તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Oxford Coronavirus Vaccine Trial Paused | Here's What You Need To Know After Astrazeneca Pauses Coronavirus Vaccine Study

ઓક્સફર્ડની વેક્સીન ટ્રાયલ પર રોકની અસર:વોલન્ટિયરના કરોડરજ્જુમાં સમસ્યા હોવાથી ટ્રાયલ પર રોક લાગી, પંરતુ ભારત પાસે અન્ય 2 વેક્સનીનનો વિકલ્પ છે તેમાં સફળતા મળી શકે છે-એક્સપર્ટ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઓક્સફર્ડની વેક્સીન હજુ ડિમસિસ નથી કરાઈ તેના ટ્રાયલ પર રોક લાગી છે
  • વોલન્ટિયરને સમસ્યા વેક્સીનને કારણ થઈ કે અન્ય કારણોથી તેની તપાસ કરવામાં આવશે

હાલ દુનિયાભરમાં કોઈ એક સમાચારને લીધે લોકોના મન દુખી થયા હોય તે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની વેક્સીનની ટ્રાયલ પર રોકના છે. WHOએ પણ કહ્યં છે કે તેમાં કોઈ નવાઈની વાત નથી વેક્સીનના ટ્રાયલમાં આમ થતું રહે છે, પંરતુ સામાન્ય લોકોને આ રોકથી ભવિષ્યમાં શું અસર પડશે તેની ચિંતા વધી છે. આ મામલે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ડૉ. કે શ્રીનાથ રેડ્ડી જણાવે છે કે, ભારતમાં કુલ 3 વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે. ઓક્સફર્ડ તેમાંથી એક છે. બાકી બંને વેક્સીનના ટ્રાયલમાં સફળતા મળી શકે છે.

ડૉ. રેડ્ડીએ જણાવ્યું કે, ઓક્સફર્ડની વેક્સીન હજુ ડિમસિસ નથી કરાઈ. તેના ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરના કરોડરજ્જુમાં કોઈ સમસ્યા જોવા મળી છે. ત્યારબાદ ટ્રાયલ પર રોક લાગી છે. તેની તપાસ એવા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે, જે હંમેશા વેક્સીન પર જ કામ કરતાં આવ્યા છે. જો તપાસમાં એમ માલુમ પડ્યું કે વોલન્ટિયરને તકલીફ વેક્સીનને લીધે પડી છે અથવા કોઈ અન્ય વોલન્ટિયર્સમાં પણ આવી સમસ્યા જોવા મળી છે તો વેક્સીન પર સંપૂર્ણ રોક લાગશે.

વેક્સીન ક્યારે મળશે?
ડૉ. રેડ્ડી જણાવે છે કે, હાલ વિશ્વમાં કુલ 32 વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. આશા છે કે જલ્દી તેમાંથી કોઈ એક સફળ સાબિત થશે, પરંતુ એવું પણ બની શકે છે કે વાઈરસ ક્યારેય નાશ ન પામે તેથી વાઈરસથી બચીને પણ રહેવું જોઈએ. તેના માટે જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવું જોઈએ. એમ માની શકાય કે 1 વર્ષ સુધી વાઈરસનું જોખમ રહેશે. જો વેક્સીન આવી પણ ગઈ તો પણ આખી દુનિયામાં તેને પહોંચતા વાર લાગશે. તેથી કોઈ પણ બેદરકારી ન કરવી જોઈએ.

મૃત્યુ રોકવા માટે પ્લાઝ્મા થેરપી અસરકારક નહીં

  • ભારતમાં કોરોનાવાઈરસનો રિકવરી રેટ 77%થી પણ વધારે છે. વાઈરસથી લોકોને બચાવવા માટે સ્વાસ્થ્યકર્મીઓ ઘણી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, ICMRએ પ્લાઝ્મા થેરપીને અસરકારક ગણાવી નથી.
  • ડૉ. રેડ્ડીના જણાવ્યા અનુસાર, જ્યારે વાઈરસને કન્ટ્રોલ કરવા માટે કોઈ દવા નહોતી ત્યારે પ્લાઝ્મા થેરપીને એક ટ્રાયલ તરીકે મંજૂરી અપાઈ હતી. કારણ કે તે ઘણી બીમારીઓમાં મૃત્યુ દર ઓછો કરવા માટે મદદગાર સાબિત થઈ છે. શરૂઆતમાં કેટલાક લોકોને તેનો ફાયદો પણ થયો, પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક દર્દીઓને કોઈ ખાસ ફાયદો થયો નથી. તેથી તેને સંપૂર્ણ રીતે અસરકારક સારવાર કહી શકાય તેમ નથી.

બાળકોનું રસીકરણ કરાવો
દેશમાં ભલે અનલોક લાગુ હોય પણ વાઈરસની હયાતીમાં લોકોના મનમાં એક ડર છે. આ ડરને લીધે તેઓ નવજાત બાળકોનું રસીકરણ પણ નથી કરાવી રહ્યા. આ મામલે ડૉ. રેડ્ડી જણાવે છે કે, બાળકોનાં સ્વાસ્થ્ય માટે રસીકરણ ખૂબ મહત્ત્વનું છે. તેથી જો કઈ રસીનો ડોઝ છૂટી ગયો હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો. કોરોના સંક્રમણની વાત કરીએ તો બાળકોમાં તેની ઓછી અસર જોવા મળી છે. ઘણી બીમારીઓથી બચવા માટે રસીકરણ ખૂબ અગત્યનું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો