રિસર્ચ / મેદસ્વિતાને લીધે મગજની કાર્યપ્રણાલીને નુકસાન થઈ શકે છે

Obesity can damage the brain's functioning

  • મેદસ્વિતા ધરાવતા લોકોમાં મગજની કાર્યપ્રણાલી યોગ્ય ન હોવાનું કારણ લેપ્ટિન નામનું હોર્મોન છે
  • મેદસ્વિતા ધરાવતા લોકોમાં ભૂખ, લાગણીઓ અને જ્ઞાનાત્મક નિર્ણય લેતા મગજના ભાગમા ફેરફાર આવે છે

Divyabhaskar.com

Dec 02, 2019, 10:34 AM IST

હેલ્થ ડેસ્કઃ મેદસ્વિતાને લીધે સ્વાસ્થ્યને ઘણાં નુકસાન થાય છે. મેદસ્વિતાથી પીડાતા લોકોને ચેતવે તેવા સમાચાર બ્રાઝિલથી સામે આવ્યા છે. બ્રાઝિલમાં થયેલાં એક રિસર્ચ મુજબ મેદસ્વિતાને લીધે મગજનાં કેટલાક મહત્ત્વના ભાગોને નુકસાન પહોંચે છે.

બ્રાઝિલની સાઓ પુઆલો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં મેદસ્વિતા ધરાવતા લોકોમાં ભૂખ, લાગણીઓ અને જ્ઞાનાત્મક નિર્ણય લેતા મગજના ભાગમા કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા.

રિસર્ચમાં DTI (ડિફ્યૂશન ટેન્શર ઇમેજિંગ) પદ્ધતિનો ઉપયોગ કરીને વોલન્ટિયર્સના મગજમાં આવતા ફેરફારોનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં મેદસ્વિતા ધરાવતા 59 અને સ્વસ્થ 61 કિશોરોના DTIના ડેટાનો અભ્યાસ કરવામા આવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું કે સ્વસ્થ બાળકોની સરખામણીએ મેદસ્વિતા ધરાવતા બાળકોમાં મગજની કાર્યપ્રણાલીમાં ફેરફાર આવે છે.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર મેદસ્વિતા ધરાવતા લોકોના મગજને પડી રહેલાં નુકસાન પાછળનું કારણ લેપ્ટિન નામનું હોર્મોન છે. આ હોર્મોન ઊર્જા અને ફેટને સંગ્રહ કરવામાં મદદ કરે છે.

મેદસ્વિતા ધરાવતા કેટલાક લોકોનું મગજ લેપ્ટિન માટે પ્રતિક્રિયા અપાતું નથી. તેને લીધે મેદસ્વિતા ધરાવતા લોકો કેટલો ખોરાક ખાવો જોઈએ તે નક્કી કરી શકતા નથી.

X
Obesity can damage the brain's functioning

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી