સાવધાન:મેદસ્વિતા કોરોનાવાઈરસથી થતાં મૃત્યુનું જોખમ વધારે છે: પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર, મેદસ્વિતાથી કોરોનાવાઈરસનાં સંક્રમણનું જોખમ વધે છે
  • જે લોકો 30થી 35 બોડી માસ ઈન્ડેક્સ ધરાવે છે તે લોકોમાં કોરોનાવાઈરસથી થતાં મૃત્યુનું જોખમ 40% વધી જાય છે
  • 40થી વધારે બોડી માસ્ક ઈન્ડેક્સ ધરાવતા લોકોમાં કોરોનાવાઈરસથી થતાં મૃત્યુનું જોખમ 90% વધી જાય છે
  • વર્ષ 2017ના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 4.90% વસતી મેદસ્વિતા ધરાવે છે

મેદસ્વિતાથી સ્વાસ્થ્યને અનેક રીતે નુક્સાન પહોંચે છે. મેદસ્વિતા કોરોનાવાઈરસથી થતાં મૃત્યુનું જોખમ વધારે છે. ઈંગ્લેન્ડની સરકારી હેલ્થ એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર, મેદસ્વિતાથી કોરોનાવાઈરસનાં સંક્રમણનું જોખમ વધે છે અને મૃત્યુની આશંકા વધી જાય છે.

40થી વધારે બોડી માસ ઈન્ડેક્સ ધરાવતા લોકોમાં કોરોનાવાઈરસથી થતાં મૃત્યુનું જોખમ 90% વધી જાય છે
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ચીફ ન્યૂટ્રિશનિસ્ટ એલિસનના જણાવ્યા અનુસાર, મેદસ્વી લોકોને કોરોનાવાઈરસથી વધારે જોખમ છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર, જે લોકો 30થી 35 BMI (બોડી માસ ઈન્ડેક્સ) ધરાવે છે તે લોકોમાં કોરોનાવાઈરસથી થતાં મૃત્યુનું જોખમ 40% વધી જાય છે. 40થી વધારે BMI ધરાવતા લોકોમાં કોરોનાવાઈરસથી થતાં મૃત્યુનું જોખમ 90% વધી જાય છે.

રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડમાં 63% વયસ્કો મેદસ્વી છે. ઘણા બધાં રિસર્ચમાં જોવા મળ્યું છે કે મેદસ્વિતાને લીધે ઈન્ફ્લુએન્ઝા-Aનું જોખમ વધે છે. તેને લીધે શ્વસનતંત્ર પર અસર પડે છે. CDC (સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન)એ પણ મેદસ્વિતાને કોવિડ-19 માટે જોખમકારક ગણાવી છે.

આ રિપોર્ટની જાહેરાત થતાં જ ઈંગ્લેન્ડના પ્રધાન મંત્રીએ વેટ લોસ અર્થાત વજન ઓછું કરવા ઈચ્છા વ્યક્ત કરી છે. આ રિપોર્ટને ધ્યાનમાં રાખી ઈંગ્લેન્ડની સરકાર ફાસ્ટ ફૂડની જાહેરાતો પર પ્રતિંબંધ રાખી શકે છે.

ભારતમાં મેદસ્વિતા
વર્ષ 2017ના ઓબેસિટી ઈન્ડેક્સમાં ભારત અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમાંકે છે. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં 4.90% વસતી મેદસ્વિતા ધરાવે છે.