રિસર્ચ / મેદસ્વિતાને લીધે મિડલ એજમાં શારીરિક મુશ્કેલીઓ વધે છે

Obesity raises physical difficulties in the Middle Ages

  • મિડલ એજમાં શારીરિક તકલીફો માટેનું કારણ બાળપણથી રેહલી મેદસ્વિતા છે

Divyabhaskar.com

Oct 06, 2019, 04:42 PM IST

હેલ્થ ડેસ્ક: મેદસ્વિતાને કારણે શરીરમાં અનેક તકલીફો થાય છે. જો નાનપણથી જ મેદસ્વિતાને હોય તો તેના લીધે મિડલ એજમાં શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે. ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિલોજી’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે.

આ રિસર્ચમાં 8,674 લોકોને સામેલ કરાયા હતા. રિસર્ચમાં પુરવાર થયું કે મિડલ એજમાં શારીરિક તકલીફો માટેનું કારણ બાળપણથી રેહલી મેદસ્વિતા છે.

આ રિસર્ચમાં સામેલ લોકોનું વજન અને તેઓ કેટલી શારીરિક એક્ટિવિટી જેવી કે સીડી ચડવી, શોપિંગ કરવા અને વોકિંગ કરવા માટે સમર્થ છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચના લીડ ઓથર નિના રોજર જણાવે છે કે, ‘લોકોમાં નાનપણથી જ મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. તેને લીધે મિડલ એજમાં શારીરિક ક્ષમતા પર અસર પડે છે. તેથી લોકોએ મેદસ્વિતા દૂર કરવાની જરૂર છે.’

X
Obesity raises physical difficulties in the Middle Ages

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી