તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોનાની બીજી લહેરની વચ્ચે માસ્ક વિશે કડક સૂચના આપી છે. જો મહેમાનો ઘરે આવે છે અથવા પબ્લિક ઈન્ડોરમાં રહો છો જ્યાં લોકોની અવરજવર હોય છે તો માસ્ક પહેરવો જરૂરી છે. ચારેય તરફથી બંધ જગ્યા પર છો અને વેન્ટિલેશનની જગ્યા નથી તો પણ તમારા માટે માસ્ક જરૂરી છે.
અગાઉના કેટલાક રિપોર્ટ્સમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે, સેન્ટ્રલ એરકન્ડીશનરથી કોરોનાવાઈરસ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, હવાની ઓછી અવરજવરવાળી જગ્યા, કાર અને નાના રૂમોમાં લગાવવામાં આવેલા એરકન્ડીશનરના કારણે કોરોના હવામાં રહે છે અને સંક્રમણ ફેલાવે છે. તેથી નવી ગાઈડલાઈનના અનુસાર, ઘરમાં માસ્ક લગાવવાનું જરૂરી બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને પબ્લિક ઈન્ડોર જગ્યા પર. સવાલ-જવાબથી સમજો માસ્ક સંબંધિત WHOની નવી ગાઈડલાઈન...
1. ગાઈડલાઈન સંબંધિત મુખ્ય વાતો કઈ છે?
2. જીમમાં જાવ છો તો માસ્ક પહેરવો કે નહીં?
જીમમાં એક્સર્સાઈઝ કરતા સમયે માસ્ક પહેરવો જરૂરી નથી પરંતુ ત્યાં વેન્ટિલેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જરૂરી છે.
3. કઈ ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી છે?
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માસ્ક ન પહેરાવવો જોઈએ. 6થી 11 વર્ષના બાળકોએ માસ્ક પહેરવો કે નહીં તે તેમના આસપાસના રિસ્ક પર આધાર રાખે છે. પરંતુ દરેક કેસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. પરંતુ 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો જો રિસ્ક ઝોનમાં રહે છે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવી નથી શકતા તો ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ માસ્ક જરૂરી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.