ ઈન્ફેક્શનનાં કારણે નાલાસોપારાનાં એક વર્ષનાં બાળકનું મોત થયું હતું. હાલમાં મુંબઇનાં અને તેની આસપાસનાં વિસ્તારોમાં ઓરી ફાટી નીકળવાનાં કારણે અત્યાર સુધીમાં 12 જેટલા બાળકોનાં મોત નીપજ્યાં છે.

મુંબઇનાં અને તેની આસપાસનાં વિસ્તારોમાં ઓરી ફાટી નીકળવાનાં કારણે 12 જેટલા બાળકોનાં મોત નીપજ્યાં
મુંબઇનાં અને તેની આસપાસનાં વિસ્તારોમાં ઓરી ફાટી નીકળવાનાં કારણે 12 જેટલા બાળકોનાં મોત નીપજ્યાં

ઓરીની સમસ્યા એક વાઈરસનાં કારણે થાય છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિને ઉધરસ આવે અથવા છીંક આવે ત્યારે સરળતાથી ફેલાય છે અને નાના બાળકો માટે પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે. ઓરીનાં લક્ષણોમાં તાવ, સૂકી ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક, ફોલ્લીઓ વગેરેનો સમાવેશ થાય છે અને તે વાઈરસનાં સંપર્કમાં આવ્યાનાં 10-14 દિવસ પછી દેખાય છે. આ બીમારીનો કોઈ સચોટ ઈલાજ નથી પણ 9-16 વર્ષની ઉંમરે આ બીમારી ભવિષ્યમાં ન થાય તે માટે MMR વેક્સિન આપવામાં આવે છે.

બાળકોને MMR વેક્સિનનાં બે ડોઝ લેવાની ભલામણ કરવામાં આવે છે. પહેલો ડોઝ 12 થી 15 મહિનાની ઉંમરે અને બીજો ડોઝ 4 થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. કિશોરો અને પુખ્ત વયનાં લોકો પણ આ MMR વેક્સિનને લઈને અપ-ટુ-ડેટ માહિતી ધરાવતા હોવા જોઈએ.બાળકોને જીવલેણ બીમારીઓથી બચાવવામાં વેક્સિનેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ આપણે સૌ જાણીએ છીએ. એક્સપર્ટ સાથે જ્યારે આ કિસ્સાઓ અંગે વાત કરવામાં આવી ત્યારે તેઓએ અમુક મહત્વપૂર્ણ રસીઓનાં નામ આપ્યા કે, જે બાળકોને મળવી જ જોઇએ.

બાળકોને જીવલેણ બીમારીઓથી બચાવવામાં વેક્સિનેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
બાળકોને જીવલેણ બીમારીઓથી બચાવવામાં વેક્સિનેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

બાળકો માટેની સૌથી મહત્વની વેક્સિન :

  • ક્ષયની બીમારી માટે BCG કે, જે જન્મ સમયે આપવામાં આવે છે.
  • ‘સિક્સ ઈન વન વેક્સિન’ તરીકે ઓળખાતી કોમ્બો વેક્સિન ડિપ્થેરિયા, ઉધરસ, ટેટનસ, હિપેટાઇટિસ-બી, હીમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા વેક્સિન અને પોલિયો સામે કામ કરે છે. આ વેક્સિન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બાળકનાં જન્મનાં 6 અઠવાડિયા, 10 અઠવાડિયા અને 14 અઠવાડિયાની અંદર આપવામાં આવે છે. બૂસ્ટર ડોઝ 15 મહિના અને 5 વર્ષની ઉંમરે આપવામાં આવે છે.
  • ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલાની વેક્સિન 9 મહિના અને 15 મહિનાની અંદર આપવામાં આવે છે જ્યારે બૂસ્ટર શોટ 5 વર્ષની ઉંમરે આપવામાં આવે છે.
  • ખાનગી અને સાર્વજનિક હોસ્પિટલોમાં ન્યુમોકોકલ વેક્સિનેશન સરળતાથી ઉપલબ્ધ છે.
  • રોટાવાઇરસ ડાયેરિયા સામે રોટાવાઇરસ વેક્સિનેશન પણ સરળતાથી ઉપલબ્ધ છે.
  • ચિકન પોક્સ, હિપેટાઇટિસ-A અને ટાઇફોઇડ જેવી બીમારીઓ સામે વધુ સુરક્ષા માટે પણ બીજી વધારાની વેક્સિન આપવામાં આવે છે.