તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Not Only The Mother, The Food And Lifestyle Of The Father Also Affects The Baby Growing In The Womb, By Improving It, You Can Give Good Health To The Child.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:બાળકનાં ઉત્તમ સ્વાસ્થ્ય માટે માતાની જ નહિ બલકે પિતાની જીવનશૈલી પણ જવાબદાર, અમેરિકાના સંશોધકોનો દાવો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચ પ્રમાણે, ગર્ભાવસ્થા પહેલાં પેરેન્ટ્સને ડાયાબિટીસ, મેદસ્વિતા હોય તો બાળક મોટું થાય ત્યારે તેને આ સમસ્યા થવાની સંભાવના રહે છે
  • ઉંદરો પર કરવામાં આવેલાં રિસર્ચ પરથી સ્પષ્ટ થયું કે માતા સાથે પિતાની જીવનશૈલી પણ આવનારા બાળકનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે

અત્યાર સુધી એવી માન્યતા હતી કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ખાનપાન અને સક્રિય રહેવાથી બાળકનાં સ્વાસ્થ્ય પર અસર પડે છે. એક નવાં રિસર્ચ પ્રમાણે, માતા જ નહિ બલકે પિતાની ડાયટ, એક્સર્સાઈઝની આદત અને જીવનશૈલીનો પ્રભાવ પણ બાળક પર અસર કરે છે. વર્જીનિયા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસીન અને અન્ય સંસ્થાએ નવાં રિસર્ચમાં કહ્યું છે કે કપલની ખાનપાનની આદત, જીવનશૈલી અને જિનેટિક્સ જન્મ લેનારા બાળકનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે.

પિતા ફિઝિકલ એક્ટિવ હોય તે પણ જરૂરી
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ગર્ભમાં રહેલા શિશુના આવતા પહેલાં જો પેરેન્ટ્સ ફેટયુક્ત ભોજન વધારે લે છે તો તેમનાં બાળકમાં મેટાબોલિઝ્મ અને મેદસ્વિતા રિલેટેડ સમસ્યા જોવા મળે છે. જો માતા ગર્ભાવસ્થા દરમિયાન એક્સર્સાઈઝ કરે છે તો આ જોખમ ઘટાડી શકાય છે. રિસર્ચમાં કહેવાયું છે કે પિતા પણ ફિઝિકલી એક્ટિવ રહે તે જરૂરી છે.

પિતાની ફિઝિકલ એક્ટિવિટી એટલા માટે જરૂરી છે કારણ કે પેરેન્ટ્સના જિનેટિક લક્ષણો બાળકોમાં વિવિધ જૈવિક રસ્તાઓનાં માધ્યમથી પહોંચે છે. આગળ જઈને તે જ બાળકોનાં સારા સ્વાસ્થ્યનો આધાર બને છે. આ સિવાય જો માતા સક્રિય રહે છે તો તે પોતાની સાથે પિતાની ડાયટની ખરાબ અસર બાળક પર પડતાં રોકી શકે છે.

પેરેન્ટ્સની આદત બાળકો અપનાવે છે

રિસર્ચ પ્રમાણે, ગર્ભાવસ્થા પહેલાં પેરેન્ટ્સને ડાયાબિટીસ, મેદસ્વિતા હોય તો બાળક મોટું થાય ત્યારે તેને આ સમસ્યા થવાની સંભાવના રહે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે બાળક પોતાના પેરેન્ટ્સની જ ખાનપાન અને એક્સર્સાઈઝની આદત અપનાવે છે. તેથી પેરેન્ટ્સ પર નિર્ભર કરે છે કે તેઓ તેમનાં બાળકને ભવિષ્યમાં કેટલા હેલ્ધી જોવા માગે છે.

ઉંદરો પર કરેલાં રિસર્ચ પ્રમાણે એક ગ્રુપને ફેટયુક્ત ડાયટ અને આરામ કરવા દેવામાં આવ્યો જ્યારે બીજા સમૂહને સામાન્ય ભોજન અને સ્ટ્રિક રુટિનમાં રાખવામાં આવ્યા. પ્રથમ ગ્રુપના ઉંદરોના બાળકો મોટા થયા ત્યારે તેમનામાં મેદસ્વિતાની સમસ્યા જોવા મળી. જ્યારે બીજા ગ્રૂપના બાળકો ફિટ અને હેલ્ધી હતા.

બાળકના જન્મ પહેલાં ફિઝિકલી એક્ટિવિટીને વેગ આપવો જરૂરી

વર્જીનિયા સ્કૂલ ઓફ મેડિસીનના ડૉ. જેન યાનના જણાવ્યા મુજબ, રિસર્ચના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે ગર્ભાવસ્થા પહેલાં અને દરમિયાન માતા અને પિતા બંનેની ફિઝિકલ એક્ટિવિટીને વેગ આપવો જરૂરી છે. તેને પ્રોત્સાહન આપવું જોઈએ. અત્યાર સુધી બાળકની હેલ્થને ક્યારેય પિતાની જીવનશૈલી સાથે કનેક્ટ કરવામાં આવતી નહોતી, જ્યારે બાળકનાં સ્વાસ્થ્ય માટે તે પણ જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો