• Gujarati News
  • Lifestyle
  • Health
  • Omicron Has A 91% Lower Risk Of Death Compared To Delta; This Variant Is Not Serious, But It Will Infect Most Of The Population

અમેરિકાના સંશોધકોનો દાવો:ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનથી મૃત્યુ થવાનું જોખમ 91% ઓછું; આ વેરિઅન્ટ ગંભીર નથી, પરંતુ તેનાથી મોટા ભાગની વસ્તી સંક્રમિત થશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા CDCના વૈજ્ઞાનિકોએ કેલિફોર્નિયાના 7 હજાર કોરોના દર્દીઓના ડેટાનું એનાલિસિસ કર્યું
  • ઓમિક્રોનના દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર માટે ઓછો સમય પસાર કરવો પડે છે

દુનિયાભરમાં ઓમિક્રોનના કેસ દાવાનળની જેમ વધી રહ્યા છે. તેવામાં રહાત અપાવે તેવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની હેલ્થ એજન્સી CDC (સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન)ના રિપોર્ટ પ્રમાણે, ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીએ 91% ઓછો જીવલેણ છે. અર્થાત ઓમિક્રોનથી મૃત્યુ તો થશે પરંતુ ડેલ્ટાની સરખામણીએ તેનો આંકડો 91% ઓછો હશે. અમેરિકામાં કોરોનાના 90% કેસ ઓમિક્રોનના આવી રહ્યા છે.

50% ઓમિક્રોન દર્દીને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે
CDCના વૈજ્ઞાનિકોએ કેલિફોર્નિયાના 7 હજાર કોરોના દર્દીઓના ડેટાનું એનાલિસિસ કર્યું. તેમાંથી 52,257 ઓમિક્રોનના દર્દી અને 16,982 ડેલ્ટાના હતા. રિસર્ચમાં જોવા મળ્યું કે માત્ર 50% ઓમિક્રોનના દર્દીને જ હોસ્પિટલની જરૂર પડી શકે છે. 25% દર્દીઓને વધારે સાર સંભાળની જરૂર પડે છે.

ઓમિક્રોનના 50% દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી
ઓમિક્રોનના 50% દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી

સ્ટડીમાં જોવા મળ્યું કે ઓમિક્રોનના દર્દીઓએ હોસ્પિટલમાં ઓછો સમય પસાર કરવો પડે છે. ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનના દર્દીઓમાં હોસ્પિટલાઈઝેશનનો સમય 70% ઓછો છે. સરેરાશ 1.5 દિવસ જ ઓમિક્રોનના દર્દી હોસ્પિટલમાં દાખલ રહ્યા. જ્યારે ડેલ્ટાના દર્દીઓનો આ સમય 5 દિવસનો હતો.

રિસર્ચમાં સામેલ ઓમિક્રોનના એક પણ દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી નહોતી. જ્યારે ડેલ્ટાના 11 દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી. ડેટા પ્રમાણે, ડેલ્ટા વેરિઅન્ટથી પીડિત 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો જ્યારે ઓમિક્રોનથી પીડિત માત્ર 1 વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો.

રિસર્ચમાં સામેલ ઓમિક્રોનના એક પણ દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી નહોતી
રિસર્ચમાં સામેલ ઓમિક્રોનના એક પણ દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી નહોતી

ઓમિક્રોનની લહેરમાં થતાં મૃત્યુ માટે ડેલ્ટા જવાબદાર
CDC ડાયરેક્ટર રોશેલ વાલેંસ્કીનો દાવો છે કે ઓમિક્રોનની લહેરમાં જે મૃત્યુ થઈ રહ્યા છે તેમાંથી મોટા ભાગના કેસમાં તેનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ છે. રોશેલના મત પ્રમાણે, વેક્સિનેશન પછી થતાં કોરોના સંક્રમણનું કારણ ઓમિક્રોન છે. જોકે તેમાં કોઈ ગંભીર સંક્રમણ જોવા મળ્યું નથી.

ઓમિક્રોનથી દરેક વ્યક્તિ સંક્રમિત થશે
એમેરિકાના ટોપ ડૉક્ટર એન્થની ફૌસીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે ઓમિક્રોનથી આશરે દરેક વ્યક્તિ સંક્રમિત થશે. કોરોના વાઈરસનો આ વેરિઅન્ટ માઈલ્ડ છે, પરંતુ તેની સંક્રમણ ગતિ પર કન્ટ્રોલ મેળવી શકાય તેમ નથી.

એમેરિકાના ટોપ ડૉક્ટર એન્થની ફૌસીના મત પ્રમાણે, ઓમિક્રોનથી આશરે દરેક વ્યક્તિ સંક્રમિત થશે
એમેરિકાના ટોપ ડૉક્ટર એન્થની ફૌસીના મત પ્રમાણે, ઓમિક્રોનથી આશરે દરેક વ્યક્તિ સંક્રમિત થશે

દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 31.45 લાખ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. 10.64 લાખ લોકો સ્વસ્થ થયા છે જ્યારે 8032 લોકો મૃત્યુ પામ્યાં છે. નવા સંક્રમિતોની સંખ્યામાં અમેરિકા 8.14 લાખ કેસ સાથે ટોપ પર છે. જ્યારે 3.61 લાખ કેસ સાથે ફ્રાન્સ બીજા નંબરે છે. તો 2.46 લાખ કેસ સાથે ભારત ત્રીજા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...