મેદસ્વિતા પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમી:શરીરમાં વધારાની ચરબીથી પીરિયડ્સ અને પ્રેગ્નન્સીમાં સમસ્યા થઈ શકે છે, આ ઉપાયો અપનાવી વજન કન્ટ્રોલ કરો

6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બ્રિટનમાં થયેલાં રિસર્ચમાં મેદસ્વિતા અને પ્રજનન સ્વાસ્થ્ય વચ્ચે કનેક્શન જોવાં મળ્યું
 • મેદસ્વી મહિલાઓને પ્રજનન સંબંધિત સમસ્યા જોવા મળી

મેદસ્વિતા ઘણી બીમારીઓનું ઘર સાબિત થઈ શકે છે. તે માત્ર હૃદયની બીમારી અને ડાયાબિટીસ માટે જ નહિ સ્ત્રી રોગનું પણ કારણ બની શકે છે. તાજેતરમાં જ બ્રિટનમાં થયેલાં રિસર્ચમાં દાવો કરાયો છે કે મેદસ્વિતાથી મહિલાઓનાં પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.

આ રીતે થયું રિસર્ચ

 • આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ મેદસ્વિતા અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત વિકારોનું કનેક્શન શોધવાનો પ્રયાસ કર્યો.
 • રિસર્ચમાં 2,57,193 યુરોપની મહિલાઓને સામેલ કરાઈ. તેમની ઉંમર 40થી 69 વર્ષની હતી.
 • યુકે બાયોબેંકની મદદથી તેમના હેલ્થ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું.
 • વૈજ્ઞાનિકોએ BMI (બોડી માસ ઈન્ડેક્સ) અને કમરના હિપ રેશિયોનોની અસર તેમનાં પ્રજનન સ્વાસ્થ્ય પર કઈ રીતે થાય છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

રિસર્ચનાં પરિણામ ચોંકાવનારા

 • રિસર્ચમાં મેદસ્વિતા અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક વિકારો વચ્ચે કનેક્શન જોવા મળ્યું.
 • તેમાં PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ), પીરિયડ્સમાં બ્લીડિંગ, ગર્ભાશય ફાઈબ્રોઈડ અને પ્રી-એક્લેમપ્સિયા સામેલ છે.
 • PCOS એક હોર્મોનલ ડિઓર્ડર છે. તેમાં મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા થાય છે.
 • તેમાં અનિયમિત બ્લીડિંગ, પીરિયડ્સમાં અનિયમિતતા, ચહેરા પર વાળ વધી જવા જેવી સમસ્યા સામેલ છે.
 • ગર્ભાશય ફાઈબ્રોઈડની સ્થિતિમાં મહિલાના ગર્ભાશયમાં ગાંઠ બનવા લાગે છે. જોકે તે કેન્સર સંબંધિત નથી.
 • પ્રિ-એક્લેમપ્સિયા એક એવી કન્ડિશન છે જેમાં હાઈ બ્લડ પ્રેશરને લીધે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થાય છે.

આ રીતે વજન ઓછું કરો

 • જંક ફૂડ અને સોફ્ટ ડ્રિન્ક્સની જગ્યાએ હેલ્ધી વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરો. સિઝનલ ફળ, શાકભાજી, અનાજ, નટ્સ, સીડ્સ અને હેલ્ધી ફેટનું સેવન કરવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. શરીરમાં પાણીની ઊણપ ન સર્જાવા દો.
 • વજન ઓછું કરવા માટે એક્સર્સાઈઝ કરવી સૌથી જરૂરી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દર અઠવાડિયે 150 મિનિટ હાઈ ઈન્ટેસિટી એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. સાથે અન્ય ફિઝિકલ એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે.
 • પૂરતી ઊંઘ લો. જ્યારે તમારી ઊંઘ પૂરી ન થતી હોય ત્યારે અનહેલ્ધી ખોરાક ખાવાની સંભાવના વધી જાય છે. પૂરતી ઊંઘ લેવાથી શરીર પણ સારી રીતે કામ કરે છે.
 • સ્ટ્રેસથી દૂર રહો. મેદસ્વિતા અને સ્ટ્રેસ વચ્ચે કનેક્શન છે. કાર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન તમારા પેટમાં ચરબી વધારે છે. સ્ટ્રેસ મેનેજ કરવા માટે યોગ અને મેડિટેશન કરી શકો છો.