રિસર્ચ / મહિલાઓમાં સ્થૂળતાને કારણે ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે

Obesity in women increases the risk of developing type 2 diabetes

Divyabhaskar.com

Jan 08, 2020, 03:55 PM IST

હેલ્થ ડેસ્કઃ એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોને પહેલેથી સ્થૂળતાની સમસ્યા રહે છે તેમને ટાઇપ 2 ડાયાબિટીઝ થવાનું જોખમ વધારે હોય છે. જો કોઈ વ્યક્તિમાં પાછળથી સ્થૂળતાની સમસ્યા વિકસે છે તો તેને ટાઇપ-2 ડાયાબિટીઝ થવાનું જોખમ ઓછું રહે છે. પરંતુ હા, તેમને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ નવા અભ્યાસ મુજબ, જો શરૂઆતથી જ મેદસ્વીપણાની સમસ્યા હોય તો ટાઇપ-2 ડાયાબિટીઝ થવાની સંભાવના રહે છે.

આ રિસર્ચ જર્નલ ઓફ યુરોપિયન અસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસમાં પ્રકાશિક કરવામાં આવ્યું છે. આ સ્ટડીમાં સંશોધકોનું કહેવું છે કે, કોઇપણ પરિસ્થિતિમાં સ્થૂળતાથી બચવું જોઇએ. આ અભ્યાસમાં સંશોધકોએ ઓસ્ટ્રેલિયન લોન્ગિટ્યુડિનલ સ્ટડી ઓન વુમન્સ હેલ્થના આંકડાઓનો ઉપયોગ કર્યો છે. તેમણે 18થી 23 વર્ષની ઉંમરની 11,192 મહિલાઓના બોડી માસ ઇન્ડેક્સ ટ્રેજેક્ટ્રીઝનો અભ્યાસ કર્યો અને એ તારણ કાઢ્યું કે સ્થૂળતાને કારણે તેમનામાં ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા અન્ય લોકોની સરખામણીએ વધુ છે.

સંશોધકોનો દાવો છે કે તેમના અભ્યાસથી સ્થૂળતા અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં મદદ મળશે. તેમણે દરેક એ પાસાંનો અભ્યાસ કર્યો છે જે મેડિકલ રિસર્ચની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ટૂંક સમયમાં જ આ રિસર્ચ અનુસાર ડોક્ટર્સ ટાઇપ-2 ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટે નવા ઉપાય અપનાવશે.

X
Obesity in women increases the risk of developing type 2 diabetes

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી