તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Only 25% Of Johnson & Johnson's HIV Vaccine Trials Prevented Infection, With No Side Effects Of The Vaccine.

આશા પર પાણી ફેરવાયું:જોન્સન એન્ડ જોન્સનની HIV વેક્સિન ટ્રાયલમાં માત્ર 25% જ સંક્રમણ રોકી શકી, વેક્સિનની કોઈ આડઅસર જોવા ન મળી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આફ્રિકાની 2600 મહિલાઓ પર વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું
  • ભારતમાં છેલ્લાં 19 વર્ષમાં HIVના કેસની સંખ્યા 37% ઓછી થઈ

જોન્સન એન્ડ જોન્સન કંપનીએ પોતાની નવી HIV વેક્સિન ટ્રાયલનાં પરિણામ જાહેર કર્યાં છે. વેક્સિન ટ્રાયલમાં સફળ સાબિત થઈ નથી. ટ્રાયલ દરમિયાન નવી વેક્સિન HIVનું સંક્રમણ રોકવામાં માત્ર 25% જ અસરકારક સાબિત થઈ છે. ટ્રાયલ રિપોર્ટમાં આ વેક્સિન ભલે અસરકારક સાબિત ન થઈ હોય પરંતુ તેની કોઈ આડઅસર જોવા મળી નથી. જોન્સન એન્ડ જોન્સને મંગળવારે ટ્રાયલના પરિણામની માહિતી આપી છે.

કંપનીએ HIV વેક્સિન ટ્રાયલ આફ્રિકામાં કર્યું છે. ટ્રાયલનું નામ 'ઈમ્બોકોડો' રાખવામાં આવ્યું હતું. ટ્રાયલમાં આફ્રિકાની 2600 મહિલા સામેલ થઈ હતી. આશા હતી કે ટ્રાયલના સકારાત્મક પરિણામ આવશે અને આ ઘાતક બીમારીનો અંત લાવી શકાશે. જોકે આવું થયું નહિ.

જોન્સન એન્ડ જોન્સનના મુખ્ય વૈજ્ઞાનિક પૉલ સ્ટોફેલ્સનું કહેવું છે કે HIVનો વાઈરસ ઘણો અલગ અને જટિલ છે. તે સીધી રીતે ઈમ્યુનિટી ઘટાડે છે. તેવામાં આ વાઈરસની વેક્સિન તૈયાર કરવી સરળ નથી. ટ્રાયલ ભલે સફળ ન થયું હોય પરંતુ જોન્સન એન્ડ જોન્સન અમેરિકા અને યુરોપમાં સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર્સ માટે ટ્રાયલ યથાવત રાખશે કારણ કે, આ ટ્રાયલની વેક્સિનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.

અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર ડૉ. એન્થની ફોકી કહે છે કે, ઈમ્બોકોડોના ટ્રાયલના પરિણામમાંથી પાઠ લેવાની જરૂર છે. તેના માટે વેક્સિન તૈયાર કરવાના પ્રયાસ સતત ચાલુ રાખવા જરૂરી છે.

દુનિયામાં HIV દર્દીઓની સ્થિતિ

ભારતમાં 19 વર્ષમાં HIVના કેસમાં 37%નો ઘટાડો
ભારતમાં HIV સંક્રમિતોના 2019ના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા પ્રમાણે, દેશમાં કુલ 23.49 લાખ HIV સંક્રમિત હતા. છેલ્લા 19 વર્ષમાં સંક્રમિતોની સંખ્યાનો ગ્રાફ સતત નીચે થતો ગયો છે. 2010 કરતાં 2019માં સંક્રમિતોની સંખ્યા 37% ઓછી છે. દેશમાં HIV થવાનું મોટું કારણ હાઈ રિસ્ક બિહેવિયર હોય છે. અસુરક્ષિત હોમોસેક્સ્યુઅલ અને હેટ્રોસેક્સ્યુઅલ વ્યવહાર, સિરીંઝથી ડ્રગ્સ લેવાથી તેનું જોખમ રહે છે.

1986માં દેશમાં પ્રથમ વખત AIDSનો દર્દી મળ્યો હતો. આ બીમારીએ દેશમાં 35 વર્ષ પહેલાં દસ્તક આપી હતી, પરંતુ દેશમાં એક પણ હોસ્પિટલ એવી નથી કે જે માત્ર AIDSની સારવાર કરતી હોય. જોકે સરકારે NACP (નેશનલ એડ્સ કન્ટ્રોલ પ્રોગ્રામ) હેઠળ જુલાઈ 2020 સુધી દેશમાં 570 ART (એન્ટિ રેટ્રોવાઈરલ ટ્રીટમેન્ટ) સેન્ટર અને 1265 લિંક ART સેન્ટર ચાલી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...