ગ્લોબલ રિપોર્ટ:2050 સુધીમાં દુનિયામાં દર ચોથી વ્યક્તિ બહેરાશથી પીડાતી હશે, WHOએ ચેતવણી આપી, સૌથી મોટો વિલન છે હેડફોન

એક વર્ષ પહેલા
WHOએ દાવો કર્યો છે કે 2050 સુધી દુનિયામાં દર 4માંથી એક વ્યક્તિ બહેરાશનો ભોગ થઈ શકે છે
  • રિપોર્ટના અનુસાર, 2050 સુધી દુનિયામાં બહેરાશનો સામનો કરનારા લોકોની સંખ્યા 250 કરોડ હશે
  • આ પહેલી વખત છે જ્યારે WHOએ કાનની સમસ્યાને લઈને ગ્લોબલ રિપોર્ટ જાહેર કર્યો

2050 સુધી દુનિયામાં દર 4માંથી એક વ્યક્તિ બહેરાશનો ભોગ થઈ શકે છે. આ દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ મંગળવારે જાહેર કરેલા ગ્લોબલ રિપોર્ટમાં કર્યો. રિપોર્ટના અનુસાર, 2050 સુધી દુનિયામાં બહેરાશનો સામનો કરનારા લોકોની સંખ્યા 250 કરોડ હશે. આ પહેલી વખત છે જ્યારે WHOએ કાનની સમસ્યાને લઈને ગ્લોબલ રિપોર્ટ જાહેર કર્યો છે.

WHOએ રિપોર્ટમાં જણાવ્યું છે કે સંક્રમણ, બીમારીઓ, જન્મજાત બીમારી, ધ્વનિ પ્રદૂષણ અને લાઈફસ્ટાઈલમાં ગડબડીને નિયંત્રિત કરીને આવા કિસ્સાઓને રોકી શકાય છે. તેને ઘટાડવા માટે સારવાર અને નિવારણ નીતિ પર ધ્યાન રાખવાની જરૂર છે.

વર્તમાનમાં દર 5માંથી એકને સાંભળવાની સમસ્યા
રિપોર્ટના અનુસાર, વર્તમાનમાં દર 5માંથી એક વ્યક્તિને સાંભળવાની સમસ્યા છે. 1919માં વિશ્વભરમાં બહેરાશના કેસ 160 કરોડ હતા. 2050 સુધી 70 કરોડને ગંભીર સ્થિતિમાં સારવારની જરૂર પડી શકે છે.

WHOએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, સમયસર સારવાર ન મળવી એ બહેરાશના કેસોમાં વધારો થવાનું એક મુખ્ય કારણ છે. તેના 80 ટકા કેસ ઓછી આવક ધરાવતા દેશોમાં સામે આવે છે.

સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ પણ ચોંકાવનારો છે
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોનમાં મ્યુઝિક સાંભળવાથી અને સતત જોરથી અવાજના સંપર્કમાં રહેવાથી દુનિયાભરના લગભગ 1 અબજથી વધારે લોકોમાં બહેરાશનું જોખમ છે. 12થી 35 વર્ષની ઉંમરના લોકો રિસ્ક ઝોનમાં છે.

WHOના જણાવ્યા પ્રમાણે, સાંભળવાની સમસ્યાને કારણે દુનિયાભરમાં 750 મિલિયન ડૉલર ખર્ચ થવાનો અંદાજ છે. WHOની ટેક્નિકી અધિકારી શૈલી ચઢ્ઢાના અનુસાર, દુનિયાભરના એક અબજ કરતા વધારે યુવાનોને સ્માર્ટફોન પર જોરથી ગીતો સાંભળવાની મજા આવે છે. તેઓ તેના માટે ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરે છે. તેનાથી તેઓ બહેરાશનો ભોગ બની શકે છે અથવા તેમની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...