તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WHOનું અલર્ટ:વેક્સિન લેતાં પહેલાં પેનકિલર્સ લેવાના હો તો સાવચેત થઈ જજો, તે રસીની અસર ઓછી કરી શકે છે; આડ અસર દેખાય તો એક્સપર્ટની સલાહ લઈ દવા લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાયરોલોજી નામની મેડિકલ જર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, પેનકિલર ઈમ્યુન રિસ્પોન્સમાં અવરોધ લાવી શકે છે
  • WHOના જણાવ્યા પ્રમાણે, વેક્સિન લીધા બાદ દુખાવો, તાવ, માથાનો દુખાવો અને માંસપેશીઓમાં દુખાવો હોય તો જ પેનકિલર્સ લેવી જોઈએ

વેક્સિન લેતાં પહેલાં પેનકિલર્સ લેવાની વાત સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાતા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ તેની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. WHOએ આ પ્રકારની સોશિયલ અફવાહનું ખંડન કર્યું છે. WHOનું કહેવું છે કે આ દવા વેક્સિનની આડઅસર ઓછી કરે છે તેવો દાવો ખોટો છે.

વેક્સિનની અસર ઓછી થઈ શકે છે

યુરોન્યૂઝને આપેલા એક નિવેદનમાં WHOએ કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેતાં પહેલાં પેનકિલર લેવાની સલાહ આપવામાં આવી નથી. આમ કરવાથી વેક્સિનની અસર ઓછી થઈ શકે છે. આડઅસર રોકવા માટે વેક્સિનેશન પહેલાં પેરાસિટામોલ જેવી પેનકિલર્સ લેવાની વાતનો પણ ક્યાંય ઉલ્લેખ થયો નથી.

આવી સ્થિતિમાં જ પેનકિલર્સ લઈ શકાય

WHOના જણાવ્યા પ્રમાણે, વેક્સિન લીધા બાદ દુખાવો, તાવ, માથાનો દુખાવો અને માંસપેશીઓમાં દુખાવો હોય તો જ પેનકિલર્સ લેવી જોઈએ. તે પણ ડૉક્ટરની સલાહ લીધા બાદ. વેક્સિન લીધા બાદ કેટલાક લોકોને હાથમાં સોજો, માથાનો દુખાવો, થાક જેવી સામાન્ય આડઅસરો જોવા મળી શકે છે. આમ થાય તો ડૉક્ટરની સલાહ લો.

લક્ષણો ન દેખાય ત્યાં સુધી દવા ન લો
ટ્રિનિટી કોલેજ ડબલિયનના પ્રોફેસર લ્યુક ઓ'નીલ કહે છે કે, વેક્સિન લગાવ્યા બાદ જ્યાં સુધી કોઈ લક્ષણ ન દેખાય ત્યાં સુધી કોઈ પણ દવા લેવાની જરૂર નથી. જો પહેલાંથી કોઈ પ્રકારની દવા લઈ રહ્યા છો તો વેક્સિન લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો.

ડૉક્ટર્સ કેટલાક જ લોકોને એન્ટિહિસ્ટામાઈન્સ દવા લેવાની સલાહ આપે છે, જેથી સ્કિન પર થનારા રેશિસ અને એલર્જી રોકી શકાય. આ સિવાય વેક્સિન લેતાં પહેલાં સામાન્ય લોકોને કોઈ પણ દવા લેવાની જરૂર નથી.

જર્નલ 'વાયરોલોજી'માં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, દુખાવો ઓછો કરતી દવાઓ ઈમ્યુન રિસ્પોન્સમાં અવરોધ લાવી શકે છે. આમ થવા પર શરીરમાં એન્ટિબોડીઝ ઓછી સંખ્યામાં બને છે. ઉંદરો પર કરવામાં આવેલાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...