અપેન્ડિક્સ / પેટમાં જમણી બાજુએ થતો દુખાવો અપેન્ડિક્સનો સંકેત હોઈ શકે છે

Pain in the right side of the abdomen may be a sign of appendix

  • અપેન્ડિક્સ નાનાં અને મોટાં આંતરડાંની વચ્ચે ઉદભવતું બિન જરૂરી અંગ છે

Divyabhaskar.com

Feb 13, 2020, 02:25 PM IST

હેલ્થ ડેસ્કઃ અપેન્ડિક્સને લીધે શરીરમાં અનેક પ્રકારની સ્વાથ્યને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે. અપેન્ડિક્સમાં અપેન્ડિક્સાઈટિસ (અપેન્ડિક્સમાં આવતો સોજો) એક સાધારણ સમસ્યા છે. તેને લઈને બેદરકારી રાખવાથી અપેન્ડિક્સ જીવલેણ સાબિત થઈ શકે છે. તેની સારવાર કરાવવી આવશ્યક છે.

અપેન્ડિક્સ એટલે શું ?
આ એક વેસ્ટેજિયલ અંગ છે. અર્થાત એક એવું અંગ જે શરીર માટે અગત્યનું નથી. અપેન્ડિક્સ નાનાં અને મોટાં આંતરડાંની વચ્ચે થતું જોવા મળે છે. તેનો આકાર અળસિયા જેવો હોય છે. સામાન્ય રીતે તેની લંબાઈ 7થી 10 સેન્ટિમીટરસુધીની હોય છે.

અપેન્ડિક્સાઈટિસ
પેન્ડિક્સમાં આવતા સોજાને અપેન્ડિક્સાઈટિસ કહેવામાં આવે છે. તેનાં મુખ્યત્વે 2 કારણ હોઈ શકે છે: 1.ઇન્ફેક્શન 2. અપેન્ડિક્સ ફસાઈ જવાથી. ડાયટમાં ફાઈબરયુક્ત ખોરાકની ઊણપ તેનું મુખ્ય કારણ છે. આંતરડાંનાં કેન્સરને લીધે પણ અપેન્ડિક્સાઈટિસ થાય છે. જોકે આ સમસ્યા કોઈ પણ ઉંમરે થઈ શકે છે પરંતુ 10થી 30 વર્ષની વયે તેની સંભવના વધારે હોય છે.

લક્ષણો
અપેન્ડિક્સાઈટિસનું લક્ષણ પેટની જમણી બાજુએ થતો દુખાવો છે. સામાન્ય રીતે આ દુખાવો નાભિની આસપાસથી શરૂ થાય છે અને પછી જમણી બાજુએ પહોંચી જાય છે. આ દર્દ સામાન્યથી લઈને અસહનીય હોઈ શકે છે. આ દુખાવો ઉધરસ ખાવવાથી અને હસવા પર વધે છે. પ્રેગ્નન્સી દરમિયાન આ દુખાવો પેટના ઉપરના ભાગે થાય છે. પેટ ફૂલી જવું, ઉલટી થવી, અપચો થવો, ઓછી ભૂખ લાગવી સહિતનાં અનેક લક્ષણો પર અપેન્ડિક્સ તરફ ઈશારો કરે છે.

આ લક્ષણોની જાણ થતાં જ તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અપેન્ડિક્સની ઓળખ માટે બ્લ્ડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સિવાય MRIથી પણ તેની ઓળખ કરી શકાય છે.

ઓપરેશન
અપેન્ડિક્સની ઓળખ થતાં જ ઓપરેશન કરાવવું જરૂરી છે. અપેન્ડિક્સની કાયમી સારવાર ઓપરેશન છે. ઓપરેશન ન કરાવવાથી એપેન્ડિક્સમાં વારંવાર સોજો આવવાનું જોખમ વધી જાય છે. તેનાથી અપેન્ડિક્સ ફૂટી જવાની સંભાવના વધે છે. અપેન્ડિક્સ ફૂટી જવાથી તેનું ઈન્ફેક્શન આખા પેટમાં ફેલાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

અપેન્ડિક્સનું ઓપરેશન 2 પ્રકારે કરવામાં આવે છે: 1. ઓપન સર્જરી 2. દૂરબીન સર્જરી. જોકે આજકાલ લેપ્રોસ્કોપિક પદ્ધતિનું ચલણ વધારે છે. આ પદ્ધતિમાં નાના નાના ચીરા કરીને ઓપરેશન કરવામાં આવે છે. લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓછી પીડા થાય છે. કઈ પદ્ધતિથી ઓપરેશન કરાવવું જોઈએ તે નિર્ણય ડોક્ટરની સલાહ લઈને જ કરવો જોઈએ.

X
Pain in the right side of the abdomen may be a sign of appendix

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી