તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • One Out Of Every 5 Deaths In The World Is Caused By Wrong Eating, To Stop It, Eliminate Half Of Your Hunger With Fruits And Vegetables

નેશનલ ન્યૂટ્રિશન વીક:દુનિયામાં દર 5માંથી એક વ્યક્તિનાં મૃત્યુનું કારણ અયોગ્ય ભોજન, આ રોકવા માટે તમારી અડધી ભૂખ ફળ અને શાકભાજીથી સંતોષો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થૂળતા 12 પ્રકારનાં કેન્સરને આમંત્રણ આપે છે
  • શરીરમાં સોડિયમના વધારે પ્રમાણને લીધે બ્લડ પ્રેશર વધે છે

યોગ્ય ડાયટ ગ્રોથમાં મદદ કરે છે અને યુવાનોમાં સ્થૂળતા, હૃદયરોગ, ટાઈપ-2 ડાયાબિટીસ હીટ ઘણાં પ્રકારનાં કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. આંકડા પ્રમાણે, અમેરિકામાં 2થી 19 વર્ષના 19% અને અને તેનાથી વધારે ઉંમરના આશરે 40% લોકો સ્થૂળતાનો શિકાર છે. તેને લીધે ટાઈપ-2 ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધે છે.

‘લેન્સેટ’ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયેલા રિપોર્ટ પ્રમાણે, 1990થી 2017 દરમિયાન 195 દેશોમાં કરેલા સ્ટડી પ્રમાણે દુનિયાભરમાં દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃત્યુ અયોગ્ય ખાણીપીણી અને તેનાથી થતી બીમારીઓને લીધે થયું.

તેવામાં પ્રશ્ન એ થાય છે કે, યોગ્ય ભોજન શું છે? સાયન્સ જણાવે છે કે, જો તમે ભોજનમાં અડધો ભાગ ફળ-શાકભાજી લેતા હો અને બાકીના એક-એક ભાગમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટવાળું ભોજન લેતા હો તો આ આદર્શ સ્થિતિ છે. સૌથી જરૂરી વાત એ છે કે, તમારી અડધી ભૂખ ફળ અને શાકભાજીથી સંતોષાવી જોઈએ.

દેશમાં 1થી7 સપ્ટેમ્બર દરમિયાન નેશનલ ન્યૂટ્રિશન વીક સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે. રીનલ એન્ડ ઑન્કો ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. દેવજાની બેનર્જીએ જણાવ્યું કે, ભોજન સાથે જોડાયેલી કઈ વાતો બીમારીઓનું જોખમ ઘટાડે છે.

અયોગ્ય ભોજનથી ત્રણ બીમારીઓનું જોખમ

હૃદયરોગ: મીઠાનું વધારે પ્રમાણ જોખમી છે
અનહેલ્ધી ડાયટને લીધે થતા હૃદય રોગનું સૌથી મોટું કારણ સોડિયમ કે વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ છે. સોડિયમના વધારે પ્રમાણને લીધે બ્લડ પ્રેશર વધે છે. તે રક્તવાહિનીઓમાં પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી હૃદય રોગ વધે છે.

ડાયાબિટીસ: સૌથી મોટું કારણ સુગરવાળાં પ્રોડક્ટ્સ
શરીરમાં ભોજન સુગરમાં કન્વર્ટ થાય છે. તેનો ઉપયોગ શરીરમાં એનર્જી લાવવા થાય છે. ગળ્યા ખાદ્ય પદાર્થ શરીરમાં ઝડપથી શોષાય છે, તેનાથી શરીરમાં શુગરનું લેવલ ઉપર-નીચે થાય છે. હાલ સુગરવાળા ફૂડનો ઉપયોગ વધી ગયો છે. તે ડાયાબિટીસનું સૌથી મોટું કારણ છે.

કેન્સર: સ્થૂળતા 12 પ્રકારના કેન્સરનું કારણ
સ્વસ્થ શરીરમાં માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ એટલે કે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સનું સંતુલન ઘણું જરૂરી છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના જણાવ્યા પ્રમાણે, વધારે ફેટ અને સુગરવાળી વસ્તુઓ જેમ કે ચિપ્સ, બર્ગર, ચોકલેટ, બિસ્કિટથી મેદસ્વિતામાં વધારો થાય છે. સ્થૂળતા 12 પ્રકારનાં કેન્સરને નોતરે છે.

હેલ્ધી ડાયટ માટે 2:1:1 ફોર્મ્યુલા ટ્રાય કરો
કુલ ભોજનનો 50% એટલે કે અડધો ભાગ ફળ અને શાકભાજી હોવું જોઈએ. તેનાથી શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ, ડાયટરી ફાઈબર અને ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે. 25% ભાગ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોવો જોઈએ. કાર્બોહાઈડ્રેટ શરીરને ગ્લુકોઝ આપે છે, તે શરીરમાં ઊર્જાનું કામ કરે છે. શરીરના સંચાલન માટે 60% ઊર્જા આમાંથી જ મળે છે. બાકીના 25% ભાગમાં પ્રોટીનયુક્ત ભોજન સામેલ કરવા જોઈએ

અન્ય સમાચારો પણ છે...