સ્થૂળતા અથવા વધુ વજન ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. સ્થૂળતા કોઈ રોગ નથી, પરંતુ ઘણાં રોગનું મૂળ છે. ચોંકાવનારી વાત એ છે કે, સ્થૂળતા હવે રાષ્ટ્રીય બીમારી બની રહી છે. જેની અસર મહિલાઓનાં ફર્ટિલિટી રેટ ઉપર પડી રહી છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વ અનુસાર, ભારતના બધા જ રાજ્યના લોકો વધતા વજનથી મુશ્કેલીમાં છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, સ્થૂળતા રાષ્ટ્રીય બીમારી બની રહી છે. 21થી 24 ટકા મહિલાઓ વધતા વજન અને સ્થૂળતાને કારણે અનેક બીમારીનો શિકાર થઇ રહી છે. સર્વે પરથી ખબર પડી છે કે, સ્થૂળતા જ બીમારીઓનું સૌથી મોટું કારણ છે. ભારતમાં સરેરાશ ફર્ટિલિટી રેટ 2.0 થઇ ગયો છે, જે ગત ફર્ટિલિટી રેટ કરતા ઓછો છે.
ભોજન શરીરમાં ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે.
આયુર્વેદાચાર્ય ડો. રાકેશ રોશન જણાવે છે કે, આયુર્વેદાચાર્ય મુજબ આપણે જે કઇ પણ ખાઈએ છીએ, જે શરીરમાં જતા સાત પ્રક્રિયામાંથી પસાર થાય છે.
જમવામાં આવેલો ખોરાક બે ભાગમાં વહેંચવામાં આવે છે સાર અને મળ. જમવાનું જમવાથી જે પોષક તત્વ મળે છે તેને સાર કહેવામાં આવે છે . મળ એટલે કે ભોજન પચ્યા બાદ જે વેસ્ટ રહે છે તે મળ સ્વરૂપે શરીરની બહાર નીકળે છે. પરંતુ જો આ ખોરાક ચરબીયુક્ત થવાની પ્રક્રિયાની નજીક અટકી જાય છે, તો પછી સ્થૂળતા વધવા લાગે છે. આ સ્થિતિમાં તમારી દિનચર્યાને સુધારવી ખુબ જ મહત્વપૂર્ણ છે.
ખરાબ લાઈફસ્ટાઈલને કારણે વધી રહ્યું છે વજન
ડાયટિશિયન સુનીતા સ્થૂળતાને લઈને જણાવે છે કે, વજન વધવું લાઈફસ્ટાઇલ પર આધાર રાખે છે. લોકો લાઈફસ્ટાઇલને કારણે શરીર સાથે ચેડાં કરી રહ્યા છે. સ્થૂળતાનું સૌથી મોટું કારણ લાઇફસ્ટાઇલ છે. અમારું પાસે ઘણા કેસ આવે છે, જેમાં મહિલાઓ સ્થૂળતાને કારણે માતા બની શકતી નથી. વજન વધવાનું સૌથી મોટું કારણ એ છે કે, પહેલાં લોકો મહેનત કરતા હતા આજે સ્માર્ટ વર્ક કરે છે.
વજન ઘટાડવા માટે લાઇફસ્ટાઇલ અને ડાયટનું ખાસ ધ્યાન રાખવું પડશે.
પેટ ઓછું કરવા માટે ફોલો કરો આ ડાયટ પ્લાન
યોગાસનથી વજન ઓછું કરો
જે મહિલાઓ સ્થૂળતાનો ભોગ બની ચુકી છે તે લોકો માટે જવન ઓછું કરવું યુદ્ધથી ઓછું નથી. એકવાર શરીરમાં ચરબી આવી ગઈ તો તેને બહાર કાઢવી બહુ જ મુશ્કેલ છે. યોગ ટ્રેનર વીણા ગુપ્તા જણાવે છે કે, દરરોજ યોગાસન કરવાથી ધીરે-ધીરે વજન ઓછું કરી શકાય છે. સૂર્ય નમસ્કાર, ત્રિકોણાસન, વીરભદ્રાસન કરવાથી વજન ઘટી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.