હેલ્થ ટિપ્સ:200 ડિગ્રી પર તેલ બની જાય છે ઝેર, એક દિવસમાં આટલી ચમચી તેલનું સેવન કરવું જોઈએ

10 દિવસ પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

ખાવાનાં તેલનું કનેક્શન પેટથી લઈને હાર્ટ સુધી છે. જો ટેસ્ટી ખાવાની વાત હોય કે પછી ખુબસુરત વાળની વાત હોય તેલનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. આજે બજારમાં ઘણા પ્રકારનાં કુકીંગ ઓઇલ વેચાઈ રહ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે કયું તેલ ખાવું ફાયદાકારક છે.

તો બીજી તરફ તેલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચે થઇ રહેલા યુદ્ધને કારણે તેલનાં ભાવમાં ધરખમ વધારો થયો છે. તો તેલમાં ભાવ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે ઇન્ડોનેશિયાએ તેલની નિકાસ રોકી દીધી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ભારત ખાદ્ય તેલની આયાત માટે વિકલ્પની શોધ કરી રહ્યું છે.

હડપ્પન સંસ્કૃતિમાં તલના તેલનો ઉપયોગ થતો હતો
માનવામાં આવે છે કે, ઈ.સ પૂર્વે જયારે માણસ આગ લગાડવાનું શીખ્યો હતો ત્યારે જમવાનું બનાવવા માટે એનિમલ ફેટમાંથી ખાદ્ય તેલ બનાવ્યું હતું. 1930માં હડપ્પાના ખોદકામ દરમિયાન તલના તેલનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. ભારતમાં વૈદિક કાળથી તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી સરસવનાં તેલનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.

ચીન અને જાપાને 2000 ઈ.સ પૂર્વ સોયા તેલ બનાવવાનું શરૂ કર્યું હતું. 2000 ઈ.સમાં યુરોપમાં ઓલિવ તેલ બનાવવામાં આવ્યું હતું. ભારતમાં વર્ષ 1930માં ડાલ્ડા લોન્ચ કરવામાં આવ્યું હતું. 1970માં આપણો દેશ ખાદ્ય તેલમાં 95% આત્મનિર્ભર હતો.

ઘણાં પ્રકારનાં હોય છે તેલ
ભારતમાં ઘણાં પ્રકારના તેલ જોવા મળે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર તેલ, ઉત્તર અને પૂર્વમાં સરસવનું તેલ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મગફળી, સૂર્યમુખી અને તલનું તેલ ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક તેલ છોડ, સૂકા ફળો અથવા ફળોમાંથી પણ બનાવવામાં આવે છે.

સરસવ, મગફળી, નાળિયેર, મકાઈ, કેનોલા, ઓલિવ, કપાસ, પામ, સૂર્યમુખી, રેપસીડ અને તલના છોડમાંથી તેલ કાઢવામાં આવે છે. બદામ, કાજુ, કોળાના બીજ, પિસ્તા, અખરોટમાંથી તેલ બનાવવામાં આવે છે. તે જ સમયે, નારંગી, દ્રાક્ષના બીજ અને લીંબુમાંથી પણ તેલ કાઢવામાં આવે છે.

તેલ ખાવ પણ જરૂરી પ્રમાણમાં
ભારતમાં દરેક વ્યક્તિએ દર વર્ષે 19 કિલો ખાદ્ય તેલ ખાઈ છે. દરેક માણસે તેલ ખાવું જરૂરી છે પરંતુ નિર્ધારિત માત્રામાં સેવન કરવું જોઈએ. પુખ્ત વયના લોકોએ દરરોજ 2000 કેલરી લેવી જોઈએ. સ્ત્રીઓએ દિવસમાં 5-6 ચમચી અને પુરુષો 6-7 ચમચી તેલ લઈ શકે છે.

બીમારીઓથી દૂર રાખે છે તેલ
ડાયટિશિયન કામિની સિંહાએ જણાવ્યું હતું કે, દરેક તેલની પોતાની આગવી વિશેષતા હોય છે. તેથી દર મહિને તેલ બદલતું રહેવું જોઈએ. બધા તેલના પણ અલગ-અલગ ફાયદા છે. લોકો ઓલિવ તેલનો ઉપયોગ કરે છે પરંતુ તે રસોઈ તેલ નથી. તેનો ઉપયોગ સલાડ અથવા લાઇટ બેકિંગમાં કરી શકાય છે. ઓલિવ ઓઇલને એક તાપમાન પર ગરમ કર્યા પછી તેની ગુણવત્તા પુરી થઇ જાય છે. આ તેલમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે સરળતાથી પચી જાય છે. ઓલિવ ઓઇલ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

ખાવાના તેલની વાત કરવામાં આવે તો સરસવનું તેલ શ્રેષ્ઠ છે. ગરમ કર્યા પછી પણ તેનું પોષણ મૂલ્ય સમાપ્ત થતું નથી. સૂર્યમુખી તેલ ઓઇલ સ્કિન, નસો, મેનોપોઝ સુગરમાં અચાનક વધારો અને બીપી જેવા રોગોથી બચાવે છે. બદામનું તેલ વિટામિન E, પ્રોટીન અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. બદામનું તેલ ખાવાથી કેન્સર થવાની શક્યતા નથી. દરરોજ 15 મિલી તેલ ખાવું જોઈએ.

200 ડિગ્રી તાપમાનથી વધુ ગરમ કરવામાં આવે તો ઝેર બની જાય
આજકાલ ઘણી કંપની રિફાઈન્ડ ઓઇલ વેચી રહી છે. જેને લેવલ 5 પર સાફ કરવામાં આવે છે. આ તેલમાં ઘણા પ્રકારનાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે. તેલને રીફાઇન્ડ કરવાની પ્રક્રિયા દરમિયાન તેના ગુણ પુરા થઇ જાય છે. જો તેલને 200 ડિગ્રીથી વધુ ગરમ કરવામાં આવે તો ઝેર બની શકે છે. એટલે કે અડધી કલાક સુધી સતત તેલ ગરમ કરવામાં આવે તો ઝેર બની શકે છે. આ તેલ લીવરની સાથે-સાથે હાર્ટને પણ નુકસાન પહોંચાડે છે.

જેટલી વાર તેલ ગરમ કરવામાં આવે છે તેટલીવાર ફેટી એસિડ્સ અને ખતરનાક મુક્ત રેડિકલ ઓક્સિડેશનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. જેનાથી ઘણી પ્રકારના કેમિકલ રિએક્શન થાય છે. વપરાયેલ તેલનો બે વખતથી વધુ ઉપયોગ ન કરવો જ બેસ્ટ છે.

બધા તેલનો સ્મોકિંગ પોઇન્ટ હોય છે અલગ
બધા જ તેલની ખાસિયત અને સ્મોકિંગ પોઇન્ટ અલગ-અલગ હોય છે. મગફળી, તલ અને સરસવના તેલમાં સ્મોકિંગ પોઇન્ટ સૌથી વધુ હોય છે. તેને 400 ડિગ્રી ફેરનહીટથી વધુ તાપમાને ગરમ કરી શકાય છે. આ પ્રકારનું તેલ તળવા માટે યોગ્ય છે. તે જ સમયે, અખરોટ, અળસી, ઓલિવ જેવા તેલમાં 225 ડિગ્રી ફેરનહીટથી ઓછું સ્મોકિંગ પોઈન્ટ હોય છે. જેને સલાડમાં નાખવામાં આવે છે.

ગુજરાતમાં સૌથી વધુ પ્રોડક્શન
વિશ્વમાં સૌથી વધુ ખાદ્યતેલ ભારતમાંથી આયાત કરવામાં આવે છે. તેલીબિયાંમાં સોયાબીન તેલનો હિસ્સો 34 ટકા, મગફળીનો 27 ટકા અને સરસવનો 27 ટકા હિસ્સો છે. વનસ્પતિ તેલમાં સરસવનું તેલ 35% અને મગફળીનું તેલ 25% બનાવે છે. નાણાકીય વર્ષ 2021 દરમિયાન 3.6 કરોડ મેટ્રિક ટન તેલીબિયાંનું ઉત્પાદન થયું હતું. 2020માં મધ્યપ્રદેશે સૌથી વધુ ઉત્પાદન કર્યું હતું, જ્યારે ગુજરાતે 2021માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

યુક્રેન યુદ્ધ બાદ વધ્યા તેલનાં ભાવ
છેલ્લા એક વર્ષથી ભારતમાં તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. ઘણાં તેલના ભાવમાં તો પચાસ ટકાનો વધારો જોવા મળ્યો છે. સૌથી મોંઘુ પામ તેલ થયું છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના પ્રાઇસ મોનિટરિંગ સેલ અનુસાર, વર્ષ 2020માં પામ તેલની કિંમત 85 રૂપિયા હતી, જે 2021માં વધીને 122 રૂપિયા થઈ ગઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પામ, સૂર્યમુખી અને સોયાબીન તેલના પુરવઠાને અસર થઈ છે. ભારત યુક્રેન પાસેથી 90% સૂર્યમુખી તેલ ખરીદે છે.