સંશોધન / પાકિસ્તાનના ડોક્ટરે મીઠાના ઉપયોગથી સસ્તી કૃત્રિમ ત્વચા વિકસાવી

Pakistan doctors developed cheap synthetic skin using salt

  • એસિડ અટેકથી પીડાતા લોકો માટે આ સંશોધન ફાયદાકારક
  • 63 હજાર રૂપિયામાં થતી સારવારનો ખર્ચ હવે ફક્ત 350 રૂપિયા

Divyabhaskar.com

Jul 10, 2019, 11:44 AM IST

અજબ-ગજબ ડેસ્ક: એસિડ અટેકના પીડિતોની સારવાર માટે પાકિસ્તાનના એક ડોક્ટરે ક્રાંતિકારી શોધ કરી છે. આનાથી એસિડ અટેકના પીડિતોને બહુ ઓછા ખર્ચે સારવાર ઉપલબ્ધ થઇ શકશે. અત્યારના સમયમાં જો કોઈ દાઝી જાય તો તેની સારવાર માટે શરીરના બીજા ભાગમાંથી ચરબી કાઢવામાં આવે છે અથવા કોઈ ડોનર દ્વારા ચરબી લેવામાં આવે છે.


ડોનર દ્વારા અપાનારી ત્વચાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવી પણ એક મોટો પડકાર છે. તેથી, ડોક્ટર લેબમાં બનાવાયેલી કૃત્રિમ ત્વચાનો દાઝેલા ભાગની સારવાર માટે ઉપયોગ કરે છે. સામાન્ય રીતે આ સારવારની કીંમત પ્રતિ સ્ક્વેર ઇંચ લગભગ 63 હજાર રૂપિયા પડે છે. ગામડા અથવા નાના શહેરોમાં એસિડ અટેકનો શિકાર બનનાર મધ્યમ વર્ગની મહિલાઓ આ ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી હોતી. તેથી, પાકિસ્તાનમાં લાહોરના એક ડોક્ટર રઉફ એહમદે એક અત્યંત સસ્તી સારવાર શોધી કાઢી છે. આ સંશોધનથી મોંઘી કૃત્રિમ ત્વચાનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળી જશે.


લેબોરેટરીમાં કૃત્રિમ ત્વચા કોષ બનાવવા માટે ટ્રાઇપીઝાઇન એન્ઝાઇમનો ઉપયોગ કરવામાં આવતો હતો. ડો. રઉફે આના બદલે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠાનો ઉપયોગ કરીને ત્વચા બનાવી. ડોક્ટરનું કહેવું છે કે આ ઉપલબ્ધિથી કૃત્રિમ ત્વચા બનાવવાનો ખર્ચ ઘટીને માત્ર 350 રૂપિયા (5 ડોલર) પ્રતિ ઇંચ થઈ ગયો છે. આટલું જ નહીં, આ પ્રકારે બનેલી ત્વચાને બે વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય છે. આ કૃત્રિમ ત્વચાનું પ્રાણીઓ પર સફળ પરીક્ષણ કર્યાં બાદ ગયા વર્ષ ઓક્ટોબરમાં તેમણે એસિડ અટેકથી પીડિત લોકો પર પરીક્ષણ શરુ કર્યું. આગામી બે મહિનામાં આ પરીક્ષણ પૂરું થઇ જશે. ડો. રઉફના કેહવા પ્રમાણે પરીક્ષણનાં પરિણામ સારાં રહ્યાં છે. લાહોરની યુનિ.ઓફ હેલ્થ સાયન્સના વીસી. પ્રો. જાવેદ ઇકરામે કહ્યું કે પાકિસ્તાનમાં બનેલી આ કૃત્રિમ ત્વચા ગુણવત્તામાં સૌથી સારી છે.

X
Pakistan doctors developed cheap synthetic skin using salt
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી