નવી ટેકનિક / નાનકડી સૂટકેસમાં લઈ જઈ શકાય તેવી ઓરલ કેન્સર અને ટીબીનાં તપાસ મશીનની કિટ વિકસાવાઈ

Oval Cancer and TB Testing Machine Kit Developed in a Small Suitcase
Oval Cancer and TB Testing Machine Kit Developed in a Small Suitcase

  • પરમાણુ ઊર્જા વિભાગે કેન્દ્ર સરકારની કોલોનીમાં પ્રદર્શન યોજયું, જે મશીનોની કિંમત 30થી 40 લાખ હતી તેને માત્ર બે લાખમાં તૈયાર કરવામાં આવ્યું
     

Divyabhaskar.com

Aug 12, 2019, 01:29 PM IST

હેલ્થ ડેસ્ક. કેન્દ્ર સરકારના પરમાણુ ઊર્જા વિભાગે દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારની કોલોનીમાં પ્રદર્શન યોજયું હતું. અહીં એવી ટેકનિક રજૂ કરવામાં આવી હતી જે સામાન્ય લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. વિભાગ સાથે જોડાયેલા ‘રાજા રામન્ના સેન્ટર ફોર એડ્વાન્સ ટેક્નોલોજી’ ઈન્દોર દ્વારા ઓરલ કેન્સર અને ટીબીની તપાસ માટે બે એવાં મશીન વિકસાવવામાં આવ્યાં છે, જેને એક નાની બેગમાં પણ રાખી શકાય છે.

આ મશીનને યુએસબી કેબલ દ્વારા આસાનીથી લેપટોપ સાથે જોડી શકાય છે. આથી આ મશીનને ચલાવવા માટે અલગથી વીજળી કે બેટરીની જરૂર નથી રહેતી. આ બંને સાધનોને ટૂંક સમયમાં વારાણસીમાં બની રહેલી નવી ‘ટાટા મેમોરિયલ હોસ્પિટલ’માં ઉપયોગ કરવામાં આવશે. આ મશીન વિકસાવનારી ઈન્દોરની સંસ્થાના ડો. એસ. કે મજુમદારે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ '100 ડેય્ઝ એજન્ડા'માં સમગ્ર દેશની સંસ્થાઓને આવી ટેકનોલોજી વિકસાવવા માટે આહવાન કર્યું હતું, જે સીધી જનતાને કામ આવી શકે. તે હેઠળ અમે ઉપકરણોને ઓન્કોડાઈગ્નોસ્કોપ અને ટ્યૂબરક્યુલોસ્કોપ વિકસિત કર્યા છે. 1,500 દર્દીઓ પર તેનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે, જેનું પરિણામ સારું મળ્યું છે. માર્કેટમાં જે મશીનનો ખર્ચ 30-40 લાખ રૂપિયા થાય છે, તેની સામે આ સાધનો બનાવવા માટે એકથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

ઈન્ડસ્ટ્રીનું ગંદું પાણી ચૂસી લે તેવું રેડિએટેડ કપડાનું ફિલ્ટર

જિન્સ, લેધર, પ્લાસ્ટિક, પેપર ઈન્ડસ્ટ્રીની ટ્રીટમેન્ટ બાદ કાઢવામાં આવતા ગંદા પાણીમાં રંગ સામેલ હોય છે. આ કેમિકલ્સ યુક્ત રંગોવાળું પાણી નદી-તળાવો-ભૂગર્ભ જળ વગેરેમાં ભળે છે અને પીવાનાં પાણીને પ્રદૂષિત કરે છે. ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતાં આવાં પાણીમાંથી હાનિકારક કેમિકલ્સ યુક્ત રંગોને દૂર કરવા માટે ‘ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર’ (બાર્ક)એ રિડેએશન ગ્રાફ્ટિંગ ટેકનિક વિકસિત કરી છે. તે સામાન્ય સુતરાઉ કાપડને પણ એવા ફિલ્ટરમાં બદલી નાખે છે, જે જિન્સ ફેક્ટરીમાંથી કાઢવામાં આવતાં કાળાં પાણીમાંથી ડાઈને એકદમ અલગ કરીને પાણીને સ્વચ્છ કરે છે. હરિયાણા અને ગુજરાતની ઘણી નાની ફેક્ટરીઓમાં તેના સફળ પ્રયોગ થઈ ચૂક્યા છે.

X
Oval Cancer and TB Testing Machine Kit Developed in a Small Suitcase
Oval Cancer and TB Testing Machine Kit Developed in a Small Suitcase
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી