• Home
  • Lifestyle
  • Health
  • Now a test report of corona virus can be prepared in just 15 minutes : Tianjin University developed the test kit

ટેસ્ટ કિટ / હવે માત્ર 15 મિનિટમાં કોરોના વાઇરસનો ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરી શકાશે

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો

  • ચીનની ટિયાન્જિન યુનિવર્સિટીએ માત્ર 15 મિનિટમાં વાઇરસનું પરીક્ષણ કરી શકાય તેવી ટેસ્ટ કિટ તૈયાર કરી
  • ટેસ્ટ કિટને અપ્રુવલ માટે હેલ્થ રેગ્યુલેટર પાસે મોકલવામાં આવી છે

Divyabhaskar.com

Feb 10, 2020, 04:55 PM IST

હેલ્થ ડેસ્કઃ કોરોના વાઇરસના ભયે વિશ્વભરમાં પોતાનો ફેલાવો કર્યો છે. ચીનના વુહાન શહેરમાં પોતાનું ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઇરસને લીધે ચીનમાં 900થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે હજારો લોકો તેના ચેપિત બન્યા છે. અત્યાર સુધી આ વાઇરસની કોઈ રસી શોધવામાં આવી નથી પરંતુ તેના પરીક્ષણને ઝડપી કરવા માટે ચીનની ટિયાન્જિન યુનિવર્સિટીને સફળતા મળી છે. આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી ટેસ્ટ કિટથી માત્ર 15 મિનિટમાં વાઇરસનું પરીક્ષણ થઈ શકશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાન્જિન યુનિવર્સિટીએ બેઈજિંગ બાયોટેક કંપની સાથે મળીને તૈયાર કર્યો છે. જોકે આ ટેસ્ટ કિટ ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે અને તેને અપ્રુવલ માટે હેલ્થ રેગ્યુલેટર પાસે મોકલવામાં આવી છે.

NMPA (નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેશન) દ્વારા અત્યાર સુધીમાં આ વાઇરસનાં પરીક્ષણ માટે 4 ટેસ્ટ કિટને મંજૂરી આપવામાં આવી છે.

આ વાઇરસને લીધે 20 દેશો પ્રભાવિત થયા છે. જોકે અત્યાર સુધી આ વાઇરસની કોઈ રસી કે દવા શોધવામાં આવી નથી. જોકે ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના ડોક્ટર વસને તેની રસી શોધવના પ્રયાસો શરૂ કર્યા છે.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી