બાળકો માટે કેલ્શિયમનો ઓવરડોઝ છે નુકસાનકારક:ઓવરડોઝથી બાળક જઈ શકે છે કોમામાં, બાળકને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ કેટલું આપવું જોઈએ?

3 મહિનો પહેલાલેખક: દીક્ષા પ્રિયાદર્શી
  • કૉપી લિંક

બાળકને સ્વસ્થ રાખવા માટે ખોરાક, ફળફળાદી અને શાકભાજી સહીત પૌષ્ટિક ખોરાક આપવા છતાં પણ સ્વાસ્થ્ય પર કોઈ અસર જોવા મળતી નથી અને બાળકનું વજન અચાનક ઓછું થવા લાગે છે. શું તમને ખબર છે આ પાછળ શું કારણ હોય શકે? ફિઝીશિયન ડૉ. શ્રીતેશ મિશ્રા જણાવે છે કે, આજકાલના મોટાભાગના બાળકો ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરતા નથી, તેથી માતાપિતા તેમના બાળકના શરીરને તમામ જરૂરી પોષણ મળે તેવી ઈચ્છા રાખતા હોય છે.

ઘણા માતા-પિતા જાણે-અજાણે તેમના બાળકોને પોષણયુક્ત આહારનો ઓવરડોઝ આપી દે છે, બાળકને દરરોજ મલ્ટિ-વિટામિન્સ આપવાનું શરૂ કરે છે. જો કે, જો બાળકોને દરરોજ પોષણયુક્ત પૂરક આપવામાં આવે તો ફાયદાની બદલે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેના કારણે બાળકનું વજન ઓછું થઈ શકે છે તો ઘણીવાર સ્થિતિ એવી આવે છે કે, ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા છે. જો બાળકના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય બાળકનો જીવ પણ જોખમમાં આવી શકે છે.

બાળકો માટે પોષક તત્વો કેટલા જરૂરી છે?
અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, દર વર્ષે આશરે 4,600 બાળકોને પોષકતત્વોના ઓવર ડોઝને કારણે ઇમરજન્સી રૂમમાં સારવાર આપવામાં આવે છે. જે પાછળનું કારણ હોય તો તે છે ન્યુટ્રિશનનો ઓવરડોઝ. બાળકના શરીર જરૂર કરતા વધુ પોષણ મળે છે, ત્યારે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. જે બાળકોને અમુક ચોક્કસ પ્રકારની તકલીફ હોય તો તેમને મલ્ટિ વિટામિન-મિનરલ સપ્લિમેન્ટ્સનો લાભ મળી શકે છે. જો યોગ્ય પ્રમાણમાં મલ્ટી વિટામિન્સ લેવામાં આવે તો ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ કોઈ પણ જાતની તપાસ વગર વધુ પ્રમાણમાં લેવામાં આવે તો નુકસાન થઇ શકે છે.

ઓવરડોઝ થયો છે તેની કેવી રીતે ખબર પડશે
જો અચાનક જ તમારા બાળકના શરીરમાં ફોલ્લીઓ જોવા મળે છે તો સમજી લો કે તમારા બાળકના શરીરમાં પોષણનો ઓવરડોઝ થઇ ગયો છે. આ સિવાય જો અચાનક બાળકનું વજન ઘટવા લાગે, ઉલટી જેવું થાય, પેટમાં ખેંચાણ, માથાનો દુખાવો, ઝાડા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે તો સમજવું કે જે પણ પોષણ સપ્લિમેન્ટ્સ આપી રહ્યા છે તે ઝેરી બની ગયા છે. જો તમે કોઈ બીમારીને કારણે બાળકોને આ પ્રકારના સપ્લિમેન્ટ્સ આપો છો અને તેઓ આ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે, તો તમારે તરત જ ડોક્ટરને મળવું જોઈએ. બાળકને આ પ્રકારનું ન્યૂટ્રિશન સપ્લિમેન્ટ આપતા પહેલા હંમેશા એક વાર ડોક્ટરનો સંપર્ક કરો.

ઓવરડોઝના કારણે અનેક બીમારીનો સામનો કરવો પડે છે
ઓવરડોઝના કારણે અનેક બીમારીનો સામનો કરવો પડે છે

બાળકોને વધારે કેલ્શિયમ અને આયર્નનો ઓવરડોઝ આપવામાં આવે છે
બાળકોને સૌથી વધારે આયર્ન અને કેલ્શિયમનો ઓવરડોઝ થાય છે. જો કોઈ બાળક નિશ્ચિત પ્રમાણથી વધુ આયર્ન અથવા કેલ્શિયમ લેવામાં આવે તો સીરિયસ ટોક્સિસિટીના લક્ષણ જોવા મળી શકે છે. આ માટે એ જાણવું જરૂરી છે કે, ડેઇલીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ.

NIH દ્વારા આ કેટલા પ્રમાણમાં ડોઝ આપવો તે નક્કી કરવામાં આવ્યું છે. બાળકના જન્મથી લઈને 13 વર્ષ સુધી વધુમાં વધુ 40 મિલીગ્રામ આયરન આપવું જોઈએ. તો કેલ્શિયમની વાત કરવામાં આવે તો 1300 મિલીગ્રામ કેલ્શિયમ આપવામાં આવી શકે છે. જયારે 6 મહિનાના બાળકને ફક્ત 200 મિલીગ્રામ કેલ્શિયમ આપવું જોઈએ.

કેલ્શિયમના ઓવરડોઝથી બાળક કોમામાં પણ જઈ શકે
અમુક પ્રમાણમાં કેલ્શિયમ લેવામાં આવે તો ઠીક છે પરંતુ ઓવરડોઝ થાય છે ત્યારે શરીરમાં આયર્ન અને ઝિકની પ્રોસેસ કરવાની જે ક્ષમતા હોય છે તેને ડિસ્ટર્બ કરે છે. જેના કારણે બાળક ગંભીર રીતે બીમાર થઇ શકે છે, વધુ ઓવરડોઝ થઇ જાય તો બાળક કોમામાં પણ જઈ શકે છે. જો બાળકને કેલ્શિયમનો ઓવરડોઝ થાય છે ત્યારે પેટમાં દુખાવો, હાડકાનો દુખાવો, કબજિયાત, ડિપ્રેશન, ઝાડા, માથાનો દુખાવો, ભૂખ ઓછી લાગવી જેવી સમસ્યાઓ થઇ શકે છે.