તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • One In 10 People In The UK Became Hospitalized In The First Wave Of Corona; Claim In Research In The Lancet Journal

હોસ્પિટલમાં પણ સંક્રમણનું જોખમ:કોરોનાની પહેલી લહેરમાં યુકેમાં દર 10માંથી એક વ્યક્તિ હોસ્પિટલમાં સંક્રમિત થયો; લાન્સેટ જર્નલના રિસર્ચમાં દાવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાખલ થયેલા દર 10માંથી એક વ્યક્તિને સંક્રમણ હોસ્પિટલના કારણે થયું
  • આ દાવો યુકેની 314 હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આધારે કરવામાં આવ્યો છે

યુકેમાં કોરોનાની પહેલી લહેરમાં સામે આવેલા કેસોનું એક કારણ હોસ્પિટલો પણ છે. અહીં દાખલ થયેલા દર 10માંથી એક વ્યક્તિને સંક્રમણ હોસ્પિટલના કારણે થયું. આ દાવો યુકેની 314 હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આધારે કરવામાં આવ્યો છે.

લાન્સેટ જર્નલમાં પ્રકાશિત રિસર્ચના અનુસાર, લેન્સેસ્ટર યુનિવર્સિટીએ યુકેની બીજી યુનિવર્સિટીની સાથે મળીને 1 ઓગસ્ટ 2020 પહેલા સંક્રમિત થયેલા દર્દીઓના રેકોર્ડની તપાસ કરી. સંશોધકોને જાણવા મળ્યું કે, અહીં 314 હોસ્પિટલમાં હાજર 11 ટકા કોરોનાના દર્દી દાખલ થયા બાદ સંક્રમિત થયા.

મે 2020માં આ રીતે સંક્રમણના કેસ વધ્યા હતા
રિસર્ચના અનુસાર, કોરોનાની પહેલી લહેરના પીક બાદ 16થી 20 મે 2020ની વચ્ચે હોસ્પિટલમાં સંક્રમણના કેસ વધ્યા હતા. લેન્સેસ્ટર યુનિવર્સિટીના સંશોધક જોનથનના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચમાં અમે તે દર્દીઓને સામેલ નથી કર્યા જે સંક્રમિત થયા અને તપાસ પહેલા જ ડિસ્ચાર્જ થઈ ગયા.

હોસ્પિટલમાં સંક્રમણનું કારણ
સંશોધકોના અનુસાર, હોસ્પિટલમાં સંક્રમણ કંટ્રોલ કરવું પ્રાથમિકતામાં સામેલ થાય છે, પરંતુ આવી જગ્યા પર પણ કોઈ કારણોથી સ્વસ્થ વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. જેમ કે મહામારીના શરૂઆતના તબક્કામાં તપાસ ન થઈ શકી, મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા, હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટિંગની ઉપલબ્ધતા ન હોવાથી અને અહીં આઈસોલેશનની જગ્યાનો અભાવ હતો.

ભૂલ ક્યાં થઈ તે જાણવા મળ્યું
સંશોધકોના જણાવ્યા અનુસાર, રિસર્ચ એટલા માટે કરવામાં આવ્યું જેથી જાણી શકાય કે ભૂલો ક્યાં થઈ અને દર્દીમાં સંક્રમણનું જોખમ ઓછું કરવા માટે ક્યાં સુધારો કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં દર્દીઓની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને સંક્રમણથી બચાવવા માટે વધુ સારી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે.