બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ:મહિલાઓ જ નહિ પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, જાણો તેનાં રિસ્ક ફેક્ટર અને બચવાની રીત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરુષોમાં સરેરાશ 72 વર્ષની ઉંમર સુધી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે
  • ધૂમ્રપાન, મેદસ્વિતા અને આલ્કોહોલનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે

તમને જાણીને નવાઈ લાગશે કે બ્રેસ્ટ કેન્સરનું જોખમ એકલી મહિલાઓને નહિ પરંતુ પુરૂષોને પણ હોય છે. અમેરિકન કેન્સર સોસાયટીના આંકડા પ્રમાણે, દર 8માંથી એક મહિલામાં બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા રહે છે. કેન્સરના આંકડામાં 1% બ્રેસ્ટ કેન્સર પુરુષોના પણ સામેલ હોય છે.

બ્રેસ્ટ કેન્સરનું જોખમ મહિલા અને પુરુષો બંનેમાં રહે છે જોકે તેમના રિસ્ક ફેક્ટર અલગ અલગ હોય છે. દર વર્ષે ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. જેથી લોકો તેના પ્રત્યે જાગૃત થાય.

કયા રિસ્ક ફેક્ટર મહિલાઓ અને પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે, કયા લક્ષણો કેન્સર તરફ ઈશારો કરે છે તેને કેવી રીતે રોકી શકાય છે આવો જાણીએ મુંબઈની જસલોક હોસ્પિટલના રેડિએશન ઓન્કોલોજિસ્ટ ડૉ. મુકુલ રોય પાસેથી...

આ કારણે પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થાય છે

  • ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ: પુરુષોમાં આ સિન્ડ્રોમ થવા પર બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. પુરુષોમાં વધારે X ક્રોમોઝોમ થવા પર અને એસ્ટ્રોજન હોર્મોન લેવલ વધી જવાથી આ સિન્ડ્રોમ થાય છે. આમ થવા પર બ્રેસ્ટ ટિશ્યુનો ઝડપી વિકાસ થાય છે. આવા લોકોમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ 20થી 60ગણું વધે છે.
  • જિનેટિક મ્યુટેશન: પુરુષોના CHEK2, PTEN અને PALB2 જનીનમાં ફેરફાર થવાથી આ કેન્સરનું જોખમ વધે છે.
  • અંડકોષની સમસ્યા: અંડકોષમાં મૂવમેન્ટ ન થવા પર અથવા 2થી વધારે અંડકોષની સ્થિતિમાં જોખમ વધે છે. જો 2થી વધારે અંડકોષ દૂર કરવામાં આવે તો પણ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક રહે છે.

મહિલાઓમાં રિસ્ક ફેક્ટર

  • શારીરિક બનાવટ: એક્સપર્ટ જણાવે છે કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે તેનું કારણ તેમનાં શરીરની બનાવટ છે.
  • પીરિયડ્સ કનેક્શન: 12 વર્ષની ઉંમર પહેલાં પીરિયડ્સ શરૂ થાય અને 55 વર્ષની ઉંમર બાદ મેનોપોઝ થવા પર બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહે છે.
  • પ્રેગ્નન્સી: મોટી ઉંમરે બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓમાં આ કેન્સરનું જોખમ રહે છે.

આ રિસ્ક ફેક્ટર મહિલા સાથે પુરુષોમાં પણ
અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા પ્રમાણે, 70 વર્ષની ઉંમર સુધીની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. પુરુષોમાં પણ સરેરાશ 72 વર્ષની ઉંમર સુધી જોખમ રહે છે.

બ્રેસ્ટ કેન્સરથી પીડિત દર 5માંથી 1 પુરુષમાં તેનું કારણ આનુવાંશિક હોય છે. અર્થાત તેમની ફેમિલીમાં કોઈને આ કેન્સર થયેલું હોય છે. મહિલાઓમાં ફેમિલી મેમ્બર્સમાં આ કેન્સર થવાનું જોખમ 1.5ગણું વધારે રહે છે.

બ્રેસ્ટ કેન્સરની આ રીતે ઓળખ કરો
બ્રેસ્ટ કેન્સરની સ્થિતિમાં સ્તન અથવા બગલમાં એક અથવા વધારે ગાંઠ મહેસૂસ થાય છે. આ ખાસ પ્રકારની ગાંઠ હોય છે તેને સમજવાની જરૂર હોય છે. સમયાંતરે તેની તપાસ કરવી જોઈએ.

આ ટિપ્સ અપનાવી કેન્સરથી દૂર રહો

અન્ય સમાચારો પણ છે...