રિસર્ચ / રાત્રે લાઇટ ઓન રાખીને અથવા ટીવી ઓન કરીને ઊંઘવાથી સ્થૂળતા વધે છે

Obesity increases by keeping a light on night or sleeping with on TV

Divyabhaskar.com

Jun 12, 2019, 12:16 PM IST

હેલ્થ ડેસ્કઃ જો તમે મોડી રાત સુધી ટીવી જુઓ છો અને પછી ટીવી ઓન રાખીને જ સૂઈ જાઓ છો અથવા લાઇટ ચાલુ રાખીને ઊંઘી જતા હો તો આ તમારી ફિટનેસ માટે જોખમી સાબિત થઈ શકે છે. કૃત્રિમ પ્રકાશ તમારા મેટાબોલિઝમને અસર કરે છે. તેનાથી વજન વધે છે, સ્થૂળતા વધે છે અને અન્ય કેટલી સમસ્યાઓ પણ થઈ શકે છે.


કૃત્રિમ પ્રકાશમાં ઊંઘવાથી સ્થૂળતાનું જોખમ વધે છે
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે કૃત્રિમ પ્રકાશ એટલે કે આર્ટિફિશિયલ લાઇટમાં ઊંઘનારા લોકો એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં સ્થૂળતા વધવાનું જોખમ અનેકગણું વધી જાય છે. ધ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સ્ટડીમાં પ્રકાશિત થયેલા અભ્યાસના પરિણામો આ વાત તરફ ઈશારો કરે છે કે રાતના સમયે પ્રકાશના એક્સપોઝરમાં રહેવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનું નુકસાન પહોંચી શકે છે. આ અભ્યાસમાં રાત્રે સૂતી વખતે કૃત્રિમ પ્રકાશ અને મહિલાઓનું વજન વધવાની વચ્ચેનો સંબંધ શોધવામાં આવ્યો છે.


કૃત્રિમ પ્રકાશ અને વજન વધવા વચ્ચેનો સંબંધ
સંશોધનનાં પરિણામોથી તારણ નીકળ્યું કે ઊંઘતા સમયે લાઇટ બંધ કરવાથી મહિલાઓનું વજન વધવાની શક્યતા ઓછી થઈ શકે છે. અમેરિકાની નેશનલ હેલ્થ ઈન્સ્ટીટ્યૂટે સિસ્ટર સ્ટડીમાં 43,722 મહિલાઓની તપાસ કરવા પ્રશ્નાવલી ડેટાનો ઉપયોગ કર્યો, જેમાં બ્રેસ્ટ કેન્સર અને અન્ય રોગો માટે જોખમી વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રશ્નાવલીમાં એ પૂછવામાં આવ્યું કે શું મહિલાઓ કોઈ પ્રકાશ વગર, હળવા પ્રકાશ, રૂમની બહારથી આવી રહેલો પ્રકાશ અથવા રૂમમાં ટીવીના પ્રકાશમાં ઊંઘે છે કે નહીં. આ સૂચનાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો સ્થૂળતા અને રાત્રે કૃત્રિમ પ્રકાશમાં ઊંઘતી મહિલાઓનું વજન વધારવાના સંબંધ વચ્ચે અભ્યાસ કરી શક્યા.


રાત્રે અંધારું કરીને ઊંઘવું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આ અભ્યાસના લીડ ઓથર ડેલ સેન્ડલર કહે છે કે, પારંપરિક રૂપે જોવામાં આવે તો આપણે રાતના સમયે ઊંઘવું જોઇએ. આ વાત પર ધ્યાન આપવું બહુ જરૂરી છે નહીં તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આપણું શરીર દરરોજ પ્રકાશ અને અંધારામાં હોય છે તો તે મુજબ શરીરની બોડી ક્લોક 24 કલાક માટે કામ કરે છે. આ દરમિયાન શરીરનું મેટાબોલિઝમ, ઊંઘને વધારતા હોર્મોન્સ, બ્લડ પ્રેશર અને અન્ય ક્રિયાઓ પણ યોગ્ય રીતે કામ કરે છે.

X
Obesity increases by keeping a light on night or sleeping with on TV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી