રિસર્ચ / મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ સ્તન કેન્સર થવાનું જોખમ રહેલું છે

Not only women but men are also at risk for breast cancer

  • સ્તન કેન્સર પુરુષોને પણ થાય છે
  • પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે રહે છે
  • પુરુષોમાં સ્તન કેન્સરના કેસ છેલ્લા 25 વર્ષમાં વધી રહ્યા છે

Divyabhaskar.com

Oct 04, 2019, 04:45 PM IST

હેલ્થ ડેસ્ક. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માત્ર મહિલાઓ જ હોય એવું નથી, સ્તન કેન્સર પુરુષોને પણ થાય છે. તે એક જીવલેણ બીમારી છે જેનો ભોગ પુરુષો પણ બની રહ્યા છે. પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા ઉંમરલાયક લોકોમાં વધારે હોય છે, પરંતુ તે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. જો કે જે રીતે સ્ત્રીઓમાં સ્તનનો વિકાસ થાય છે, તે પુરુષોમાં થતો નથી. તેમ છતાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે રહે છે. બ્રેસ્ટ કેન્સર મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં વધું જટિલ હોય છે.

પુરુષો પણ સ્તન કેન્સરનો ભોગ બને છે અને તેના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. 'યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એન ડી એડર્સન કેન્સર સેન્ટર'ના સંશોધકોએ લગભગ 2,500 કરતાં વધું કેસોનું રિસર્ચ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે. સંશોધકોના જણાવ્યા મુજબ, પુરુષોમાં સ્તન કેન્સરના કેસ છેલ્લા 25 વર્ષમાં વધી રહ્યા છે. મહિલા દર્દીઓની સરખામણીમાં પુરુષોમાં મોટી ઉંમર બાદ સ્તન કેન્સર વિશે જાણવા મળે છે.

જો કે, યોગ્ય ધ્યાન આપવાથી પુરુષોમાં સ્તનના ટ્યૂમર વિશે સરળતાથી જાણી શકાય છે. પુરુષોમાં સૌથી સામાન્ય સ્તન ટ્યૂમર 'ડક્ટલ કેર્સીનોમા' છે જેના કેસની સંખ્યા 93.4 ટકા છે. તે ઉપરાંત પુરુષોને એસ્ટ્રોજન પોઝિટિવ ટ્યૂમર થવાની શક્યતા પણ હોય છે જેના માટે તેઓ ટેમોક્સીફેન સારવાર કરાવી શકે છે.

પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારતા તત્ત્વ

વધતી ઉંમર

પુરુષોમાં સ્તન કેન્સર ઉંમર વધવાને કારણે પણ થઈ શકે છે, 40થી 60 વર્ષ સુધીના પુરુષોમાં કેન્સરના જીવાણું વધવાનું જોખમ વધારે હોય છે. એટલા માટે ઉંમરના આ પડાવ બાદ સ્તન કેન્સર પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.

મેદસ્વિતાના કારણે

પુરુષોમાં મેદસ્વિતાના કારણે સ્તન કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. કેમ કે, મેદસ્વિતાના કારણે ફેટ સેલ્સની સંખ્યા શરીરમાં વધી જાય છે જે બાદમાં ટ્યૂમરનું કારણ બની શકે છે. તે ઉપરાંત ફેટ સેલ્સ એસ્ટ્રોજનમાં પરિવર્તિત થઈ શકે છે જે શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધારે છે અને તે બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય કારણ છે.

દારૂનું સેવન

દારૂ પીવાના કારણે પણ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે. એટલા માટે દારૂનું વધારે પડતું સેવન કરવાથી બચવું જોઈએ.

લિવરની બીમારી

જે પુરુષોમાં લિવરની બીમારી હોય છે, તેમનામાં આ બીમારીનું જોખમ વધારે હોય છે. જો કોઈ પુરુષ ક્લીન સેલ્ટર સિંડ્રોમથી ગ્રસ્ત હોય છે, તો તેને સ્તન કેન્સર થવાનું જોખમ વધારે રહે છે.

X
Not only women but men are also at risk for breast cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી