તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેદસ્વિતાથી કેન્સર થવાનું જોખમ વધે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં રહેતા દર 3માંથી 1 વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે
  • મેદસ્વિતાને લીધે કોઈ પણ પ્રકારનાં કેન્સરનું જોખમ 12% વધે છે

હેલ્થ ડેસ્કઃ મેદસ્વિતાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનાં નુકસાન થાય છે. તેનાથી કેન્સર થવાનું જોખમ વધે છે. અમેરિકાના ડેન્માર્કમાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘ઇન્ટર્નલ મેડિસીન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ મુજબ મેદસ્વિતાને લીધે કેન્સર સહિત ડાયાબિટીસ, સ્ટ્રોક અને હાર્ટ અટેક આવવાનું જોખમ પણ વધે છે.


ડેન્માર્કની આર્હુસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં વર્ષ 1977થી 2016 સુધી વોલન્ટિયર્સ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 3  લાખથી વધારે લોકો મેદસ્વિતા ધરાવતા હતા. રિસર્ચ દરમિયાન તેમાંથી 20,706 લોકોને કેન્સર થવાનું માલુમ પડ્યું હતું.


આ તમામ લોકોની ખાવાની આદતો, વજન સહિતનાં અનેક પરિબળોનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં પુરવાર થયું કે મેદસ્વિતાને લીધે કોઈ પણ પ્રકારનાં કેન્સરનું જોખમ 12% વધી જાય છે. 


રિસર્સ મુજબ અમેરિકામાં રહેતા દર 3માંથી 1 વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે. રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે કેન્સર થવા પાછળ કેટલીક હદ સુધી પ્રદૂષણ પણ જવાબદાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો