સંશોધકોનો દાવો:પેરેન્ટ્સ સ્કૂલના બાળકોના લંચ બોક્સમાં જંક ફૂડ પેક કરી રહ્યા છે, 60માંથી માત્ર 1 લંચ બોક્સ પૌષ્ટિક હોય છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૌષ્ટિક ખોરાક લેતા બાળકો એકાગ્ર થઈ અભ્યાસ કરે છે

બાળકોને લંચમાં શું આપવું અને શું નહીં તે દરેક માતા માટે ચિંતાનો વિષય હોય છે. જોવામાં આવે છે કે બાળકોને માર્કેટનું વધારે તેલવાળુ ખાવાનું પસંદ હોય છે, પરંતુ તે ઘણી વખત સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. તાજેતરમાં ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલા એક રિસર્ચના પરિણામ દર્શાવે છે કે 60માંથી માત્ર એક બાળકના સ્કૂલ લંચ બોક્સનું ખાવાનું પૌષ્ટિક હોય છે.

લીડ્સ યુનિવર્સિટીના સંશોધનના અનુસાર, એક તૃતિયાંશ બાળકોના લંચ બોક્સમાં ખાંડનું પ્રમાણ વધારે હતું. તેમજ અડધા બાળકોના લંચમાં ફળ સામેલ હતા. માત્ર 20% બાળકોના લંચ બોક્સમાં લીલી શાકભાજી સામેલ હતી. ટિફિનમાં આપવામાં આવતીસેન્ડવિચની સફેદ બ્રેડમાં જામ અને ચોકલેટ લગાવવામાં આવી હતી. આ ખુલાસા પછી બ્રિટનની એક સંસ્થા સ્કૂલોની સાથે જોડાઈને માતા-પિતાને એ શીખવાડવાનો પ્રયાસ કરી રહી છે કે બાળકોને લંચમાં બોક્સમાં શું આપવું જોઈએ.

પૌષ્ટિક ખોરાક લેતા બાળકો એકાગ્ર થઈ અભ્યાસ કરે છે
નેશનલ ઓબેસિટી ફોરમના ટેમ ફ્રાયના અનુસાર, જો બાળક જંક ફૂડના બદલે પૌષ્ટિક ભોજન કરે છે તો તે એકાગ્ર થઈ અભ્યાસ કરી શકે છે. પૌષ્ટિક ભોજન કરનારા બાળકો સ્કૂલમાં ટીચર્સ દ્વારા સમજાવવામાં આવતી દરેક વાતને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. તેનાથી બાળકનો સંપૂર્ણ વિકાસ થાય છે.