ચોંકાવનારું રિસર્ચ:પ્રથમ વખત ઉંદરમાં મ્યુટેટ થયા બાદ માણસોમાં ટ્રાન્સફર થયો 'ઓમિક્રોન', ચાઈનીઝ વૈજ્ઞાનિકોનો દાવો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'સાયન્સ ડાયરેક્ટ' જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં આ દાવો કરાયો
  • રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે ઓમિક્રોનનું મૂળ સ્વરૂપ પહેલાં માણસોમાંથી ઉંદરોમાં ટ્રાન્સફર થયું

કોરોનાના નવાં વેરિઅન્ટ 'ઓમિક્રોન'એ દેશમાં પગપેસારો કર્યો છે. ચાઈનીઝ વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઉંદરોમાંથી મ્યુટેટ થઈ માણસમાં આવ્યો છે. 'સાયન્સ ડાયરેક્ટ' જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. પશુઓમાંથી માણસોમાં ફેલાતી આ બીમારીના કોન્સેપ્ટને 'હોસ્ટ જમ્પિંગ' કહેવાય છે.

ઓમિક્રોનનાં મ્યુટેશન્સ
ઓમિક્રોનની પ્રથમ તપાસમાં વૈજ્ઞાનિકોને તેમાં 50 મ્યુટેશન જોવા મળ્યા. સ્પાઈક પ્રોટીનમાં જ 32 મ્યુટેશન જોવા મળ્યાં. વાઈરસને આપણા શરીરની કોશિકાઓમાં પ્રેવશ કરાવવા માટે સ્પાઈક પ્રોટીન જવાબદાર છે. ઓમિક્રોન ઝડપથી ફેલાવાનું કારણ તેનાં મ્યુટેશન્સ છે. વૈજ્ઞાનિકોના મનમાં સવાલ આવ્યો કે આખરે આ ઓમિક્રોન આવ્યો ક્યાંથી? માણસો અને સસ્તન પ્રાણીમાં કોઈ પણ વાઈરસ આટલો જલ્દી મ્યુટેટ થતો નથી. વૈજ્ઞાનિકોને આશંકા થઈ કે ઓમિક્રોન હોસ્ટ જમ્પિંગનો કેસ હોઈ શકે છે.

તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી કે ઓમિક્રોનના મ્યુટેશન ઉંદરમાં વાઈરસના મ્યુટેશન સાથે મળતા આવે છે. ઓમિક્રોનના મ્યુટેશન ઉંદરના શારીરિક વાતાવરણ અનુકૂળ છે. અર્થાત ઓમિક્રોન વેરિઅન્ટ ઉંદરના શરીરમાં સરળતાથી જીવિત રહી શકે છે.

ચીનના વૈજ્ઞાનિકોના મત મુજબ, ઓમિક્રોનના મ્યુટેશન ઉંદરના શારીરિક વાતાવરણ અનુકૂળ છે
ચીનના વૈજ્ઞાનિકોના મત મુજબ, ઓમિક્રોનના મ્યુટેશન ઉંદરના શારીરિક વાતાવરણ અનુકૂળ છે

પહેલાં માણસોમાંથી ઉંદરમાં હવે ઉંદરોમાંથી માણસોમાં ફેલાયો
રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે ઓમિક્રોનનું મૂળ સ્વરૂપ પહેલાં માણસોમાંથી ઉંદરોમાં ટ્રાન્સફર થયું. ત્યારબાદ આ વેરિઅન્ટમાં ઝડપથી મ્યુટેશન થયા જેથી ઉંદરો ગંભીર રીતે સંક્રમિત થઈ શકે. ત્યારબાદ આ ઘાતક અને મ્યુટેડ વેરિઅન્ટ ફરી માણસોમાં ટ્રાન્સફર થયો. હોસ્ટ જમ્પિંગની આ પ્રક્રિયા ઓમિક્રોનના આંતરજાતિ ઈવોલ્યુશન દર્શાવે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઈબોલા અને પોલિયો વારઈસના કેસમાં આવું જ જોવા મળ્યું છે. માણસોમાં આ વાઈરસના વધારે મ્યુટેશન ન થયા પરંતુ પ્રાણીઓમાં વાઈરસના મ્યુટેશન ઝડપથી થયા.

ઓમિક્રોન વેરિઅન્ટ 42 દિવસમાં 110 દેશમાં ફેલાયો છે
ઓમિક્રોન વેરિઅન્ટ 42 દિવસમાં 110 દેશમાં ફેલાયો છે

રિસર્ચ પહેલાં આ થિયરીની ચર્ચા હતી
ઓમિક્રોનની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ સવાલનો જવાબ શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. ચાઈનીઝ વૈજ્ઞાનિકોના રિસર્ચ પહેલાં આ 3 થિયરીની ચર્ચા હતી:

  • પ્રમથ થિયરીમાં ઓમિક્રોનનો જન્મ એવા વ્યક્તિમાં થયો છે ઘણા લાંબા સમયથી કોરોનાથી પીડિત હતો.
  • બીજી થિયરી પ્રમાણે, ઓમિક્રોન વેરિઅન્ટ એવી જગ્યાએ ઉત્પન્ન થયો જ્યાં જીનોમ સીક્વન્સિંગ ના બરાબર થયું.
  • ત્રીજી થિયરી પ્રમાણે, ઓમિક્રોન સૌ પ્રથમ ઉંદરમાં ઉદભવ્યો હશે ત્યારબાદ તે માણસમાં ફેલાયો. રિસર્ચમાં આ ત્રીજી થિયરી સાચી સાબિત થઈ.