હેલ્થ ટિપ્સ:વજન ઘટાડવા અને આંખને સ્વસ્થ રાખવા માટે પપૈયું ફાયદાકારક છે, પરંતુ લીબું અને દહીં સાથે ખાવાથી નુકસાનકારક

3 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

પપૈયાં કાચા હોય કે પાક્કા, પેટના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. વર્ષોથી બારેમાસ માર્કેટમાં જોવા મળતા પપૈયાં સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે. પાકા પપૈયાંનું જ્યુસ પીઓ કે પછી કાચા પપૈયાંનું શાક હોય સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે. પપૈયાંના ફાયદા વિશે તો આપણે બધા જાણીએ છીએ પરંતુ શું તમને પપૈયાંના ગેરફાયદા વિશે ખબર છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદ એક્સપર્ટ ડો. આર.પી. પરાશર પપૈયાંના ફાયદા અને નુકસાન વિશે જણાવી રહ્યા છે.

પપૈયાંના ફાયદા
પપૈયાંનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય પપૈયું ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આંખો માટે જરૂરી વિટામિન A પપૈયામાં ભરપૂર હોય છે. પપૈયું જ એક એવું ફળ છે જે દરેક સિઝનમાં બજારમાં સરળતાથી મળી રહે છે.
પપૈયાંમાં વિટામિન એ, વિટામિન સી, નિયાસિન, મેગ્નેશિયમ, કેરોટીન, ફાઈબર, ફોલેટ, પોટેશિયમ, કોપર, કેલ્શિયમ અને ઘણાં પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. પપૈયાંનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે થાય છે. આ એક એવું ફળ છે જે કાચું અને પાક્કું બંને રીતે ખાઈ શકાય છે. પપૈયાંના પાનનો ઉપયોગ આયુર્વેદિક દવામાં પણ થાય છે. પપૈયાંને ડાયટમાં સામેલ કરીને વજનને ટ્રોલ કરી શકો છો, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જેનાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

ડાઇઝેશન
પપૈયાંના આ ફાયદા તો બધા જાણે છે કે તે પાચનમાં ખૂબ જ ફાયદાકારક છે. પપૈયાંના સેવનથી શરીરને અનેક પોષણ મળે છે. તો બીટા કેરોટીન, વિટામિન-ઇ અને ફોલેટ હોય છે, જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

પપૈયું ખાતી વખતે ધ્યાન રાખો કે બીજ ન હોઈ.
પપૈયું ખાતી વખતે ધ્યાન રાખો કે બીજ ન હોઈ.

વજન કંટ્રોલમાં રહે
પપૈયાંના સેવનથી વજન ઓછું થાય છે. પપૈયાંમાં કોલસ્ટ્રોલ બિલકુલ પ્રમાણમાં ન હોય વજન ઓછું થાય છે. પપૈયાંમાં 120 કેલેરી, વિટામિન સી, ફોલેટ અને પોટેશિયમ હોય છે.

ઇમ્યુનિટી વધારે
પપૈયું ખાવાથી વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળે છે. જેનાથી સફેદ કોષોનું નિર્માણ થાય છે. પપૈયાંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન, વિટામીન A અને E ઇમ્યુનિટી વધારે છે તેથી ઘણી બીમારીઓને દૂર થાય છે.

પપૈયાંમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પપૈયાંમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આંખ સ્વસ્થ રહે
પપૈયાંમાં વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય આંખોને ફાયદો થાય છે. પપૈયાંમાં કેરોટીનોઈડ લ્યુટીન હોય છે, જે ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતી બ્લુ લાઈટથી આંખનું રક્ષણ કરે છે.

કેન્સરથી બચાવે છે
પપૈયાંમાં રહેલા લાઈકોપીન, કેરોટીનોઈડ્સ, એન્ટી ઓક્સીડેન્ટ્સ, બીટા-ક્રિપ્ટોક્સેન્થિન અને બીટા કેરોટીન કેન્સર સામે સુરક્ષા આપે છે.

પપૈયાં ખાવાનો છે આ સાચો સમય
પપૈયાં ખાવા માટે પણ સમય હોય છે. હંમેશા સવારના સમયે જ પપૈયું ખાવું જોઈએ. સાંજે જમ્યા બાદ ક્યારે પણ ન ખાવું જોઈએ. ફાઈબરયુક્ત હોવાને કારણે પચવામાં થોડી મુશ્કેલી પડે છે. સવારના સમયે પપૈયું ખાવાથી બરાબર પછી જાય છે.

પપૈયાંથી થતું નુકસાન

  • પપૈયાંથી બીપી લો થઇ શકે છે, જેથી બીપીના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ ખાવું જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ જ પપૈયું ખાવું જોઈએ.
  • ઘણાં લોકોને પપૈયાંથી એલર્જી થઇ શકે છે. જેમાં સોજો, ચક્કર આવવા, માથાનો દુખાવો અને ખંજવાળની સમસ્યા થઇ શકે છે.
  • જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય તે લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

ખાલી પેટે પપૈયાંનું સેવન કરવું જોઈએ?
માનવામાં આવે છે કે, પપૈયાંમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે.પપૈયું પણ એક એવું ફળ છે જેમાં સ્વાદ અને પોષણ બંને સૌથી વધુ હોય છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો સવારે ખાલી પેટે કેટલાક ફળ ખાવામાં આવે તો શરીરને વધુ ફાયદા મળી શકે છે અને પપૈયાના કિસ્સામાં આ વસ્તુ 100% સાચી છે.પપૈયાને ખાલી પેટ ખાવામાં આવે તો તે શરીરના ઝેરી તત્વોને દૂર કરે છે.

સ્વાદિષ્ટ પપૈયાની રેસિપિ
પપૈયું પાચન માટે ખૂબ જ સારું છે અને તમે તેમાંથી ઘણી વાનગીઓ બનાવી શકો છો. જો તમે ઓછી કેલરીવાળો ખોરાક ખાવા માંગતા હોવ તો પપૈયાની રેસીપી અચૂક ટ્રાય કરી શકો છો.

પાકેલા પપૈયાની ટેસ્ટી રેસીપી
પાકેલા પપૈયામાંથી પણ ઘણી ટેસ્ટી રેસિપી બનાવી શકાય છે.

આ વસ્તુ સાથે ન ખાઓ પપૈયું
પપૈયું વધારે ખાવાથી નુકસાન થાય છે. અમુક વસ્તુઓ સાથે તેનું સેવન બિલકુલ ન કરો. જાણો, કઈ વસ્તુઓ સાથે ન ખાવી જોઈએ.

લીંબુ સાથે ન ખાઓ
સલાડમાં પપૈયાનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ લીંબુનો રસ મિક્સ ન કરવો જોઈએ. લીંબુ અને પપૈયાનું એકસાથે સેવન કરવાથી નુકસાન થઇ શકે છે.

આ ફળ સાથે ના ખાઓ
પપૈયાને ખાટા ફળો સંતરા, મોસંબી,કીવી સાથે ન ખાવું જોઈએ.

દહીં અને પપૈયું
દહીં અને પપૈયું ક્યારે પણ સાથે ન ખાવું જોઈએ.

આ વાતનું રાખો ધ્યાન
એક વાટકી પપૈયાનું સેવન કરવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે, પરંતુ વધુ પપૈયા ખાવાથી નુકસાન થાય છે. પપૈયાંમાં રહેલું એન્ઝાઇમ પેપેન એલર્જીકને કારણે સોજો, ચક્કર, માથાનો દુખાવો અને ત્વચા પર લાલ ધબ્બા થઇ શકે છે.

પપૈયામાંથી ઘરે જ બનાવો એન્ટી એજિંગ ફેસ પેક
સમયની સાથે-સાથે ત્વચાનો નેચરલ ગ્લો ગાયબ થઇ જાય છે. ચમકદાર અને કોમળ ત્વચા માટે તમે પપૈયાનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવી શકો છો. તે ત્વચાને કુદરતી ચમક આપે છે.

ડિસ્ક્લેમર :
આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.