વિટામિન ‘C’નું મહત્ત્વ:આપણું શરીર જાતે વિટામિન ‘C’ બનાવતું નથી, ભોજનમાં આ ફળ-શાકભાજી સામેલ કરી પૂરી કરો ઊણપ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરીરની ઇમ્યુનિટી વધારવા, ટિશ્યુ ગ્રોથ, ડેવલપમેન્ટ અને તેને રીપેર કરવામાં પણ વિટામિન ‘C’નો મહત્ત્વનો રોલ છે
  • એન્ટિ-ઓક્સિડન્ટ હોવાને લીધે શરીરમાં થતા ડેમેજ પણ કન્ટ્રોલ કરે છે

આપણું શરીર વિટામિન ‘C’ બનાવી શકતું નથી. તેની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે બહારના ભોજન પર નિર્ભર રહીએ છીએ. કોવિડ દરમિયાન આપણે સૌએ જાણ્યું કે ઇમ્યુનિટી સારી રાખવા માટે વિટામિન ‘C’ની ભૂમિકા મહત્ત્વની છે.આથી હેલ્થ એક્સપર્ટ તમને ફિટ રહેવા માટે સૌપ્રથમ તેમની ડાયટ સુધારવા અને તેમાં વિટામિન ‘C’ સામેલ કરવાની સલાહ આપે છે.

શરીર માટે વિટામિન ‘C’ કેટલું જરૂરી?
ડાયટિશિયન પ્રિયંકા જયસ્વાલે જણાવ્યું કે, વિટામિન ‘C’ નેચરલ ફેટ કટર છે. આ વિટામિન ડાયટમાં સામેલ કરીને આપણે ઇન્ફેક્શન, ફીવર જેવી તકલીફોથી બચી શકીએ છે. શરીરમાં હાજર વિટમિન ‘C’ મસલ્સ અને ટિશ્યુ મજબૂત કરવાની સાથે વિટામિન Eની સાથે મળીને શરીરને ડિટોક્સ કરે છે. શરીરની ઇમ્યુનિટી વધારવા, ટિશ્યુ ગ્રોથ, ડેવલપમેન્ટ અને તેને રીપેર કરવામાં પણ વિટામિન ‘C’નો મહત્ત્વનો રોલ છે. એન્ટિ-ઓક્સિડન્ટ હોવાને લીધે શરીરમાં થતા ડેમેજ પણ કન્ટ્રોલ કરે છે.

મહિલાઓએ આ વાતોનું ધ્યાન કઈ વાતોનું ધ્યાન રાખવું?
મહિલાઓમાં વિટામિન ‘C’ની જરૂરને ધ્યાનમાં રાખીને પ્રિયંકાએ જણાવ્યું કે, મશીનોથી બધા કામ થઇ જવાથી આપણું શરીર વધુ આળસુ બની જાય છે. આપણે હેલ્થની ચિંતા તો કરીએ છીએ પણ ફિઝિકલ વર્ક કરવાથી દૂર ભાગીએ છીએ. આજ કારણે ફેટ વધવાની તકલીફ સામાન્ય થઇ ગઈ છે. મહિલાઓમાં સ્થૂળતાને લીધે PCOD અને હોર્મોનલ ઈમ્બેલેન્સ જેવી તકલીફો વધી ગઈ છે. તેને લીધે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક અસર પણ થાય છે. જો આપણે ડાયટમાં વિટામિન ‘C’ સામેલ કરીએ તો શરીરમાં શુગર લેવલ વધવા, હોર્મોનલ ડિસબેલેન્સ, વાળ ખરવા અને સ્કિન ડલ થવાની તકલીફથી પણ બચી શકાય છે.

શું ખાવાથી વિટામિન ‘C’ મળશે?

  • નિયમિત જામફળ, કીવી, સ્ટ્રોબેરી, સંતરા અને પપૈયા લેતા રહો.
  • શાકભાજીમાં બ્રોકલી, સિમલા મરચું, લીંબુ અને ટમેટાને ડેલી ડાયટમાં સામેલ કરો.

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, વિટામિન ‘C’ તમે દિવસમાં કોઈ પણ સમયે લઇ શકો છો. રાતે સૂતા પહેલાં વિટામિન ‘C’ યુક્ત વસ્તુઓ ના લેવી જોઈએ. જો તમે શરીરની જરૂરિયાત કરતાં વધારે વિટામિન ‘C’ લેશો તો લૂઝ મોશન, વોમિટિંગ, ગમ્સ સ્વેલિંગ, કિડની સ્ટોન, કાર્ડિયાક ડિસીઝની તકલીફ થઈ શકે છે, જો તમને સિટ્રિક એસિડથી એલર્જી હોય તો, વિટામિન ‘C’ની જગ્યાએ ફૂડ સપ્લિમેટ્સ લેવા.

અન્ય સમાચારો પણ છે...