તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ટેક્નોલોજી:હવે સ્માર્ટ લેન્સ આંસુઓનું રીડિંગ કરીને તમારું બ્લડ સુગર લેવલ જણાવશે, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓને અલર્ટ કરશે

એક મહિનો પહેલા
 • આ લેન્સને બ્રિટન, અમેરિકા અને ચીનના એક્સપર્ટે મળીને તૈયાર કર્યો છે
 • લેન્સ આંસુઓમાં સુગર લેવલ ચેક કરે છે. ત્યારબાદ તેનો ડેટા વાયરલેસ રીતે કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરે છે

સામાન્ય રીતે કોનેક્ટ લેન્સનો ઉપયોગ ચશ્માંના રિપ્લેસમેન્ટ તરીકે થાય છે પરંતુ હવે તમે એડવાન્સ ટેક્નોલોજીની મદદથી તમારાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકશો. આ લેન્સ આંસુઓની મદદથી શરીરનું સુગર લેવલ પણ ચેક કરશે. આ લેન્સને બ્રિટન, અમેરિકા અને ચીનના એક્સપર્ટે મળીને તૈયાર કર્યો છે.

આ રીતે કામ કરે છે લેન્સ
લેન્સને તૈયાર કરનાર ટીમથી જોડાયેલા પ્રોફેસર યુનલોન્ગ ઝાઓ જણાવે છે કે, આ લેન્સ આંખોની દૃષ્ટિની તીવ્રતા વધારવાની સાથે યુઝર્સને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે. લેન્સ આંસુઓમાં રહેલું સુગર લેવલ ચેક કરે છે. ત્યારબાદ તેનો ડેટા વાયરલેસ રીતે કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરે છે. તેનાં માધ્યમથી જોઈ શકાશે કે ડાયાબિટીસ અને અને હૃદયરોગની બીમારીનું જોખમ કેટલું છે.

આ સ્માર્ટ લેન્સ સામાન્ય લેન્સની સરખામણીએ પાતળો છે
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર શિકી ગુઓ કહે છે કે, તેમણે જે લેન્સ તૈયાર કર્યો છે તે અન્ય લેન્સની સરખામણીએ પાતળો છે. બે લેન્સ વચ્ચે એક સેન્સર અને સર્કિટ ફિટ કરવામાં આવી છે. આંખમાં રહેલાં ફ્લુઈડ આ સેન્સર્સના સંપર્કમાં આવે છે અને તેના દ્વારા નવી માહિતી મળતી રહે છે.

ઝૂમ કરવા માટે આંખો પટપટાવાની રહેશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જો તમે કોઈ વસ્તુને ઝૂમ કરીને જોવા માગો છો તો તમારે એક વાર આંખો પટપટાવીની રહેશે. લેન્સની ખાસ વાત એ છે કે તેમાં અનેક ટેક્નોલોજીનો સમાવેશ હોવા છતાં તે યુઝર્સને કમ્ફર્ટ આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો