તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Now, Even The 'blind' Will Be Able To See, Bionic Vision System With AI Technology Got The Most Innovative Search Award

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યુઝ:હવે દૃષ્ટિહિન લોકો પણ જોઈ શકશે, AI ટેક્નોલોજીથી સજ્જ બાયોનિક વિઝન સિસ્ટમને ઈનોવેટિવ રિસર્ચ માટે પુરસ્કાર મળ્યો, ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ થશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ટેક્નોલોજીને ફ્રાન્સની બાયોઈલેક્ટ્રોનિક્સ કંપની 'પિક્સિયમ વિઝન'એ ડેવલપ કરી છે
  • તેમાં વ્યક્તિને આ ટેક્નોલોજીથી સજ્જ ચશ્માં પહેરવામાં આવે છે. તેની મદદથી તે સામાન્ય લોકોની જેમ જ જોઈ શકે છે
  • આ ટેક્નોલોજી ડેવલપ કરવામાં માઈક્રો ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ટેલિજન્ટ સોફ્ટવેર અલ્ગોરિધમ, વિઝ્યુઅલ પ્રોસેસિંગ અને ન્યૂરો બાયોલોજી સાથે AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે

મહામારીના આ કપરા સમયમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોની ટીમે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદથી બાયોનિક વિઝન સિસ્ટમ તૈયાર કરી છે. આ સિસ્ટમની મદદથી દૃષ્ટિહિન લોકોને જોવામાં મદદ મળશે. આ ટેક્નોલોજીને ફ્રાન્સની બાયોઈલેક્ટ્રોનિક્સ કંપની 'પિક્સિયમ વિઝન'એ ડેવલપ કરી છે તેનું નામ- પ્રાઈમા વિઝન રાખ્યું છે.

મેડટેક ફોરમ-2021માં આ ટેક્નોલોજીને મેડિકલ હિસ્ટ્રીમાં સર્વાધિક ઉન્નત અને આગામી પેઢી માટે સૌથી વધારે ઈનોવેટિવ શોધ તરીકે પુરસ્કાર મળ્યો છે. ફ્રાન્સના 5 દૃષ્ટિબાધિત લોકો પર 3 વર્ષ સુધી સફળ પરીક્ષણ કર્યા બાદ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે.

10 વર્ષથી ટેક્નોલોજી ડેવલપ થઈ રહી હતી
પિક્સિયમ વિઝનના CEO લૉયડ ડાયમંડે કહ્યું કે, આ પરિવર્તનકારી ટેક્નોલોજી એ લોકો માટે એક વરદાન છે, જેમણે પોતાની દૃષ્ટિ ખોઈ નાખી છે. અર્થાત આ સિસ્ટમની મદદથી હવે દૃષ્ટિહિન વ્યક્તિ સરળતાથી જોઈ શકશે. આ ટેક્નોલોજી ડેવલપ કરવામાં માઈક્રો ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ટેલિજન્ટ સોફ્ટવેર અલ્ગોરિધમ, વિઝ્યુઅલ પ્રોસેસિંગ અને ન્યૂરો બાયોલોજી સાથે AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષથી આ ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઘણા દર્દીઓ પર તેનું પરીક્ષણ થઈ ચૂક્યું છે.

2019માં અમેરિકાના ડેટ્રાયટ અને પેરિસમાં કરેલા હ્યુમન ટ્રાયલ્સમાં પણ કંપનીને સફળતા મળી છે. આ ટ્રાયલ કંપનીનો અંતિમ ટ્રાયલ હતો. ટૂંક સમયમાં તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. ટ્રાયલમાં જાણવા મળ્યું કે આ ટેક્નોલોજીની મદદથી દૃષ્ટિબાધિત વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ એક જ સરખી જોવાની ક્ષમતાઓનો ઉપયોગ કરે છે. હાલ દુનિયાભરમાં 4 કરોડ લોકો દૃષ્ટિહિન છે. સાથે જ 28.5 કરોડ લોકો નબળી દૃષ્ટિ ધરાવે છે. સાથે જ 20 કરોડ લોકો એજ રિલેટેડ AMDથી પીડિત છે. તે દૃષ્ટિહિનતા માટે જવાબદાર છે.

રેટિનાની પાછળ ગેટવેથી તૈયાર થાય છે પેટર્ન, તેમાં દૃશ્યો દેખાય છે

પ્રાઈમા વિઝન AI યુક્ત એવી ટેક્નોલોજી છે, જે રેટિના પાછળ એક ગેટવે તૈયાર કરે છે. આ ટેક્નોલોજીથી સજ્જ ચશ્માં દૃષ્ટિહિન વ્યક્તિનને પહેરાવામાં આવે છે. આ ચશ્માંમાં કેમેરા અને મિરર પ્રોજેક્ટર હોય છે. તે પહેરતાં જ ટેક્નોલોજીની મદદથી તે સિગ્નલને રેટિનાથી બ્રેન વિઝન સિસ્ટમમાં મોકલે છે. રેટિના પાછળ રહેલી લાઈટ એક્ટેવિટેડ બ્રેનચિપથી બનનારા વિઝ્યુઅલ પેટર્નની મદદથી વ્યક્તિની આંખોની સામે ઓબ્જેક્ટ બતાવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો