2021 સુધી મલેરિયાની વેક્સિન આવી શકે છે. આ દાવો બ્રિટનના જાણીતા સાયન્ટિસ્ટ એડ્રિયન હિલે કર્યો છે. જેનર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર એડ્રિયનના અનુસાર, તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તૈયાર કરી રહી છે. મલેરિયાની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ આવતા વર્ષે 4800 આફ્રિકાના બાળકો પર કરવામાં આવશે. અગાઉ કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલના પરિણામ સારા રહ્યા છે.
એડ્રિયનના અનુસાર, 2024 સુધી અંતિમ હ્યુમન ટ્રાયલ પૂરું થયા બાદ વેક્સિન આવી શકે છે.
મલેરિયાની વેક્સિન કેમ જરૂરી, તે પણ જાણી લો
1. મલેરિયાથી દર વર્ષે 4 લાખથી વધારે મૃત્યુ થાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં દર વર્ષે મલેરિયાથી 4 લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે. 2019માં આ આંકડો 4,09,000 હતો. દુનિયાની અડધી વસ્તીને આ મચ્છરજન્ય બીમારીનું જોખમ છે.
2. દર 30 સેકન્ડમાં એક બાળકનું મલેરિયાથી મૃત્યુ
UNICEFના અનુસાર, મલેરિયા બાળકો માટે મોટો કિલર સાબિત થઈ રહ્યો છે. દુનિયાભરમાં દર 30 સેકન્ડમાંથી એક બાળકનું મૃત્યુ મલેરિયાથી થઈ રહ્યું છે. તેના 90 ટકા કેસ આફ્રિકા (સહારા)ના છે. તેમાં 65 ટકા જે બાળકોના મૃત્યુ થયા છે, તેમની ઉંમર 5 વર્ષ કરતા પણ ઓછી હતી.
3. જ્યાં ગર્ભવતી મહિલાઓ અને બાળકો ત્યાં જોખમ વધારે
WHOના જણાવ્યા પ્રમાણે, મલેરિયાનું સંક્રમણ એવા વિસ્તારમાં વધારે ફેલાય છે જ્યાં ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો છે. તેમાં સંક્રમણ ઝડપી ફેલાય છે અને સ્થિતિ ગંભીર થઈ જાય છે. પરિણામે મૃત્યુના આંકડા વધે છે.
4. મલેરિયા પબ્લિક હેલ્થ ઈમર્જન્સી છે
પ્રો. એડ્રિયનના જણાવ્યા પ્રમાણે, મલેરિયા એક પબ્લિક હેલ્થ ઈમર્જન્સી છે. અત્યારે ઘણા પ્રકારની દવાઓથી મલેરિયાની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ ટૂંક સમયમાં દર વર્ષે મલેરિયાથી થતા 5 લાખ મૃત્યુને રોકી શકાશે. આ વર્ષે આફ્રિકામાં કોરોના કરતા વધારે મૃત્યુ મલેરિયાથી થશે.
5. ભારતમાં કેસ ઘટ્યા પરંતુ જોખમ ઓછું નથી
WHOના 2019માં જારી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં મલેરિયાના કેસ ઘટી રહ્યા છે. 2017ની તુલનામાં 2018માં અહીં મલેરિયાના કેસ 28 ટકા સુધી ઘટ્યાં છે. ભારત મલેરિયાથી પ્રભાવિત દુનિયાના 4 મુખ્ય દેશોની લિસ્ટમાંથી બહાર આવી ગયું છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેસ ઘટ્યાં છે પરંતુ સતત બચાવ કરવાની અને અલર્ટ રહેવાની જરૂર છે, કેમ કે તેની વેક્સિન હજી સુધી આવી નથી. તેનું જોખમ સંપૂર્ણ રીતે ટળ્યું નથી.
મલેરિયાની શોધ કરનાર સર રોનાલ્ડ રોસ વિશે 6 મહત્ત્વની વાતો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.