તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યારે કેન્સર ટેસ્ટ કરાવવો:પેશાબ કરવામાં દુખાવો થવો અને સ્કિન પર દેખાતા ડાઘ વધી જાય તો તે કેન્સરની તરફ ઈશારો કરે છે, જાણો કેન્સરનાં કયા લક્ષણો દેખાવા પર તપાસ કરાવવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્સરના ઘણા લક્ષણો એવા છે જે બીજી બીમારીઓ સાથે મળતા આવે છે. જેમ કે, પેશાબ કરતા સમયે દુખાવો થવો. આવા ઘણા લક્ષણો કેન્સરની તરફ ઈશારો કરે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેન્સરના કેટલાક ખાસ લક્ષણ દેખાય તો પુરુષોએ કેટલાક ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ. તેનાથી કેન્સરનું જોખમ પણ ઘટાડી શકાય છે. જાણો કયા લક્ષણ કયા પ્રકારનાં કેન્સરની તરફ સંકેત દર્શાવે છે...

પ્રોસ્ટેટ કેન્સર

  • સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 45 વર્ષની ઉંમર બાદ રહે છે. પરંતુ ઓછી ઉંમરમાં પણ ખરાબ જીવનશૈલી અથવા ફેમિલી હિસ્ટ્રીના કારણે તેના કેસ સામે આવે છે. પેશાબ કરવામાં મુશ્કેલી અથવા દુખાવો થવો, તે કેન્સરની તરફ ઈશારો કરે છે.
  • જરૂરી તપાસઃ સ્વાસ્થ વ્યક્તિને પણ ફેમિલી હિસ્ટ્રી હોય તો રૂટિનમાં છ મહિનાના અંતરાળ અથવા વર્ષમાં એક વખત ડિજિટલ રેક્ટલ એક્ઝામ અને પ્રોસ્ટેટ સ્પેસિમેન એન્ટિજન ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ.

ટેસ્ટિક્યુલર કેન્સર

  • શુક્રાણુઓનું નિર્માણ કરતા અંડકોષ સાથે સંકળાયેલ આ કેન્સર ભાગ્યે જ જોવા મળે છે. તેના મોટાભાગના કેસ 20થી 54 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળે છે.
  • જરૂરી તપાસઃ વ્યક્તિને અંડકોષમાં સોજો અને તેના આકારમાં ફેરફાર મહેસૂસ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સાથે રૂટિનમાં ટેસ્ટિક્યુલર એક્ઝામ નિયમિતપણે કરાવવી જોઈએ.

કોલોરેક્ટલ કેન્સર

  • તે મોટા આંતરડામાં થતું મુખ્ય કેન્સર છે. મહિલાઓની તુલનામાં પુરુષોમાં આ કેન્સર થવાનું જોખમ ડબલ રહે છે. આંતરડાં સંકોચાઈ જવા અને તેની આંતરિક સપાટી અસામાન્ય રીતે વધવી તેના શરૂઆતના લક્ષણ છે.
  • જરૂરી તપાસઃ સીટી સ્કેન સિવાય કોલોનોસ્કોપી, એક્સ-રે અથવા સિગ્મોઈડોસ્કોપીથી પણ આ કેન્સરની ઓળખ કરી શકાય છે.

સ્કિન કેન્સર

  • મેલાનોમાં સ્કિન કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેમાં ત્વચાના કલરમાં અસામાન્ય ફેરફાર અથવા કોઈપણ કારણ વગર ડાઘ અથવા કોઈ નિશાન દેખાય તો તે કોઈ બીમારીની તરફ ઈશારો કરે છે. લાંબા સમય સુધી તડકાના સંપર્કમાં રહેવાથી તેની આશંકા વધી જાય છે.
  • જરૂરી તપાસઃ ત્વતા પર દેખાતા કોઈપણ પ્રકારના નિશાનના આકાર, રંગમાં લાંબા સમય સુધી કોઈ ફેરફાર દેખાય તો ડર્મોટોલોજિસ્ટનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...